GSTV
World

Cases
4732598
Active
6177082
Recoverd
543206
Death
INDIA

Cases
253287
Active
424433
Recoverd
19693
Death

મોદી સરકારને ઝટકો : દેશનો વિકાસ ડૂબ્યો, ચોથા ક્વાર્ટરમાં વિકાસદર 3.1 અને વાર્ષિક GDP 4.2 ટકા

કોરોના વાયરસ સંકટ વચ્ચે સ્ટેટેજીક મંત્રાલય દ્વારા નાણાકીય વર્ષ 2019-20માં GDP ગ્રોથરેટના આંકડા જાહેર કર્યા છે. નાણાકીય વર્ષ 2019-20માં ચોથા ત્રિમાસિક એટલે કે જાન્યુઆરીથી માર્ચ વચ્ચે GDP ગ્રોથ રેટ 3.1 ટકા રહ્યો છે. આ વર્ષે ફેબ્રુઆરી અને માર્ચમાં દેશની ઈકોનોમી પર કોરોનાની ખૂબ જ ગંભીર અસર પડી છે. આ કારણે પહેલાથી આ ક્વાર્ટરમાં GDP વૃદ્ધિ દરમાં તીવ્ર ઘટાડો થવાની ધારણા છે.ભારતે 2020માં શરૂઆત આર્થિક મોરચે ઓછી વૃદ્ધિ અનુમાનો સાથે કરી. મંથર ગતિવાળી જીડીપીની વૃદ્ધિ હતી. જેમાં કોરોના વાયરસ મહામારીએ સ્થિતિને વધારે નિરાશાજનક બનાવી છે.

ગત વર્ષે દરેક ક્વાર્ટર -ત્રિમાસિક જીડીપી દરમાં ઘટાડો રહ્યો

દેશના સંપૂર્ણ નાણાકીય વર્ષની વાત કરીએ તો GDP ગ્રોથ 4.2 ટકા રહ્યો. આ અગાઉ જાન્યુઆરીમાં સરકારે કહ્યું હતું કે નાણાકીય વર્ષ 2019-20નો જીડીપીનો વિકાસ દર 5 ટકા રહેવાનો અંદાજ છે. નાણાકીય વર્ષ 2019-20 ડિસેમ્બર ક્વાર્ટરમાં દેશનો GDP ગ્રોથ રેટ 4.7 ટકા પર આવી ગયો છે. આ સિવાય 2019-20ના પ્રથમ ત્રિમાસિક ગાળામાં જીડીપી વૃદ્ધિ દરમાં સુધારો કરીને 5.6 ટકા અને બીજા ક્વાર્ટરમાં 5.1 ટકા કરવામાં આવ્યો હતો. આ પહેલા નાણાકીય વર્ષ 2018-19ના પ્રથમ ક્વાર્ટરમાં જીડીપી વૃદ્ધિ દર 8 ટકા હતો, પરંતુ બીજા ક્વાર્ટરમાં તે ઘટીને 7 ટકા સુધી પાછો આવી ગયો હતો. એ જ રીતે ત્રીજા ક્વાર્ટરમાં જીડીપી ગ્રોથ રેટ ઘટીને 6.6 ટકા અને ચોથા ક્વાર્ટરમાં 5.8 ટકા હતો. આમ દરેક ક્વાર્ટર -ત્રિમાસિક જીડીપી દરમાં ઘટાડો રહ્યો છે.

ચીન

રાહત પેકેજથી જીડીપીને કોઈ જાતનો ફાયદો નહીં, રેટિંગ એજન્સીઓ

મહત્ત્વની વાત એ છે કે કોરોનાને કારણે આગળ પણ આ પરિસ્થિતિમાં વધુ સુધારો થાય તેવું લાગતું નથી. ભૂતકાળમાં ભારતીય રિઝર્વ બેંક (આરબીઆઈ) એ પણ સ્વીકાર્યું હતું કે નાણાકીય વર્ષ 2020-21 દરમિયાન દેશના તમામ ઘરેલુ ઉત્પાદનોમાં (જીડીપી) ગ્રોથરેટ નેગેટિવ રહેશે એટલે કે તેમાં ઘટાડો થશે. કોરોના સંકટને ધ્યાનમાં રાખીને મોદી સરકારે આશરે 20 લાખ કરોડ રૂપિયાના આર્થિક પેકેજની જાહેરાત કરી હતી. નાણામંત્રી નિર્મલા સીતારમન દ્વારા આ પેકેજની વિસ્તૃતિકરણ સાથે વિગતો દેશ સમક્ષ મુકવામાં આવી છે. પરંતુ તમામ રેટિંગ એજન્સીઓનું અનુમાન છે કે આ રાહત પેકેજથી જીડીપીને કોઈ જાતનો ફાયદો થાય તેવું લાગતું નથી.

8 મુખ્ય ઉદ્યોગો ધરાવતા કોર સેક્ટરના ઉત્પાદનમાં 38.1 ટકાનો ઘટાડો થયો

આ દરમિયાન એપ્રિલ મહિનાની કોર ઈન્ડસ્ટ્રીઝના આંકડા આવ્યા છે. 8 મુખ્ય ઉદ્યોગો ધરાવતા કોર સેક્ટરના ઉત્પાદનમાં 38.1 ટકાનો ઘટાડો થયો છે. માર્ચ 2020 માં, 8 મુખ્ય ક્ષેત્રોના ઉત્પાદનમાં 9 ટકાનો ઘટાડો થયો હતો. મુખ્ય ક્ષેત્રના ઉદ્યોગોમાં કોલસો, સિમેન્ટ, સ્ટીલ, કુદરતી ગેસ, રિફાઇનરીઓ, વીજળી, ખાતર અને ક્રૂડ તેલનો સમાવેશ થાય છે. કોરોના વાયરસના પ્રકોપથી આ ઉદ્યોગોના ઉત્પાદનમાં ખૂબ જ મોટા પ્રમાણમાં ઘટાડો થયો છે.

Read Also

Related posts

સસ્પેન્ડેડ DSP દેવિંદર સિંહ સહિત છ પર ચાર્જશિટ, સંવેદનશીલ માહિતી મેળવી રહ્યા હતા પાક.અધિકારીઓ

Pravin Makwana

છેલ્લા 24 કલાકમાં દેશમાં આવ્યા નવા 23 હજારથી વધુ કેસ, મૃત્યાંક પહોંચશે 20 હજારની નજીક

Pravin Makwana

દેશ પાસે માફી માગે મોદી: ચીનની પીછેહટ પર કોંગ્રેસે કર્યો ઘેરાવ, દેશની જનતાને સંબોધી સચ્ચાઈ બતાવે મોદી

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!