GSTV

ભારતમાં કોરોના મહામારીની જબરદસ્ત અસર, આટલા વર્ષ ઘટી ગયો લોકોનો જીવન કાળ

કોરોના

Last Updated on October 23, 2021 by Damini Patel

ભારતમાં કોરોના મહામારીની જબરદસ્ત અસર થઇ છે. એનો એક પ્રભાવ દેશમાં રહેવા વાળા લોકોની ઉંમર પર પણ પડ્યો છે. ઇન્ટરનેશનલ ઇન્સ્ટિટ્યૂટ ફોર પોપ્યુલેશન સ્ટડીઝ(IIPS)ની એક સ્ટડી મુજબ, ભારતમાં કોરોનાના કારણે લોકોનો જીવન કાળ અથવા જીવન આયુષ્માન હવે લગભગ બે વર્ષ ઓછી થઇ ગયુ છે. રિસર્ચમાં કહેવામાં આવ્યું છે કે પુરુષનો જન્મ સમયથી લઇ જીવન કાળ 2019ના 69.5 વર્ષ એવરેજ ઘટીને 2020માં 67.5 વર્ષ રહી ગયુ છે. તો મહિલાઓમાં જીવન આયુષ્માન 2019ના 72 વર્ષથી ઘટીને 69.8 વર્ષ રહી ગયુ છે.

કોરોના

IIPSના સહાયક પ્રોફેસર સૂર્યકાન્ત યાદવે જણાવ્યું કે આ સ્ટડી બીએમસી પબ્લીક હેલ્થમાં ગુરુવારે પ્રકાશિત થઇ હતી. એમણે કહ્યું કે જન્મના સમયે જીવન આયુષ્માનનો મતલબ એ થયો કે કોઈ નવજાતની આજુબાજુની સ્થિતિઓ એમના ભવિષ્યમાં પણ નિરંતર રહે, તો એવરેજ એમની ઉમર કેટલા વર્ષ સુધી થઇ શકે છે. આ નવી સ્ટડીમાં મનુષ્યના જીવનકાળની અસમાનતા વધી પર પણ ગંભીર ધ્યાન આપવામાં આવ્યું છે.

કોરોના

એવું જાણવા મળ્યું છે કે કોરોનાથી સૌથી વધુ મૃત્યુ 35 થી 69 વર્ષની વય જૂથમાં થયા છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે 2020માં સામાન્ય વર્ષની સરખામણીમાં 35-79 વર્ષની વય જૂથમાં વધારાના મૃત્યુ થયા હતા. ભારતમાં આયુષ્યમાં ઘટાડાનું આ મુખ્ય કારણ છે.

Read Also

Related posts

કેપ્ટન અમરિંદર સિંહે ભાજપ સાથે કર્યું ગઠબંધન, જૂથવાદ અને નારજગીના કારણે શોધ્યો નવો વિકલ્પ

Zainul Ansari

ઈતિહાસ / 1885થી અત્યાર સુધી 64 એવી ઘટના બની જ્યારે કોંગ્રેસમાંથી અલગ થઈ નેતાઓએ બનાવ્યો પોતાનો અલગ પક્ષ, ઈન્દિરા ગાંધીએ પણ બે વખત છોડ્યો ‘હાથ’

Zainul Ansari

ગીર સોમનાથ / સફેદ માખીના રોગ સામે મળશે રક્ષણ: સુત્રપાડાના ખેડૂતે શોધ્યો રામબાણ ઈલાજ, નાળિયેરના ઉત્પાદનમાં પણ થશે વધારો

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!