GSTV

Covid-19 Test/ હવે મોબાઈલ ફોનથી થશે કોરોનાનો સસ્તો અને ઝડપી ટેસ્ટ, જાણો કેવી રીતે કરશે કામ

કોરોના

Last Updated on June 25, 2021 by Damini Patel

કોરોના વાયરસની ઓળખ કરવા માટે રિસર્ચરે એક એવી સસ્તી પધ્ધતિ શોધી છે, જેમાં સ્માર્ફોનની સ્ક્રીનના લેવામાં આવેલા નમૂનાઓની તપાસ કરી સંક્રમણનું સટીક અને શીઘ્રતાથી ઓળખ થઇ શકે છે. બ્રિટનની યુનિવર્સીટી કોલેજ લંડનના રિસર્ચર્સએ સ્માર્ટફોનની સ્ક્રીન પરથી લીધેલ સ્વાબનું વિશ્લેષણ કર્યું છે. તેમણે જાણ્યું કે નાકના સ્વાબ વાળી પીસીઆર તપાસમાં સંક્રમિત મળેલા લોકો સ્માર્ટફોન સ્ક્રીન માટે આપવામાં આવેલા સ્વાબ તપાસમાં પણ સંક્રમિત મળ્યો હતો.

નવી પદ્ધતિ અંગે મંગળવારે જર્નલ ઈ-લાઈફમાં જણાવવામાં આવ્યું છે. આ પદ્ધતિને 81થી 100% સંક્રમિત લોકોના સ્માર્ટફોન પર વાયરસની હાજરીની જાણકારી મેળવી છે, જે એક સટીક તપાસ હોઈ શકે છે. રિસર્ચરે જણાવ્યું કે આ પદ્ધતિ હેઠળ નમૂના ભેગા કરવામાં એક મિનિટથી પણ ઓછો સમય લાગે છે અને મેડિકલ કર્મીની પણ જરૂરત પડતી નથી, આ ઓછી આવક વાળા દેશો માટે મહત્વપૂર્ણ સાબિત થઇ શકે છે.

કોરોના

ઓછી આવકવાળા દેશો માટે ફાયદાકારક

આ અંગે યુપીએલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઓફ્થાલ્મોલોજીના રોડ્રિગો યંગે કહ્યું, ‘ઘણા લોકોની જેમ હું પણ કોરોનાવાયરસ મહામારીના સામાજિક અને આર્થિક પ્રભાવ વિશે ચિંતિત હતો, ખાસ કરીને ઓછી આવકવાળા દેશો માટે. તેમણે કહ્યું આ પદ્ધતિ મોટા પાયે કોવિડ -19નું પરીક્ષણ સરળ બનાવશે. પરંતુ તેનો ઉપયોગ ભવિષ્યમાં મહામારીને રોકવા માટે પણ થઈ શકે છે. આ પદ્ધતિ હેઠળ ડાયગ્નોસિસી બાયોટેક દ્વારા પરીક્ષણ માટે મશીન બનાવવામાં આવી રહ્યું છે.

ચેપનું નિયંત્રણ કરવું સરળ બનશે

કોરોના વાયરસના નવા પ્રકારથી ફરી એકવાર વિશ્વના દેશો ચિંતામાં મુકાયા છે. જે દેશો રસીકરણના મામલે આગળ જતા હતા, હવે તેઓ પણ નવા પ્રકારોના કેસો શોધી રહ્યા છે. જ્યારે અનેક સ્થળોએ તાળાબંધી હળવા થવાને કારણે ફરી કેસ વધવાની ભીતિ સેવાઇ રહી છે. નિષ્ણાતો કહે છે કે કોઈ પણ રસી 100% અસરકારક નથી. આવી સ્થિતિમાં, સ્માર્ટફોન સાથેની આ પદ્ધતિ ખૂબ ઉપયોગી થઈ શકે છે. તેના ઉપયોગથી, વાયરસ ફેલાતા પહેલા તેને નિયંત્રિત કરી શકાય છે.

Read Also

Related posts

Health Effect / પ્રદૂષણથી તમારુ જોખમાઇ રહ્યું છે જાતીય જીવન, પુરુષોને થઇ રહી છે આ પ્રકારની સૌથી ખરાબ અસર

Bansari

Winter Diet/ શિયાળામાં ભૂલથી પણ સેવન ન કરો આ વસ્તુઓનું, સ્વાસ્થ્ય માટે હોય છે સૌથી વધુ નુકસાનકારક

Damini Patel

કામની વાત/ આવતા અઠવાડીયે 5 દિવસ બંધ રહેવાની છે બેંકો, 1થી 6 નવેમ્બર સુધીમાં દિવાળી પર્વની ઉજવણી

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!