GSTV

મૂવી જોવા કે રેસ્ટોરન્ટમાં જમવા જવાનો પ્લાન બનાવતા પહેલાં આ ગાઈડલાઈન જાણી લેજો, કોરોના મહામારીમાં સરકારે લગાવ્યા આ પ્રતિબંધ

Last Updated on March 16, 2021 by Karan

મહારાષ્ટ્રમાં સોમવારે કોરોના વાયરસના 15051 નવા કેસ સામે આવ્યા. જેમાં રાજ્યમાં સંક્રમણના કુલ કેસ વધીને 2329464 સુધી પહોંચી ગયા. જ્યારે કે બીમારીથી 48 લોકોના મોત થયા છે. રાજ્યમાં આ મહામારીમાં જીવ ગુમાવનારા લોકોની સંખ્યા વધીને 52909 થઈ ગઈ છે. મુંબઈ શહેરમાં સંક્રમણના નવા 1713 કેસ સામે આવ્યા છે. જ્યારે પુણેમાં પણ 1122 નવા કેસ, ઔરંગાબાદમાં 657, નાગપુરમાં 2094 અને નાસિક શહેરમાં 671 કેસ સામે આવ્યા છે. કોરોનાના સતત વધતા કેસને લઈને મહારાષ્ટ્ર સરકારે નવી ગાઈડલાઈન જારી કરી છે. સરકારે કઈ વસ્તુઓ પર પ્રતિબંધ લગાવ્યા છે. તેના પર એક નજર કરીએ.

તમામ કાર્યલયો 31 માર્ચ સુધી અડધી ક્ષમતા સાથે કામ કરશે

મહારાષ્ટ્રમાં સિનેમાહોલ, રેસ્ટોરાં અને સ્વાસ્થ્ય તેમજ આવશ્યક સેવાઓને છોડીને તમામ કાર્યલયો 31 માર્ચ સુધી અડધી ક્ષમતા સાથે કામ કરશે. આ જાહેરાત રાજ્ય સરકારે સોમવારે કોવિડ-19 મહામારીને લઈને જ્યાં સુધી કેન્દ્ર સરકારની અધિસૂચના લાગુ છે. ત્યાં સુધી નિયમોનું ઉલ્લંઘન કરવા પર આ તમામને બંધ કરી દેવામાં આવશે.

જ્યાં સુધી કર્મચારીઓ વર્કફ્રોમ હોમ કરી શકતા હોય ત્યાં તેમ કરવામાં આવે

રાજ્ય સરકારે જારી કરેલા નિવેદનમાં કોઈને પણ માસ્ક વિના અથવા ટેમ્પરેચર ચેકિંગ કર્યા વિના પ્રવેશની મંજૂરી નહીં હોય. સિનેમા હોલ, હોટલ, કાર્યલયથી સુનિશ્ચિત કરાશે કે માસ્ક પહેરવાના નિયમ અને સોશ્યલ ડિસ્ટન્સિંગ બનાવી રાખવાના નિયમો ફરજિયાત લાગુ કરવા માટે પર્યાપ્ત માણસો છે. આ પાબંદીઓ શોપિંગ મોલમાં પણ લાગુ પડશે. જ્યાં સુધી કર્મચારીઓ વર્કફ્રોમ હોમ કરી શકતા હોય ત્યાં તેમ કરવામાં આવે. સામાજિક અને સાંસ્કૃતિક કાર્યક્રમોને મંજૂરી નહીં આપવામાં આવે. જ્યારે કે લગ્ન સમારોહમાં 50 ટકાથી વધારે લોકોને મંજૂરી નહીં હોય. અંતિમ સંસ્કારમાં 20થી વધુ લોકો શામેલ નહીં થાય.

સ્કૂલો અને કોલેજોને 31 માર્ચ સુધી બંધ રાખવાનો નિર્ણય લીધો

પુણે જિલ્લામાં કોરોના સંક્રમણ જોતાં જિલ્લા પ્રશાસને સ્કૂલો અને કોલેજોને 31 માર્ચ સુધી બંધ રાખવાનો નિર્ણય લીધો છે. આ સાથે જ હોટલ અને રેસ્ટોરાં ખોલવાના સમયમાં પણ કાપ મૂક્યો છે. પુણેમાં રાજનીતિક અને અન્ય સામાજીક કાર્યક્રમોમાં 50થી વધારે લોકો જમા થવા પર રોક લગાવી છે. આ નિયમનું ઉલ્લંઘન કરવા પર પોલિસ સખત કાર્યવાહી કરશે. તમામ ગાર્ડનો સાંજના બંધ રહેશે. સવારે મોર્નિંગ વોક માટે તેને ખોલવામાં આવશે. મોલ અને મલ્ટિપ્લેક્સ રાત્રે 11 વાગ્યા સુધી ચાલુ રહેશે.

હોટલોમાં બેઠકની 50 ટકા ક્ષમતા સાથે જ મંજૂરી હશે

પૂણેમાં નવી પાબંદી મુજબ સ્કૂલ કોલેજો 31 માર્ચ સુધી નહીં ખુલે. હોટલ રેસ્ટોરાં 10 વાગ્યા સુધી ખુલ્લી રહેશે. અને ઘર સુધી ખાવાનું પહોંચાડવાની સેવા રાત્રે 11 વાગ્યા સુધી ચાલુ રહેશે. હોટલોમાં બેઠકની 50 ટકા ક્ષમતા સાથે જ મંજૂરી હશે, જેમાં એક સમયે સૌથી વધુ કેટલા માણસો બેસી શકે તેની જાણકારીનું બોર્ડ લગાવવાનું રહેશે. રાત્રે 11થી સવારના 6 સુધી લોકોને રસ્તા પર કારણ વિના ફરવાની મંજૂરી નથી. નાગપુરમાં સખ્તાઈના નિયમો સાથે 1 અઠવાડિયાનું લોકડાઉન લગાવી દીધું છે. અને અધિકારીઓને નિયમોનું ઉલ્લંઘન કરનારાઓ પર કડક કાર્યવાહીના આદેશ આપ્યા છે. જિલ્લા પ્રશાસને રસ્તાઓ પર લોકોને અનાવશ્યક આવનજાવનની અનુમતિ નથી આપી.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

READ ALSO

Related posts

IPL 2021 / કાર્તિક ત્યાગીએ છેલ્લી ઓવરમાં બાજી પટલી, પંજાબે જીતેલી મેચ ગુમાવી: રાજસ્થાનની શાનદાર જીત

Zainul Ansari

VIDEO / પલકના ઝબકારે દીવાલ પર ચડી ગઈ આ ‘સ્પાઇડર ગર્લ’, વીડિયો જોઈ લોકો રહી ગયા દંગ: તમે જોયો કે નહીં?

Zainul Ansari

ભોજપુરી સિનેમા : એક સમયે 120 રૂપિયામાં હોટલમાં કામ કરતી હતી મોનાલિસા, આજે છે કરોડોની મલિક

Vishvesh Dave
Do NOT follow this link or you will be banned from the site!