GSTV
Gujarat Government Advertisement

કોરોનાએ સ્થિતિ બગાડી / પ્રથમ લહેર દરમિયાન આટલા કરોડ લોકો ગરીબ થયા, મહિલાઓની સ્થિતિ પહેલાથી પણ ખરાબ

બેરોજગારી

Last Updated on May 6, 2021 by Bansari

ભારતમાં કોરોના વાઇરસ મહામારીની પ્રથમ લહેરે દેશની અર્થવ્યવસ્થાને ભારે નુકશાન પહોંચાડ્યું છે, સાથે જ કરોડો લોકો ગરીબીમાં જીવવા મજબૂર પણ થયા છે. અઝીમ પ્રેમજી યૂનિવર્સિટીએ તેમના તાજેતરના રિસર્ચ અંદાજમાં જણાવ્યું છે કે કોવિડ-19 સંકટ પ્રથમ લહેરમાં લગભગ 23 કરોડ લોકો ગરીબી રેખા નીચે જઇ ચુક્યા છે. હકીકતમાં ગત વર્ષે જ આર્થિક રિકવરી દરમિયાન લેબર માર્કેટમાં કઇ ખાસ ઉત્સાહ ના હતો. એવામાં આજીવિકા માટે વેતન પર આધાર રાખતા લોકોની સ્થિતિ વધુ કથળવા લાગી છે.

લોકડાઉન

ગત વર્ષે એપ્રિલ અને મે મહિના દરમિયાન ગરીબી શ્રેણીમાં આવતા પરિવારોમાંથી 20 ટકાનો આવકનો સ્ત્રોત ખતમ થઇ ગયો. અઝીમ પ્રેમજી યૂનિવર્સિટીએ 2021 માટે વર્કિંગ ઇન્ડિયાની સ્થિતિ પર જારી એક રિપોર્ટમાં આ વાત કહી છે. એવા લોકોની આવક ઓછી તો હતી અને હવે તેમની સ્થિતિ વધુ કથળી બની છે.

ગરીબી દરમાં વધારો

પરિણામ સ્વરૂપ, અંદાજે 23 કરોડ લોક દરરોજ 375 રૂપિયાથી ઓછીની કમાણી કરી રહ્યા છે. અનૂપ સતપથી કમેટીએ તેના રિપોર્ટમાં રાષ્ટ્રીય લઘુતમ વેતન માટે દરરોજ 375ની મર્યાદાની ભલામણ કરી છે. ગ્રામીણ વિસ્તારોમાં હવે ગરીબી દરમાં 15 ટકાનો વધારો થયો છે અને શહેરી વિસ્તારોમાં ગરીબી દરમાં 20 ટકાનો વધારો થયો છે.

આ રિપોર્ટમાં વધુમાં કહેવામાં આવ્યું છે કે જો 2020માં આ મહામારી ના હોત, તો 2019 અને 2020 વચ્ચે ગ્રામીણ અને શહેરી વિસ્તારમાં ગરીબી દર ક્રમશ: 5 ટકા અને 1.5 ટકા સુધી ઓછી થઇ ગઇ હોત. દેશભરમાં અંદાજે 5 કરોડ લોકો આ લઘુત્તમ મહેનતાણા માટે નક્કી કરવામાં આવેલી મર્યાદા ઊપર હોત.

ગરીબ લોકો વધુ ગરીબ થયા

રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે સરેરાશ 10 ટકા લોકોની આવકમાં 27 ટકાનો ઘટાડો થયો છે. જ્યારે નીચેના 40થી 50 ટકા લોકોની કમાણીમાં 23 ટકાનો ઘટાડો થયો છે. આવકના વર્ગમાં ટોચ પર રહેતા 10 ટકા લોકોની આવકમાં લગભગ 22 ટકા સુધી ઘટાડો થયો છે.

1.5 કરોડ લોકો નવા રોજગાર શોધવામાં અસમર્થ

રિપોર્ટમાં વધુમાં કહેવામાં આવ્યું છે કે ગત વર્ષે જૂન મહિનામાં રોજગાર મેળવવા અને આવક વધવાનો તબક્કો તો શરૂ થયો છે. પરંતુ તેમાં હજુ પણ સુધારો થવાની રાહ જોવાઇ રહી છે. હવે બીજી લહેરને કારણે સ્થિતિ વધુ વણસી રહી છે. એપ્રિલ-મે 2020ના લોકડાઉન દરમિયાન લગભગ 10 કરોડ લોકોએ તેમની નોકરી ગુમાવી દીધી હતી. 2020ના અંત સુધીમાં પણ લગભગ 1.5 કરોડ લોકો કમાણીના નવા સ્રોત શોધી શક્યા ન હતા.

જે રાજ્યોમાં કોરોના સંક્રમણના સૌથી વધુ કેસો સામે આવ્યા છે, તે રાજ્યોમાં વધુ લોકોએ તેમની નોકરી ગુમાવી છે. આર્થિક ગતિવિધિઓમાં ઘટાડો અને લોકડાઉન પછી અવર-જવર પર પ્રતિબંધની સ્થિતિમાં આવા લોકો સૌથી વધુ પરેશાન થયા.

મહિલા કામદાર પર સૌથી વધુ અસર

મહિલાઓ અને યુવા કામદારો માટે પરિસ્થિતિ સૌથી ખરાબ રહી છે. વર્ષના અંત સુધીમાં તેઓને ફરીથી રોજગાર શરૂ કરવામાં પડકારોનો સામનો કરવો પડ્યો છે. લોકડાઉન દરમિયાન અને ત્યાર પછીનાં મહિનાઓમાં 61 ટકા પુરુષોએ રોજગાર મેળવ્યો. માત્ર 7 ટકા લોકો પુરુષ જ એવા છે જેમણે રોજગારી ગુમાવી અને ફરી કામ પર પરત નથી ફર્યા. મહિલાઓની વાત કરીએ તો માત્ર 19 ટકા જ રોજગાર ચાલુ રાખી શકી છે. લગભગ 47 ટકા મહિલાઓ ફરીથી કામ પર પાછી ન આવી શકી.

Read Also

Gujarat Government Advertisement

Related posts

Maharashtra: કોરોના પછી નવી આપત્તિ! બે પ્રજાતિના ચામાચીડિયામાં મળ્યો નિપાહ વાયરસ

Vishvesh Dave

મોટા સમાચાર / જામનગર જીજી હોસ્પિટલ યૌન શોષણ કેસ: પોલીસે આખરે ફરિયાદ નોંધી, મુખ્ય આરોપી સહિત બેની ધરપકડ

Zainul Ansari

પ્રખ્યાત ડેટિંગ એપ્લિકેશન Bumbleએ બંધ કરી તેની ઓફિસ, વર્કર્સને આપ્યો 1 અઠવાડિયાનો Paid Break; જાણો આનું કારણ

Vishvesh Dave
Do NOT follow this link or you will be banned from the site!