GSTV
India News ટોપ સ્ટોરી

બ્રિટનના પ્રિન્સ બાદ મલેશિયામાં હવે રાજવી પરિવારના મહેલ સુધી કોરોના પહોંચ્યો

કોરોનાએ અમીર-ગરીબ વચ્ચેના ભેદ મીટાવી દીધા છે. દુનિયાભરમાં સેલિબ્રિટીઝ અને ધનિકો પણ તેના એટલા જ શિકાર બની રહયા છે. મલેશિયામાં હવે રાજવી પરિવારના મહેલ સુધી કોરોના પહોંચી ચુક્યા છે. મહેલમાં કામ કરતા સાત કર્મચારીઓ કોરોના પોઝિટિવ હોવાનુ બહાર આવ્યા બાદ મલેશિયાના સુલતાન અબ્દુલ્લા સુલતાન અહેમદ શાહ અને તેમની પત્ની તુંકુ અજીજી અમીનાએ સેલ્ફ આઈસોલેશનમાં જવાનો નિર્ણય કર્યો છે.

મલેશિયામાં કોરોનાના કારણે 21 લોકોના મોત

મહેલમાં કામ કરતા સાત કર્મચારીઓને મંગળવારે તબિયત બગડતા હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. જ્યાં તેમનો કોરોના ટેસ્ટ નેગેટિવ આવ્યો હતો.તંત્ર તપાસ કરાવી રહ્યુ છે કે, કોરોના વાયરસ રાજમહેલ સુધી કેવી રીતે પહોંચ્યો છે. બીજી તરફ મહેલને સેનેટાઈઝ કરવાની કામગીરી શરુ કરવામાં આવી છે. મલેશિયામાં કોરોનાના કારણે 21 લોકોના મોત થયા છે અને 1796 લોકો તેના કારણે હોસ્પિટલમાં છે. મલેશિયામાં પણ 14 એપ્રિલ સુધી લોકડાઉન જાહેર કરાયું છે.

corona

19 હજાર 246 હજારને પાર થયો

સમગ્ર દુનિયામાં ખૂબ જ ઝડપથી ફેલાઈ રહેલા કોરોના વાયરસના કારણે કુલ મૃત્યુઆંક 19 હજાર 246 હજારને પાર થયો છે. ચાર લાખ ,27 હજારથી વધુ લોકો કોરોનાની ચપેટમાં આવી ગયા છે. કોરાનાના કારણે ભારતમાં 21 દિવસના લોકડાઉનનો આજે બીજો દિવસ છે. કોરોનાના કારણે ઈટાલીમાં કુલ મૃત્યુઆંક સાત હજારને પાર થયો છે. કોરોનાના કારણે ઈટાલી બાદ હવે સ્પેનમાં પણ મોતનો આંકડો સતત વધી રહ્યો છે અને સ્પેનમાં 738 લોકોના વધુ મોત થયા છે. જેથી સ્પેનમાં કોરોનાથી કુલ મૃત્યુઆંક ત્રણ હજાર ચારસોનો પાર થયો છે. ઈરાનમાં કોરોનાથી વધુ 143 લોકોના મોત થતા કુલ મૃત્યુઆંક 2077 સુધી પહોંચી ગયો છે. શ્રીલંકામાં કોરોના સંક્રમિત દર્દીઓની સંખ્યા 100ને પાર થઈ છે.

Related posts

આધારકાર્ડ મુદ્દે UIDAIએ જારી કરી અપડેટ, કરોડો લોકો પર થશે અસર

Hemal Vegda

અયોધ્યામાં વકફ બોર્ડની મિલકતોનો સર્વે ચાલુ, ગેરકાયદે કબજેદારો પર નજર!

GSTV Web Desk

શું 800 કરોડનું કૌભાંડ સરકારની મીલીભગત વગર શક્ય છે? વિપુલ ચૌધારી મુદ્દે શક્તિસિંહ ગોહિલના જોરદાર પ્રહાર  

Hemal Vegda
GSTV