GSTV
World

Cases
4695119
Active
5476311
Recoverd
516128
Death
INDIA

Cases
226947
Active
359860
Recoverd
17834
Death

કોરોના ભારતને 30 લાખ કરોડમાં ડૂબાડશે, ગુજરાતને પણ જશે 2.61 લાખ કરોડનો ફટકો, 5 રાજ્યોના નુક્સાનના આંક જોશો તો ફફડી જશો

દેશમાં કોરોના વાયરસના પ્રકોપ દિવસે-દિવસે વધી રહ્યો છે. સાથે જ રાષ્ટ્રીય અર્થવ્યવસ્થાને પણ ખૂબ જ મોટુ નુકસાન થઈ ગયુ છે. જણાવી દઈએ કે, કોરોનાના કારણે દેશની અર્થવ્યવસ્થાન લગભગ 30.3 લાખ કરોડ રૂપિયાનુ નુકસાન થયુ છે. જે કેન્દ્ર સરકાર દ્વારા જાહેર 20 લાખ કરોડ રૂપિયાના કોવિડ-19 રાહત પેકેજથી પણ 50 ટકાથી પણ વધારે છે. CBI Ecowrap દ્વારા એક તાજા રીપોર્ટમાં કહેવામાં આવ્યુ છે કે, અમે પ્રત્યેક રાજ્ય માટે GSDPમાં જિલ્લાવાર, ક્ષેત્રવાર નુકસાનનુ અનુમાન લગાવ્યુ અને જાણવા મળ્યુ કે, રાજ્યોમાં કોવિડ-19 ના કારણે કુલ GSDP નુ નુકાસન 30.3 લાખ કરોડ રૂપિયા છે જે કુલ GSDP ની સરખામણીમાં 13.5 ટકા છે.

આ રાજ્યોનુ GDP માં સૌથી વધારે યોગદાન

જોકે, તે મહત્વપૂર્ણ છે કે, અત્યાર સુધી કોરોના વાયરસના કારણે લાદવામાં આવેલ લોકડાઉનનો સમય કારણે બે મહિનાથી પણ વધારે સમય થઈ ગયો છે. જે કારણે નુકસાનનો કોઈ સત્તવાર અંદાજ ન હતો. રીપોર્ટમાં તે પણ કહેવામાં આવ્યુ છે કે, સૌથી વધારે કેસ ધરાવતા રાજ્યો જેવા કે, મહારાષ્ટ્ર, તમિલનાડુ અને ગુજરાત છે. જે રાજ્યોનુ GDPમાં સૌથી વધારે યોગદાન છે તેથી નુકસાનમાં પણ આ રાજ્યોનો મોટો ભાગ છે.

GDPમાં કુલ 75 ટકા ભાગ ધરાવે

રાજ્ય પ્રમાણે વિશ્લેષણ કરવાથી સંકેત મળે છે કે, દેશના મુખ્ય 10 રાજ્યો GDPમાં કુલ 75 ટકા ભાગ ધરાવે છે. ત્યારે કોવિડ-19 ના કારણે જે નુકસાન થયુ છે તેમાં મહારાષ્ટ્રમાં 15.6 ટકા એટલે કે, 4.72 કરોડ રૂપિયા, તમિલનાડુ 9.4 ટકા એટલે કે, 2.86 લાખ કરોડ રૂપિયા અને ગુજરાત 8.6 ટકા એટલે કે, 2.61 લાખ કરોડ રૂપિયા, ઉત્તરપ્રદેશ 8.3 ટકા એટલે કે, 2.53 લાખ કરોડ રૂપિયા અને કર્ણાટકમાં 6.7 ટકા એટલે કે, 2.02 લાખ કરોડ રૂપિયા થાય છે. SBIના મુખ્ય આર્થિક સલાહકાર સૌમ્ય કાંતિ ઘોષે કહ્યુ છે કે, આ ત્રણ રાજ્યમાં દેશમા સૌથી વધારે કોવિડ-19 મામલાઓની સંખ્યા છે.

દુનિયાનો 10મો સૌથી વધારે પ્રભાવિત દેશ

જોન હોપકિંસ યૂનિવર્સિટિના ડેટા ટ્રેકરના જણાવ્યા પ્રમાણે, ભારત ઈરાનને પાછળ મૂકીને કોરોનાથી સંક્રમિત દુનિયાનો 10મો સૌથી વધારે પ્રભાવિત દેશ બની ગયો છે. આંકડાઓ પ્રમાણે, ભારત અમેરિકા, રૂસ, બ્રિટેન, સ્પેન, ઈટલી, બ્રાઝીલ, જર્મની, તુર્કી અને ફ્રાંસ બાદ મહામારીથી સૌથી વધુ પ્રભાવિત થનાર દસમો દેશ છે. Ecowrap ની નવીનતમ રિપોર્ટ પ્રમાણે, નુકસાન રેડ ઝોન ક્ષેત્રમાં 50 ટકા છે અને જ્યાં ભારતના લગભગ બધા મોટા જિલ્લા સ્થિત છે અને ગ્રીન ઝોનમાં 80 ટકા વસ્તી
છે જે ગ્રામીણ વિસ્તારમાં સ્થિત છે જે બધી જ ગતિવિધિયો સાથે લગભગ ખુલી છે.

READ ALSO

Related posts

ATMની રાહતો હવે પૂરી : બેન્કો હવે આ બાબતે રૂ.5 થી 20 સુધીનો ચાર્જ વસૂલશે, જાણો આ છે નિયમો

Pravin Makwana

શિક્ષકો પાસેથી 900 કરોડ વસૂલશે યોગી સરકાર, આ છે સૌથી મોટુ કારણ

Pravin Makwana

પાનમ ડેમના 3 ગેટ 2 ફુટ ખોલી ૭ હજાર કયુસેક પાણી છોડાયું, ખેડૂતોમાં ખુશીની લહેર

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!