GSTV
World

Cases
3069645
Active
2495388
Recoverd
365002
Death
INDIA

Cases
86422
Active
82370
Recoverd
4971
Death

થાઇરોઈડ હશે તો કોરોનાનો ખતરો વધશે, નવું સંશોધન ચિંતાજનક છે

Corona

જૂના રોગો હોય તેમને કોરોનો વધારે ઝડપથી ફેલાઈ શકે છે એ પ્રસ્થાપિત થઈ ગયા બાદ હવે કોરોનાના કારણે બીજા રોગો વધી શકે છે એ પ્રકારનું નવું સંશોધન લોકોની ચિંતા વધારનારું છે. કોરોના વાયરસ વિશે એક નવું સંશોધન બહાર આવ્યું છે, જે મુજબ, વાયરસ શરીરમાં થાઇરોઇડ સંબંધિત રોગ ‘સબએક્યુટ થાઇરોઇડિસ’ લાવવા માટે સક્ષમ છે. જર્નલ ઓફ ક્લિનિકલ એન્ડોક્રિનોલોજી અને મેટાબોલિઝમમાં પ્રકાશિત સંશોધન મુજબ, દર્દીને ગળાના દુખાવાની ફરિયાદ થઈ શકે છે.

સામાન્ય રીતે શ્વસન માર્ગના ચેપને કારણે કોરોના ફેલાય છે. કોરોના વાયરસ દર્દીઓમાં, શ્વાસ લેવાની સમસ્યા પણ દેખાય છે. જેમાં હવે થાઈરોઈડ સંબંધી રોગો આવી રહ્યાં છે.

Corona

સંશોધન મુજબ, આ રોગ વાયરલ ચેપ અથવા અગાઉના વાયરલ ચેપનું પરિણામ પણ હોઈ શકે છે. આ સિવાય અન્ય ઘણા વાયરસ પણ આ રોગને લગતા હોઈ શકે છે. વૈજ્ઞાનિકોએ સંશોધનમાં જણાવ્યું છે કે સાર્સ-કો.વી.-2 વાયરસને લીધે COVID-19 ગંભીર શ્વસન લક્ષણો સાથે એક રોગચાળા તરીકે ઉભરી આવ્યો છે, અને શરીરના અન્ય ભાગોને પણ અસર કરી શકે છે. આ નવું સંશોધન સમગ્ર દુનિયા માટે નવી આફત લાવે એવું બની શકે છે.

Related posts

અચાનક હજારોની સંખ્યામાં મરવા લાગ્યા ચામાચિડિયા, લોકોમાં ફેલાઈ રહ્યો છે આ ડર

Ankita Trada

Lockdownમાં એક્ટ્રેસે શૅર કર્યો Topless ફોટો, પોસ્ટ થતાંની સાથે ઈન્ટરનેટ પર મચી ગઈ ધૂમ

Mansi Patel

લોકડાઉન 5.0 : ગુજરાતમાં આ ટ્રસ્ટ હસ્તકના 40થી વધુ મંદીરો ખુલવાની શક્યતા

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!