GSTV

આપ કોરોના પોઝિટીવ છો અને ઘરે રહીને સારવાર લેવા માગો છો આ તમારા માટે છે ગાઈડલાઈન, પરિવારે પણ પાળવા પડશે નિયમો

ક્યાં લક્ષણો ધરાવતા વ્યક્તિએ હોમ બેઝ્ડ કોવિડ કેર લેવુ જોઈએ

 • જેને 100 ડિગ્રી ફેરનહિટ કે તે કરતા ઓછો તાવ હોય.
 • -જેને ગળામાં ખારાશ હોય, થાક લાગતો હોય અથવા માથુ દુખતું હોય
 • -રૂમ એર લેવલે શ્વાસ લેવામાં કોઈ તકલીફ પડતી ન હોય, રેસ્પિરેટરી રેટ 24 પ્રતિ મિનિટથી વધારે ન હોય અને SPO2 લેવલ 95 ટકા કરતા વધારે હોય.
 • -અન્ય કોઈ બિમારી જેવી કે, શ્વાસની તકલીફ, કીડનની બિમારી, હ્દયની બિમારી ન હોય
 • -બ્લડ પ્રેશર નોર્મલ હોય.

હોમ બેઝ્ડ કોવિડ રેપ માટેની પાત્રતા

 • -દર્દીમાં કોવિડાના સંક્રમણનું પ્રમાણ ખૂબ જ ઓછુ હોય, આવી દરેક વ્યક્તિ પાસે પોકાના ઘરમાં પોતાને આઈસોલેટ કરવાની તથા ઘરના અન્ય સભ્યને કોરન્ટાઈન કરવાની સુવિધઆ હોય.
 • -ઘરમાં આઈસોલેશન થાય ત્યારે દર્દીની સંભાળ લેનાર વ્યક્તિ 24*7 મળી રહે તે જરૂરી છે. વળી આ સંભાળ રાખનાર વ્યક્તિ સર્વેલન્સ મેડિકલ ઓફિસર ટીમ સાથે આઈસોલેશન પુરા સમય દરમિયાન સતત સંપર્કમાં રહી શકે તેની વ્યવસ્થા હોવી જરૂરી છે.
 • -આરોગ્ય સેતૂ એપ્લીકેશન મોબાઈલ ફોન પર ડાઉલોડ કરી તે બ્લૂટુથ અને જીપીએસ બંને બધા જ સમયે ચાલુ હાલતમાં રાખી શકતા હોય.
 • -દર્દીએ પોતાના આરોગ્યની દેખભાળ રાખવાની સહમતી સાથે નિયમીત રીતે પોતાના આરોગ્યની જાણકારી સર્વેલન્સ ટીમ અ ને જીલ્લા સર્વેલન્સ અધિકારીએ આપવાની રહેશે.
 • -દર્દીએ આ અંગે સ્વેચ્છાએ આઈલોશેન અંગેનું બાંહેધરી પત્રક ભરવાનું રહેશે. ઘરી અંદર કોરન્ટાઈનની માર્ગદર્શિકાનું પાલન કરવાનું રહેશે. આવા લોકો જ હોમ આઈલેશન માટે યોગ્ય ગણાશે.

દર્દી માટેની સૂચના

 • દર્દીએ પોતાના ચહેરા, નાક અથવા મોને સ્પર્શ કરવાનું ટાળવું.દર્દીએ હંમેશા ટ્રિપલ લેયર માસ્કનો ઉપયોગ જ કરવો. માસ્કના ઉપયોગના 8 કલાક બાદ અથવા માસ્ક ભીનું અથવા સ્ત્રાવ સાથે ગંદુ થાય તો તાત્કાલિક તેને બદલી નાખવું. માસ્કના ઉપયોગ બાદ તેનો નિકાલ કરવો અને માસ્કના નિકાલ બાદ હાથને સારી રીતે ધોઈ નાખવા.
 • માસ્કને 1 ટકા સોડિયમ હાઈપો-ક્લોરાઈડ સોલ્યુશનનો ઉપયોગ કરી જીવાણુનાશક કર્યા પછી જ નિકાલ કરવો.
 • હાથ ધોવા માટે ઓછામાં ઓછા 40 સેકન્ડ માટે સાબૂ અને પાણીનો ઉપયોગ કરવો, જો હાથ દેખીતી રીતે ખરાબ ન હોય તો આલ્કોહોલ આધારિત હેન્ડ રબનો ઉપયોગ કરી શકો છો.
 • સાબૂ અને પાણીનો ઉપયોગ કર્યા પછી સુકવવા માટે ટીસ્યુ પેપરનો ઉપયોગ કરવો.જો ટીસ્યુ પેપર ન હોય તો અલગ સ્વચ્છ કપડાનો ટુવાલનો ઉપયોગ કરવો જ્યારે તે ભીના થાય ત્યારે તેને બદલી નાખવા.
 • દર્દીએ ઘરમાં અલગ એકલા રૂમમાં જ રહેવું. ઘરના અન્ય લોકો ખાસ કરીને વડીલો તેમજ જેને બીપી, હ્દય રોગ, ડાયાબિટીશ, કીડનીની બિમારી વગેરે હોય તેવા લોકોથી દૂર રહેવું. જેથી તેઓને પણ સંક્રમણ ન લાગે.
 • દર્દીએ સંપૂર્ણ આરામ કરવો તથા આઈસોલેશન દરમિયાન ખૂબ જ પાણી પીવું. જેથી ડીહાઈડ્રેશન જેવી સ્થિતી સર્જાય નહીં. પર્યાપ્ત માત્રામાં હાઈડ્રેશન જાળવી રાખવા માટે વધારે પ્રમાણમાં પ્રવાહી પીવું.
 • દર્દીએ તબીબી અધિકારીઓએ આપેલી તમામ સૂચનાઓનું ખાસ પાલન કરવું. આપેલી દવાઓને નિયમીત રીતે લેવાની રહેશે.દર્દીએ નિયામક, આયુષની કચેરી ગાંધીનગર દ્વારા આપવામાં આવેલી માર્ગદર્શિકા પ્રમાણએ ડાયેલ પ્લાન મુજબ ખોરાક લેવાનો રહેશે
 • દર્દીએ તમામ સમયે કફ એટીક્યૂટસ કરવો, ગમે ત્યાં થુંકવુ નહીં.
 • દર્દીએ પોતાની વ્યક્તિગત વસ્તુ ગમે તેને ઉપયોગ કરવા આપવી નહીં.
 • દર્દી રૂમમાં જ્યાં પણ સ્પર્શ કરે ત્યાં જેમ કે, ટેબલ ટોપ, દરવાજાના હેન્ડલ, દરવાજાના લોક વગેરેને 1 ટકા સોડિયમ હાઈપોક્લોરાઈડ સોલ્યુશનથી સાફ કરવું.
 • આરોગ્ય ટીમ દ્વારા દિવસામં બે વાર મુલાકાત લઈને થર્મલ ગનથી તાપમાન તેમજ પલ્સ ઔઓક્સીમીટર મશીનથી માપવામાં આવશે. જો SPO2 સતત 95 ટકાથી ઓછુ આવે તો હોસ્પિટલ ખાતે રિફર કરવામાં આવશે.
 • દર્દી દ્વારા દિવસમાં બે વાર થર્મોમિટર દ્વારા તાપમાન માપવાનું રહેશે. થર્મોમિટર 1 મિનિટ માટે બગલમાં રાખી તાપમાન માપવું. તેમજ પલ્સ ઓક્સિમિટર મશીનથી SPO2 માપવાનું રહેશે. ચાર્ટમાં તેની નોંધ કરવી.

દર્દીએ નિયમીત રીતે તપાસ કરી જો નીચે મુજબના કોઈ પણ લક્ષણો જણાય તો તાત્કાલિક આરોગ્ય કર્માચરીનો સંપર્ક કરવો.

1 શ્વાસ લેવામાં તકલફી થાય અથવા મુશ્કેલી આવે,
2 છાતીમાં સતત દુખાવો અથવા દબાણ થતુ લાગે
3 માનસિક મુંઝવણ અથવા જાગૃત ન થઈ શકાય તેનુ ઘેન.
4 ચહેરો અને હોઠ ભૂરા થવા લાગે.
5 તાવ, કફ,શરદી, ઉધરલ, ગળામાં બળતરા, ઝાડા વગેરે..

દર્દીની સંભાળ રાખનાર વ્યક્તિ માટેની સૂચનાઓ

 • -પોતાના ચહેરા અથવા નાકને સ્પર્શ કરવાનું ટાળો,દર્દીના શરીરના પ્રવાહી, ખાસ કરીને થુક, મુખ અથવા શ્વાસન સ્ત્રાવ સાથે સીધો સંપર્ક ટાળવો. દર્દીની દેખભાળ વખતે ગ્લોવ્સ અને માસ્કનો ઉપયોગ કરવો.. ગ્લોવ્સ પહેર્યા પહેલા અને કાઢ્યા બાદ હાથની સ્વચ્છતાનું પાલન કરો.
 • -દર્દીની સારવાર વખતે રૂમમાં જતી વખતે ત્રિપલ લેયર માસ્ક પહેરવું. માસ્ક પહેર્યા બાદ માસ્કના આગાળના ભાગને સ્પર્શ કરવું નહીં. માસ્ક ભીનું અથવા ગંદૂ થયા બાદ તેને યોગ્ય રીતે નિકાલ કરવો. માસ્કના નિકાલ બાદ હાથને બરાબર ધોવા.
 • -બિમાર વ્યક્તિ અથવા નજીકના વિસ્તારમાં સંપર્કમાં આવ્યા બાદ હાથની સારામાં સારી રીતે સફાઈ કરવી.
  -દર્દીને રૂમમાં જ ખોરાક આપવો.
 • -દર્દીનો ખોરાક બનાવતી વખતે, ખોરાક બનાવ્યા બાદ, અથવા શોચાલયનો ઉપયોગ કર્યા બાદ સાબૂથી 40 સેકન્ડ સુધી હોથ ધોવા.
 • -દર્દીની નજીકની વસ્તુને ટચ કરવાનું ટાળો, જેમાં સિગારેટ, વાસણો, ડીશ, પીણા, વપરાયેલા ટુમાલ અથવા બેડમીટનો ઉપયોગ ટાળો.દર્દી નિયમીત રીતે દવાઓ લે છે કે નહીં તેની કાળજી ક રાખો
 • -દર્દીનું નિયમીત રીતે સ્વાસ્થ્યનું સર્વેક્ષણ કરવું. જો કોઈ પણ પ્રકારના લક્ષણો જણાય અથવા શરીરનું તાપમાન ઘટવા વધવા લાગે, તથા તાવ, ઉઘરસ, શ્વાસ લેવામાં તકલી જણાય તો આરોગ્ય કર્મચારીનો સંપર્ક કરો.

READ ALSO

Related posts

ભાજપે ડો. સંજયસિંહ, અગ્રવાલને લટકાવી દીધા, હવે ભારોભાર થતો હશે પસ્તાવો

pratik shah

વડાપ્રધાનને પણ શાંતિથી ઉંઘવા નથી દેતી મોંઘવારી, ઓછો પગાર હોવાના કારણે પદ છોડવાનું વિચારી રહ્યા છે PM

Pravin Makwana

જ્યોતિરાદિત્ય સિંધિયા : એમપીમાં પેટાચૂંટમી ટાણે જ ભાજપ અને સંઘ ટેન્શનમાં, એક પત્ર બન્યો કારણભૂત

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!