GSTV
Gujarat Government Advertisement

કોરોના બેકાબૂ : ગુજરાત સહિત 10 રાજ્યોમાં આવશે કેન્દ્રની એક્સપર્ટ ટીમ, મોદી સરકાર બની એક્ટિવ

સુરત

દેશના કોઈ રાજ્યોમાં ફરીથી એક વખત કોરોના વાયરસ પ્રસરવા લાગ્યો છે. દેશના 10 જેટલા રાજ્યોમાં દરરોજ કોરોના સંક્રમણના નવા કેસ મામલે નવા રેકોર્ડ બની રહ્યા છે. ત્યાં હવે આ વધતા મામલાઓને લઈને કેન્દ્ર સરકાર પણ એક્ટિવ મોડમાં આવી ગઈ છે. કોરોના સંક્રમણના વધતા કેસોને લઈને કેન્દ્ર સરકારે 10 રાજ્યોમાં એક્સપર્ટની ટીમ મોકલી છે.

Gujarat Government Advertisement

આ ટીમ રાજ્યના સ્વાસ્થ્ય વિભાગ સાથે સમન્વય પણ કરશે

જાણકારી મુજબ કેન્દ્ર સરકાર તરફથી જે રાજ્યોમાં મલ્ટિડિસીપ્લિનરી હાઈલેવલ ટીમ રવાના થઈ છે તેમાં મહારાષ્ટ્ર, કેરળ, પંજાબ, છત્તીસગઢ, મધ્યપ્રદેશ, ગુજરાત, કર્ણાટક, તમિલનાડુ, પશ્ચિમ બંગાળ અને જમ્મુ કાશ્મીર મુખ્ય છે. આ ટીમ રાજ્યોમાં જાણકારી મેળવશે કે આખરે કેમ આ રાજ્યોમાં કોરોના સંક્રમણના નવા કેસો વધી રહ્યા છે. આ ઉપરાંત આ ટીમ રાજ્યના સ્વાસ્થ્ય વિભાગ સાથે સમન્વય પણ કરશે.

કોરોનાની ચેન તોડવા માટે અલગ અલગ ઉપાયો ઉપર ધ્યાન કેન્દ્રીત કરે

કેન્દ્રે રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને એ પણ સલાહ આપી છે કે તેઓ કોરોનાની ચેન તોડવા માટે અલગ અલગ ઉપાયો ઉપર ધ્યાન કેન્દ્રીત કરે. રાજ્યોમાં મોકલેલી ટીમમાં એક સાર્વજનિક સ્વાસ્થ્ય વિશેષજ્ઞ અને એક એપિડેમોલોજિસ્ટ પણ શામેલ છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય સચિવ રાજેશ ભૂષણે કહ્યું હતું કે આ મામલા વધી રહ્યા છે કારણ કે ટેસ્ટિંગ ઓછા થઈ ર્હાય છે. પ્રભાવિત જિલ્લાઓને ધ્યાન આપવા માટે કહ્યું છે. તેમજ આ વિસ્તારોમાં વધુને વધુ ટેસ્ટ કરવાનું પણ કહેવાયું છે.

મલ્ટિ ડિસીપ્લિનરી હાઈલેવલ ટીમ ગઠીત કરીને રાજ્યો માટે રવાના કરી દીધી

કેનદ્ર તરફથી હવે કેટલાય રાજ્યો માટે મલ્ટિ ડિસીપ્લિનરી હાઈલેવલ ટીમ ગઠીત કરીને રાજ્યો માટે રવાના કરી દીધી છે. સાથે જ કેન્દ્રીય સ્વાસ્થ્ય સચીવ તરફથી 7 રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોને પણ પત્ર લખ્યો છે. વિશેષ કરીને મહારાષ્ટ્ર, કેરળ, છત્તીસગઢ, ગુજરાત, પંજાબ, મધ્યપ્રદેશ અને જમ્મુ કાશ્મીર પ્રશાસનને સ્વાસ્થ્ય સચિવ તરફથી પત્ર લખીને કોરોના સંબંધિત ગાઈડલાઈન અને સખ્તાઈનું અનુપાલન કરાવવા અને તમામ જરૂરિયાતના સખ્તાઈ ભર્યા પગલાં લાગુ કરવા માટે આદેશ આપ્યો છે.

કેરળના સીએમે પીએમ મોદીને આ મામલે હસ્તક્ષેપ કરવા માટે માગ કરી હતી

જણાવી દઈએ કે મંગળવારે કેરળના સીએમે પીએમ મોદીને આ મામલે હસ્તક્ષેપ કરવા માટે માગ કરી હતી. જેમાં કર્ણાટક સરકાર તરફથી પણ કેરલથી જોડાયેલી સીમાઓ પર આવન જાવન બંધ કરી સીલ કરી દેવાઈ છે. ત્યાં આ રાજ્યોમાં ખૂબ જ ઝડપથી ફેલાઈ રહેલા કોરોના સંક્રમણના નવા કેસને લઈને કેન્દ્ર પણ ખૂબજ રીતે ગહન નજર બનાવી રાખી છે.

દિલ્હીમાં એન્ટ્રી કરવા પર નેગેટિવ રિપોર્ટ બતાવવો જરૂરી

દિલ્હીમાં દિલ્હી સરકારે પણ અગમચેતીના પગલાં ભરતાં 26 ફેબ્રુઆરીથી આ તમામ રાજ્યોમાંથી આવનારા લોકોના આરટીપીસીઆર ટેસ્ટ નેગેટિવ રિપોર્ટ હોવો જરૂરી રાખી બતાવવાનો આદેશ કર્યો છે. આ રાજ્યોમાંથી આવનારા લોકોએ દિલ્હીમાં એન્ટ્રી કરવા પર નેગેટિવ રિપોર્ટ બતાવવો જરૂરી છે. આ પછીજ તેમને દિલ્હીમાં એન્ટ્રી આપવામાં આવશે. એવું ન કરવા પર દિલ્હી સરકાર તરફથી તેને ક્વોરન્ટાઈન પિરિયડમાં મોકલી દેવાશે.

દેશમાં કોરોના સંક્રમણનો આવો છે આંક

સ્વાસ્થ્ય મંત્રાલય મુજબ દેશમાં કોરોના દર્દીઓની સંખ્યા 1 કરોડ 10 લાખ 63 હજાર 491 થઈ ગઈ છે. જેમાં 1 કરોડ 7 લાખ પચાસ હજાર દર્દીઓ સાજા થઈ ચૂક્યા છે. 1 લાખ 56 હજાર લોકોની સારવાર ચાલી રહી છે. દેશમાં કોરોનાથી અત્યાર સુધી 1 લાખ 57 હજાર લોકોના મોત થયા છે.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

આ UPની વાત છે અહીં કંઈ પણ બની શકે છે ! લ્યો બોલો એક જ મોબાઈલ નંબર પર સાડા સાત હજાર લોકોના કોરોના ટેસ્ટ કર્યાં

Pravin Makwana

વેક્સિંગ પછી તમને ખંજવાળ આવે કે બળતરા થાય છે? તો પછી આ ઉપાય કરો

Bansari

મુખ્યમંત્રીની ભલામણ: સમાજ અને જ્ઞાતિના આગેવાનો આગળ આવે, જ્યાં પણ સુવિધા હોય ત્યાં તાબડતોડ કોવિડ કેર ઉભા કરો

Pravin Makwana
Video-MW-gstv.in-Direct-RS-SLDR-GL
Do NOT follow this link or you will be banned from the site!