GSTV
Gujarat Government Advertisement

Coronavirus : દેશમાં COVID-19ની બીજી લહેરના સંકેતો, રાજ્યોના આંકડાઓએ વધારી ચિંતાઓ, 24 કલાકમાં 11 હજાર કેસ અને 100નાં મોત

Last Updated on February 17, 2021 by Pravin Makwana

ભારતમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા કેસની સંખ્યામાં ઉછાલો જોવા મળ્યો છે. જ્યાં ફેબ્રુઆરી મહિનામાં ચાર વાર સતત કોરોનાના નવા કેસ 10 હજારથી નીચે આવી રહ્યા હતા. તો વળી મંગળવારે 11,610 નવા કેસ સામે આવ્યા છે. એટલુ જ નહીં. આ દરમિયાન 100 લોકોએ કોરોનાના કારણે જીવ ખોવાનો વારો આવ્યો છે. જો કે, એ કહેવુ ઉતાવળીયુ હશે કે, ભારત કરોનાની નવી લહેર તરફ આગળ વધી રહ્યુ છે. પણ અમુક રાજ્યોમાં જે રીતે સંકેત દેખાઈ રહ્યા છે. તેનાથી તો એવું જ લાગે છે કે, ફરી એક વાર અમુક રાજ્યોમાં કોરોનાની લહેર જોવા મળી શકે છે.

ગુજરાત, મહારાષ્ટ્ર અને હરિયાણા જેવા અમુક રાજ્યોમાં કોરોનાની બીજી લહેરના સંકેત દેખાઈ રહ્યા છે. કોરોનાથી સૌથી વધારે પ્રભાવિત રાજ્યોમાં મહારાષ્ટ્રમાં ગત મહિનો સામાન્ય રહ્યો હતો. પણ 14 ફેબ્રુઆરીના રોજ અહીં 4092 નવા કેસ આવ્યા હતા. જે 6 જાન્યુઆરી બાદ સૌથી વધારે હતા. 6 જાન્યુઆરીના રોજ કોરોનાના અહીં 4382 કેસ આવ્યા હતા.

મુંબઈમાં વધી રહ્યા છે કોરોનાના કેસ

મુંબઈમાં છેલ્લા થોડાક દિવસની વાત કરીએ તો અહીં આવનારા કેસની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. ખાસ કરીને લોકલ ટ્રેન ચાલુ થયા બાદ મહારાષ્ટ્રમાં કેસો વધી રહ્યા છે. મંગળવારે અહીં 3663 નવા કેસ સામે આવ્યા હતા. તો વળી આ દરમિયાન 39 દર્દીઓના મોત પણ થયા છે.

હરિયાણામાં 100થી વધારે કેસ

હરિયાણામાં છેલ્લા થોડા સમયની વાત કરીએ તો, અહીં 100થી વધારે નવા કેસ સામે આવી રહ્યા છે. જો કે, 11 ફેબ્રુઆરીથી લગભગ દરરોજ 100થી વધારે નવા કેસ સામે આવી રહ્યા છે. આ તમામની વચ્ચે સ્વાસ્થ્ય અર્થશાસ્ત્રી રિઝો ઝોને કહ્યુ હતું કે, કેરલની સ્થિતીમાં સુધારો થઈ રહ્યો છે.

ઇન્દોરમાં છેલ્લા 24 કલાકમાં 89 નવા કેસ

ઈન્દૌરમાં મંગળવારે 89 કોરોના દર્દીઓ નોંધાયા હતા. ખાનગી કંપનીમાં કામ કરતા 105 કર્મચારીઓની તપાસ કરવામાં આવી હતી, જેમાંથી 26 કર્મચારીઓને કોરોનાનો ચેપ લાગ્યો હોવાનો ખુલાસો થયો હતો. જ્યારે 75 કર્મચારીઓના નમૂના લેવાના બાકી છે અને 26 કર્મચારીઓને ઘરે સારવાર માટે ઘરેથી અલગ કરી દેવાયા છે.

વધતા જતા કેસના ચિન્હો બીજી લહેરના સંકેત?

જાહેર આરોગ્ય શોધકર્તા ઓમન સી કુરિયને જણાવ્યું હતું કે, “કેટલાક રાજ્યોમાં દૈનિક કોરોનાના કેસો વધી રહ્યાં છે એ વાત સાચી પણ એને કોરોનાની બીજી લહેર ના કહી શકાય.” પરંતુ તે ચોક્કસપણે છે કે છેલ્લા અઠવાડિયામાં સક્રિય કેસોની સંખ્યા વધી છે અને આ ચિંતાનું કારણ છે ‘. જો કે, બધા નિષ્ણાતો એવું માનતા નથી કે દેશમાં કોરોનાની નવી લહેરની સંભાવના છે.

છેલ્લા 24 કલાકમાં કોરોના 11,610 નવા કેસ

આ જ સમયે, છેલ્લા 24 કલાકમાં ભારતમાં કોરોનાના કુલ 11,610 નવા કેસ નોંધાયા છે. આ કિસ્સાઓ સાથે, દેશભરમાં કોરોના દર્દીઓની સંખ્યા વધીને 1,09,37,320 થઈ ગઈ છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે બુધવારે સવારે આઠ વાગ્યે જાહેર કરેલા આંકડા મુજબ છેલ્લા 24 કલાકમાં 100 લોકોનાં મોત થયાં છે, ત્યારબાદ ચેપથી મૃત્યુ પામેલા લોકોની સંખ્યા વધીને 1,55,913 થઈ ગઈ છે.

કેરળમાં વધતા કોરોના સંક્રમણના કેસ વચ્ચે હવે કર્ણાટકમાં પણ કોરોના બલાસ્ટ થયો છે. અહીં એક જ કોલેજના 40 જેટલા વિદ્યાર્થીઓ અને એક એપાર્ટમેન્ટના 103 લોકો એક સાથે કોરોના સંક્રમિત થયા છે.

નર્સિંગના વિદ્યાર્થીઓ કોરોના પોઝિટિવ


બેંગ્લુરુના મંજુશ્રી કોલેજ ઓફ નર્સિંગના 210 વિદ્યાર્થીઓ માંથી 40 વિદ્યાર્થીઓ કોરોના પોઝિટિવ આવ્યા છે. તેમાંથી 18 વિદ્યાર્થીઓને વિક્ટોરિયા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. જયારે, બાકીના વિદ્યાર્થીઓને હોસ્ટેલમાં સેલ્ફ આઇસોલેશનમાં રાખવામાં આવ્યા છે. તેમાંથી મોટાભાગના વિદ્યાર્થીઓ કેરળના છે.

પાર્ટી કર્યા બાદ 103 લોકો થયા કોરોનાગ્રસ્ત


તો બીજી બાજુ, બેંગલુરુના એસએનએન રાજ લેકવ્યુ એપાર્ટમેન્ટના 103 લોકો પણ કોરોના પોઝિટિવ આયા છે. આ લોકોમાંથી 90 લોકોની ઉંમર 60 વર્ષથી વધુ છે. તાજેતરમાં જ એપાર્ટમેન્ટમાં એક પાર્ટી કરવામાં આવી હતી ત્યારબાદ આ લોકોના કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા હતા. જેમાં આ લોકોના કોરોના ટેસ્ટ પોઝિટિવ આવ્યા છે. બેંગલુરુ મહાનગરપાલિકા કમિશનરે આ વાતની જાણકારી આપી હતી. તેમણે જણાવ્યું છે કે આ દિશામાં જરૂરી પગલાં લેવામાં આવી રહ્યા છે.

કર્ણાટકમાં કેરળથી આવતા લોકો પર સખતાઈ


કોરોનાના નવા કેસ સામે આવ્યા બાદ કર્ણાટક દ્વારા કેરળથી આવતા જતા લોકો પર ઘણી કડકાઈ વધારી દીધી છે. રાજ્ય વહીવટી તંત્ર મુજબ કેરળથી કર્ણાટકની હોટલો, રિસોર્ટ, હોસ્ટેલ અને કોઈપણ આવાસ પર રોકનાર પાસે 72 કલાક પહેલાની કોરોના નેગેટિવની આરટી-પીસીઆર રિપોર્ટ હોવી જરૂરી છે.

કંપનીઓમાં કામ કરતા લોકોને પણ લાગુ પડશે નિયમો


કોરોના ટેસ્ટમાં પોઝિટિવ આવનાર લોકોને NIMHANS મોકલવામાં આવશે. કોવિડ નોડલ ઓફિસરની પરવાનગી વગર હોસ્ટેલ અને કોલેજમાં રહેનાર લોકોને તેમના સગાઓ સાથે મળવા નહિ દેવામાં આવે. સંબંધિત વિભાગોને કેરળથી કર્ણાટક આવેલા વિદ્યાર્થીઓનું લિસ્ટ તૈયાર રાખવું પડશે. આ જ નિયમો કંપનીઓ, આરડબલ્યુએ માટે પણ લાગુ કરવામાં આવશે

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

રસીકરણ/ રજીસ્ટ્રેશન માટે આ તારીખ સુધીમાં તૈયાર થઇ જશે કોવિન પોર્ટલ, જાણી લો કઇ-કઇ જાણકારીઓ ઉપલબ્ધ થશે

Bansari

કોરોનાનો કેર/ કેનેડા-યુકે પછી આ દેશે લાગવ્યો ભારત પર ટ્રાવેલ બેન, નિર્ણયથી આ રીતે પરેશાન થયા યાત્રીઓ

Damini Patel

મોટી દુર્ઘટના: રેલીંગ તોડીને પિકઅપ વાન ગંગામાં નદીમાં સમાઈ ગઈ, જોત જોતામાં 11 લોકો ડૂબી ગયા

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!