ભારતમાં કોરોના સંક્રમણનો આંક 97 લાખની નજીક પહોંચી ગયો છે. જોકે, રાહતની વાત છે કે 91.39 લાખ થી વધુ કોરોના દર્દીઓ કોરોના વાયરસને મ્હાત આપી સાજા થઇ ચુક્યા છે, દેશમાં હવે કોરોનાના 4 લાખથી પણ ઓછા એક્ટિવ કેસ છે.

રિકવરી રેટ 94 ટકા થઇ વધુ
કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા મુજબ દેશમાં કોરોના દર્દીઓના સારા થવાનો રિકવરી રેટ 94%થી વધુ છે, તો ડેથ રેટ 1.45% છે. જુલાઈ બાદ ડિસેમ્બરમાં 4 લાખથી ઓછા એક્ટિવ કેસ રેકોર્ટ થયા છે.

આ રાજ્યોમાં 15 હજારથી ઓછા સક્રિય કેસ
આરોગ્ય મંત્રાલય ના જણાવ્યા નાનુસાર દેશના 27 રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાં કોરોનાના 15 હજારથી ઓછા એક્ટિવ કેસ છે. આ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાં મિઝોરમ, પુડ્ડુચેરી, સિક્કિમ, ત્રિપુરા, લદ્દાખ, આસામ, ઓડિશા, જમ્મુ અને કાશ્મીર, ઉત્તરાખંડ, બિહાર, આંધ્રપ્રદેશ, તેલંગાણા, ગોવા, પંજાબ, હિમાચલ પ્રદેશ, તામિલનાડુ, હરિયાણા, મધ્યપ્રદેશ અને ગુજરાત સામેલ છે.
દિલ્હીમાં છેલ્લા 6 મહિનામાં સૌથી ઓછો પોઝીટીવી રેટ
દિલ્હીમાં કોરોના કેસોમાં રાહતનો તબક્કો ચાલી રહ્યો છે. સોમવારે રાજધાનીમાં સતત બીજા દિવસે રિકવરી રેટ 94 %થી વધુ નોંધવામાં આવ્યો. તો છેલ્લા 24 કલાકમાં લગભગ 1674 દર્દીઓ નવા કેસ સામે આવ્યા. જ્યારે, 63 દર્દીઓના મોત થયા. દિલ્હી આરોગ્ય મંત્રાલયે જાહેર કરેલા આંકડા મુજબ, દિલ્હીમાં પોઝિટિવિટી દર 3.15% છે.
હરિયાણામાં અત્યારસુધીમાં 2600થી વધુના મોત
હરિયાણામાં કોરોના સંક્રમિત લોકોની સંખ્યા વધુને 2, 45, 288 થઇ ગઈ છે. તો, રહ્યમાં અત્યારસુધી 2611 કોરોના દર્દીઓના મોત થયા છે. હરિયાણામાં રિકવરી રેટ 93.99% છે.

મધ્યપ્રદેશમાં કોરોના સંક્રમણની સ્થિતિ
મધ્યપ્રદેશમાં કોરોના સંક્રમિત દર્દીઓની કુલ સંખ્યા 2,15,957 પર પહોંચી ગયા છે. રાજ્યમાં કોરોનાને કારણે મૃત્યુ પામનારની સંખ્યા વધીને 3347 થઇ ગઈ છે. રાજ્યના કુલ 2,15,957 સંક્રમિત લોકોમાંથી અત્યાર સુધીમાં 1,99,167 દર્દીઓએ કોરોનાને મહાત આપી છે.

ઝારખંડમાં અત્યારસુધીમાં 988 કોરોના દર્દીઓના મોત
ઝારખંડમાં કોરોનાથી મારનાર લોકોની સંખ્યા વધીને 988 થઇ ગઈ છે જયારે સંક્રમણના કુલ કેસની સંખ્યા વધીને 110457 થઇ ગઈ છે. સ્વાસ્થ્ય વિભાગ દ્વારા આપવામાં આવેલ જાણકારી મુજબ 107710 કોરોના દર્દીઓ સાજા થયા છે.
દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.
MUST READ:
- પાનના આ નુસખા અજમાવો, પૈસાનો વરસાદ થવા લાગશે, વાંચો પાનના કેટલાક ઉપાય
- જો તમારો જન્મ ઓક્ટોબરમાં થયો હોય તો કંઈક આવી રીતે હોય છે તમારું વ્યક્તિત્વ
- Flower/ બિહારમાં મહિલાઓ કરી કહી છે ફૂલોની ખેતી, જોત જોતામાં તો વધી ગઈ ઈનકમ
- અમદાવાદ / ઝોન 5 DCP દ્વારા 122 જેટલા પોલીસ કર્મચારીઓ સાથે રાખી NDPSની સ્પેશિયલ ડ્રાઈવ યોજાઈ, 6ની ધરપકડ
- જાણો આજનું તા.03.06.2023 શનિવારનું રાશિફળ, આજનું નક્ષત્રઃ વિશાખા