GSTV
Gujarat Government Advertisement

લગ્નમાં કોરોના સંક્રમિત વ્યક્તિ વરરાજા સાથે પડાવી રહ્યો હતો ફોટા, એક સાથે 30 લોકો થયા પોઝીટીવ

Last Updated on May 8, 2021 by Harshad Patel

કોરોના વાયરસની બીજી લહેર હાલ દેશમાં હાહાકાર મચાવી રહી છે, હોસ્પિટલથી લઈને શ્મશાન ઘાટ સુધી મરવાવાળા લોકની લાઈનો લાગી છે, તેમ છતાં પણ એનાથી અમુક લોકો લાપરવાહી રાખવામાંથી ઊંચા આવતા નથી. મધ્ય પ્રદેશના નિવાડીથી એક એવો જ મામલો સામે આવ્યો છે, જ્યાં એક યુવકની ભૂલથી આખા ગામને ભોગવવું પડ્યું.

ઘણાં લોકોની હાલત હજુ ગંભીર હોવાનું સામે આવ્યું

નિવાડી જિલ્લાના લુહરગુવા ગામનો એક યુવક કોરોના પોઝીટીવ આવ્યા પછી પણ આઠ દિવસ સુધી પોતાને છુપાવતો રહ્યો. એટલું જ નહિ ગામમાં લગ્ન થયાં હતા તેમાં પણ હાજર રહ્યો અને સાથે સાથે આખા ગામમાં પણ ફરતો રહ્યો. આ યુવકના લીધે ગામમાં ત્રણ ડઝનથી પણ વધારે લોકો હવે કોરોના વાયરસની ઝપેટમાં આવી ગયા છે. અને ઘણાની હાલત ગંભીર છે તેવું જાણવા મળી રહ્યું છે.

ત્રણ લોકો પર ગુનો દાખલ કરીને કાર્યવાહી ચાલુ કરી

જેવી આ મામલાની જાણકારી જિલ્લા પ્રશાસનને થઈ તો આખા ગામને રેડ ઝોન જાહેર કરીને સીલ કરી દેવામાં આવ્યું. હવે ગામમાં બહાર અને અંદર આવવા જવા પર સંપૂર્ણ રોક લગાવી દેવામાં આવી છે. પોલિસે ગામના મુખ્ય રસ્તાઓ પર બેરિકેટસ લગાવીને સખત પહેરો લગાવી દીધો છે. અને ગામમાં જાહેરાત કરાવી દીધી છે કે લોકો પોતાના ઘરોની અંદર જ રહો મહેરબાની કરીને બહાર ના નીકળો. આવી પરિસ્થિતિમાં સ્વાસ્થ્ય વિભાગમાં હડકંપ મચી ગયો છે. આ સમયે ડોક્ટરોની ટીમ ઘરે ઘરે જઈને લોકોના સ્વાસ્થ્યની તપાસ કરી રહી છે. તો પોલીસે સંક્રમણ ફેલાવવાવાળા યુવક સહિત ખાનગીમાં લગન કરાવનારા ત્રણ લોકો પર ગુનો દાખલ કરીને કાર્યવાહી ચાલુ કરી દીધી છે.

લગનની જાનમાં નાચ્યો અને ગામમાં રખડતો રહ્યો

આ ઘટના પૃથ્વીપુર પોલીસ સ્ટેશન ક્ષેત્રના લુહરગુવા ગામનો છે. જ્યાં ગામનો એક 24 વર્ષીય યુવકનો 27 એપ્રિલે કોરોના રિપોર્ટ પોઝીટીવ આવ્યો હતો. તે પછી  ના તો પોતે કોરેન્ટાઈન થયો કે ના તો ઘરમાં કોઈને જાણ પણ કરી. કોરોના સંક્રમિત યુવક ફક્ત ગામમાં બિન્દાસ ડર્યા વગર ફરતો રહ્યો ઉપરાંત ગામમાં 29 એપ્રિલે લગન સમારંભમાં ગયો. ત્યાં પંગતમાં લોકોને ભોજન પણ  પીરસવા લાગ્યો.  બીજા દિવસે જાનમાં પણ ગયો હતો. જાનમાં જોરશોરથી ડાન્સ પણ કર્યો. વરરાજા સાથે સ્ટેજ ઉપર જઈને ફોટા પડાવતો રહ્યો. લગનમાંથી પાછા આવ્યા પછી પણ ગામમાં જ ફરતો રહ્યો. આવી બેદરકારી પછી ગામમાં લોકોનું બીમાર થવાનું શરૂ થયું તો પછી તપાસ કરાવવા માટે લાઈનો લાગી અને બુધવાર સુધી તો 60 લોકોની તપાસ માં 30 લોકો સંક્રમિત મળી આવ્યા.

મુખ્ય રસ્તાઓ પર બેરીકેટસ લગાવીને સખત પહેરો બેસાડી દીધો

આ સમગ્ર  મામલામાં પોલીસનું કહેવું છે કે ગામમાં મુખ્ય રસ્તાઓ પર બેરીકેટસ લગાવીને સખત પહેરો બેસાડી દેવામાં આવ્યો છે. સાથે સાથે ગામમાં પણ જાહેરાત કરી દેવામાં આવી છે કે લોકો પોતાના ઘરની અંદર જ રહે. બહાર કોઈ ના નીકળે.   પોલીસે સંક્રમણ ફેલાવવા વાળા યુવક સાથે ત્રણ લોકો પર ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

ખુશખબર / કોરોના સામેની લડાઈમાં ભારતને મળશે વધુ એક વિદેશી હથિયાર, ફાઇઝરના CEOએ આપી મહત્વપૂર્ણ જાણકારી

Zainul Ansari

કોરોના: સરકાર દ્વારા ડેલ્ટા પ્લસને ‘વેરિએન્ટ ઓફ કન્સર્ન’ જાહેર કરાયો, દેશમાં 22 દર્દીઓ મળી આવ્યા

Vishvesh Dave

એલર્ટ / રાજ્યના 4 જળાશયો હાઈઅલર્ટ પર, 12 જિલ્લાઓમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!