GSTV
World

Cases
7044422
Active
12826901
Recoverd
749358
Death
INDIA

Cases
653622
Active
1695982
Recoverd
47033
Death

IIT દિલ્હીની નવી શોધ: કોરોનાના હાહાકાર વચ્ચે માત્ર 650 રૂપિયામાં થશે હવે Coronaની તપાસ

આઈઆઈટી દિલ્હીએ Corona ની તપાસ માટે એક નવી કીટ બનાવી છે. આ કીટ ઉત્તમ ગુણવત્તાની સાથે સાથે માત્ર 3 કલાકમાં કોરોનાનું ટેસ્ટિંગ કરી તેના પરિણામ દર્શાવે છે. સૌથી મહત્વની વાત તો એ છે કે એ આ ટેસ્ટિંગ કીટની કિંમત માત્ર 650 રૂપિયા છે. માનવ સંસાધન મંત્રી રમેશ પોખરિયાલ નિશંકે આ કીટનું ઓનલાઇન માધ્યમથી શુભારંભ કરાવ્યો હતો.

IIT Delhi Corona Testing Kit

પીએમ મોદીની અપીલને પડકાર તરીકે લીધી: નિશંકે

આ પ્રસંગે નિશંકે જણાવ્યું કે જયારે દુનિયા કોવિડ-19 મહામારી અચાનક આવી ત્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ઘણા નિર્ણય લેવામાં આવ્યા અને તેને રોકવા માટે કડક પગલાં લેવામાં આવ્યા, પ્રધાનમંત્રીએ ત્યારે જણાવ્યું હતું કે અમારા જવયુવાન સંકટના આ સમયમાં શું કરી શકે છ?, શું નવી કરી શકે છે, શું રસ્તો કાઢી શકે છે? પ્રધાનમંત્રીના શબ્દોને તમામ આઇઆઇટીએ એક પડકાર તરીકે સ્વિક કરી ઓછામાં ઓછા સમયમાં સંકલ્પ સાથે આના પર ડગ માંડ્યા,

માત્ર કલાકમાં Corona ટેસ્ટ કરતી કીટ બનાવાઈ

નિશંકેને કહ્યું છે કે, કોરોનાની તપાસ માટે દિલ્હીની આઇઆઈટીની આ કિટ માત્ર 3 જ કલાકમાં તપાસ કરીને અહેવાલ આપે છે. આ કિટને કારણે કોરોનાની તપાસ માટે ક્ષમતાઓ, ગુણવત્તાઓ અને વિશ્વસનિયતા વધી છે. આઈસીએમઆર દિલ્હીએ પણ આઈઆઈટીની આ કિટ ઉત્તમ હોવાનું પ્રમાણ આપી દીધું છે. તેમણે કહ્યું કે, આઇટી દિલ્હીએ એક કિટ તૈયાર કરી છે, જેથી ફક્ત ભારત જ નહીં માનવતાને ફાયદો થશે. તેમણે કહ્યું હતું કે તે ખૂબ જ સસ્તી છે અને આત્મનિર્ભર ભારતની દિશામાં અહમ પગલું છે. નિશંકે કહ્યું, છે કે નેતૃત્વ સારું હોય ત્યારે પરિણામ ઉત્તમ જ મળે છે. અમે આ સંઘર્ષમય સમયને અવસરમાં પલટવા માટે કૃત નિશ્વયી છીએ.

કોરોનાની કીટને ઝડપથી બજારમાં ઉપલબ્ધ કરાવવામાં આવશે

આઇઆઇટી દિલ્હી દ્વારા બનાવવામાં આવેલી કોરોનાની કીટને ઝડપથી બજારમાં ઉપલબ્ધ કરાવવામાં આવશે. તેના માટે આઇઆઈટી દિલ્હીએ ન્યુટેક મેડિકલ ડિવાઇસ નામની કંપની સાથે ભાગીદારી કરી છે. આ કંપનીની સહાયથી ઉચ્ચ સ્તરના કોરોના પરીક્ષણો અને નિર્માણ અને માર્કેટિંગ કરાશે. આ કોરોનાની તપાસમાં આરટીપીસીઆર કિટની કિંમત 399 જેટલી છે. જેમાં 250 રૂપિયા અન્ય પ્રક્રિયાઓ અને સહયોગી ઉપકરણો માટે લેવામાં આવશે.

સરકારી હોસ્પિટલોમાં મફત આપવામાં આવશે કીટ

આઇઆઇટી દિલ્હીના જણાવ્યા અનુસાર સરકારી હોસ્પિટલમાં આ કીટ મફતમાં આપવામાં આવશે. જેના કારણે કોરોનામાં સપડાયેલા લોકોની મફતમાં સારવાર થઈ શકે, કોરોનાની કીટને બજારમાં ઉતાર્યા પહેલાં ઘણા બધા પરિક્ષણો કરાયા છે. આ તમામ પરીક્ષણોમાં આ કીટ યોગ્ય પૂરવાર થવાની સાથે તેના સફળ પરિણામો મળ્યા છે. જેનું રિઝલ્ટ પણ 100 ટકા મળ્યું છે. હવે કોરોનાની તપાસ સસ્તી અને અધિક વિશ્વસનીયતા સાથે કરી શકાશે.

હાલની ટેસ્ટિંગ કીટ કરતા 4 ગણા ઓછા ભાવે મળશે

શરૂઆતમાં કોરોનાની તપાસ માટે 5000 રૂપિયાની રકમ વસૂલાતી હતી. જોકે, બાદમાં આ કિંમત અડધી કરી દેવાઈ હતી. હવે આઈઆઈટી દિલ્હી દ્વારા 4 ગણા ઓછા ભાવે કોરોનાની કીટ સામાન્ય પ્રજાને ઉપલબ્ધ કરાવાશે. કોરોનાની મહામારી વચ્ચે ભારત માટે આ સારા સમાચાર છે.

MUST READ:

Related posts

દિલ્હીમાં દીકરીની છેડતીનો વિરોધ કરનાર પિતાની કરાઈ કરપીણ હત્યા, સમગ્ર પરિવારને પણ માર્યો ઢોરમાર

pratik shah

રાજ્યમાં વરસાદનું જોર વધ્યું, NDRFની 13 ટીમને તૈનાત કરવામાં આવી

pratik shah

વિશ્વમાં છેલ્લા 24 કલાકમાં 2.85 લાખથી વધારે નવા પોઝીટીવ કેસ, 67 હજાર કેસ સાથે પ્રથમ નંબરે છે ભારત

Karan
Do NOT follow this link or you will be banned from the site!