GSTV
World

Cases
7044422
Active
12826901
Recoverd
749358
Death
INDIA

Cases
653622
Active
1695982
Recoverd
47033
Death

ગુજરાતમાં કોરાના કાબૂમાં હોવાની આ છે વાસ્તવિકતા: રિકવરી રેટ રિવર્સમાં અને કેસોએ પકડી છે બુલેટ ટ્રેનની ગતિ

રાજ્યમાં ડિસ્ચાર્જ આપીને રિકવરી રેટને સફળતા ગણાવતી સરકાર એ પણ ન ભૂલે કે રાજ્યમાં એક્ટિવ કેસની સંખ્યા સતત વધી રહી છે. રાજ્યમાં 25 જૂન બાદ એક્ટિવ કેસની ટકાવારી સતત વધી રહી છે. રાજ્યમાં હાલ એક્ટિવ કેસની સંખ્યા 24 ટકા જેટલી છે. રાજ્યમાં હાલ એક્ટિવ કેસ 9111 છે. રાજ્યમાં 27 જૂન બાદ રિકવરી રેટમાં રિવર્સ ગતિ થઈ છે. કોરોના સંક્રમણના કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે એ હકિકત છે. સરકાર ભલે ડિસ્ચાર્જ આપી રિકવરી રેટમાં વધારો થયાનો સંતોષ લે પરંતુ રાજ્યમાં એક્ટિવ કેસની સંખ્યા 10 હજારની નજીક પહોંચી ગઈ એ પણ હકિકત છે. રાજ્યમાં લગભગ 24 ટકા જેટલા દર્દીઓ હજુ હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે.

રિકવરી રેટ 73 ટકાથી ઘટીને 71 ટકા થયો

રાજ્યમાં 27 જૂન બાદ રિકવરી રેટમાં રિવર્સ ગતિ થઈ છે. અને સામે કોરોના સંક્રમણના કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે એ હકિકત છે. રાજ્યમાં છેલ્લા 12 દિવસમાં જ 8261 જેટલા નવા કોરોના કેસ આવ્યા છે. જેની સામે 5275 લોકો સાજા પણ થયા છે. આ દરમિયાન 223 લોકોના કોરોનાને કારણે મોત પણ નિપજ્યા છે. રાજ્યમાં છેલ્લા આંક મુજબ રિકવરી રેટ 71 ટકા થયો છે. રિકવરી રેટ 73 ટકાથી ઘટીને 71 ટકા પર આવી ગયો છે. રાજ્યમાં સતત ડિસ્ચાર્જ વધવાને કારણે જૂન મહિનાની શરૂઆતમાં એક્ટિવ કેસ ફક્ત 4646 થઈ ગયા હતા. પરંતુ કોરોનાએ રોકેટ ગતિ પકડતાં એક્ટિવ કેસની ગતિ પણ વધી ગઈ છે. રાજ્યમાં કોરોનાના સતત નવા વધતા કેસ સામે સાજા થનારાની સંખ્યા ઘટતાં હાલ રિકવરી રેટમાં ઘટાડો થયો છે. રાજ્યમાં અત્યાર સુધી 38419થી વધુ લોકો સંક્રમિત થયા છે જેની સામે 27000 લોકો સાજા થયા છે. જ્યારે 2 હજાર લોકોના કોરોનાને કારણે મોત પણ નિપજ્યા છે.

9 દિવસથી રાજ્યમાં બની રહ્યા છે નવા રેકોર્ડ

રાજ્યમાં છેલ્લા 9 દિવસથી કોરોના સંક્રમણના સતત નવા રેકોર્ડ બની રહ્યા છે એ પણ હકિકત છે. રાજ્યમાં છેલ્લા 5 દિવસથી હવે 700 પ્લસ કેસ આવી રહ્યા છે. જૂન મહિનાની શરૂઆત પહેલાં રાજ્યમાં પૂરા 17 હજાર કેસ પણ નહોતા પરંતુ જૂન મહિનામાં મહામારીના કેસો વધ્યા તેનાથી વધારે કેસો જુલાઈમાં વધી રહ્યા છે. રાજ્યમાં જુલાઈ મહિનાની આજની સ્થિતિ મુજબ કોરોના મહામારીના કેસ 38 હજારને પાર થયો છે. રાજ્યમાં હવે કોરોના સંક્રમણના કેસો ફ્કત અમદાવાદ પૂરતા સીમિત ન રહેતાં જુદા જુદા જિલ્લાઓમાં રાફડો ફાટ્યો છે. સુરતમાં કોરોના મહામારીના છેલ્લા 8 દિવસમાં 2000 જેટલા નવા કેસ આવતાં કુલ મહામારીનો આંક 6731 ને પાર થયો છે. અમદાવાદ પણ 25 હજારની નજીક પહોંચી ગયું છે.

READ ALSO

Related posts

શ્રેય હોસ્પિટલમાં અગ્નિકાંડ બાદ અમદાવાદ મનપા ફાયર સેફટી, ફાયર એનઓસીને લઇને લઈ શકે છે મોટો નિર્ણય

Nilesh Jethva

બનાસકાંઠામાં એનડીઆરએફની ટીમ સ્ટેન્ડ બાય, અધિકારીઓને હેડ ક્વાર્ટર ન છોડવા આદેશ

Nilesh Jethva

વડોદરામાં બુટલેગરનો તલવારથી કેક કાપતો વીડિયો વાયરલ, દારુના બોટલના આકારની બનાવી હતી કેક

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!