દિલ્હીની રહેનારી આશાના પુત્રને વારંવાર હાથ, પગ ધોવાની આદત હતી. તે કોઈપણ સ્થળેથી ઘરમાં આવતો તો પહેલા તે હાથ અને પગ ધોવા માટે ચાલ્યો જતો હતો. તેની આ સમસ્યાને મહામુશ્કેલીએ છોડાવવી હતી. ત્યારે હવે કોરોના વાયરસના કાળમાં તેનામાં ફરી આવા લક્ષણો જોવા મળી રહ્યાં છે. કોરોના વાયરસના સમયમાં સાફ સફાઈ રાખવા અને વારંવાર હાથ ધોવા માટે કહેવામાં આવી રહ્યું છે કારણ કે તે વાઈરસ પોતાના શરીર સુધી ના પહોંચે. તેવામાં લોકો વારંવાર હાથ પણ ધોઈ રહ્યાં છે. જો તમને લાગવા લાગે કે દરેક ચીજવસ્તુમાં જર્મ્સ છે, વાયરસ છે. જે તમન નુકશાન પહોંચાડી શકે છે અને તમે વારંવાર હાથ ધોઈ રહ્યાં છો અને સફાઈ કરી રહ્યાં છો તો તે એક બિમારી છે. તેને કહે છે ઓબ્સેસિવ કંપલ્સિવ ડિસઓર્ડર.

શું છે ઓસીડી ?
ડોક્ટરનું કહેવું છે કે જે લોકોને ઓસીડીની સમસ્યા પહેલા જ છે તેનામાં કોરોના મહામારીના કારણે મુશ્કેલી વધારી દીધી છે. મેક્સ હોસ્પિટલમાં ગુંડગાવમાં મેંટલ હેલ્થ વિભાગના પ્રમુખ ડો. સમીર મલ્હોત્રા જણાવે છે કે, મગજની અંદ સિરોટોનીન નામનુ રસાયણ હોય છે. જ્યારે મગજમાં આ રસાયણ ઓછું થઈ જદાય ત્યારે અધુરાપણુ મહેસુસ થાય છે. કેટલીક વખત સાફ સફાઈને લઈને થાય છે તો તેમાં માણસ બહુ જ બચી બચીને ચાલે છે. તેને માનવામાં નથી આવતુ કે સફાઈ સારી રીતે થઈ ચુકી છે. એ સિવાય તે કલાકોસુધી તેમાં લાગ્યો રહે છે. જ્યારે હાથ તો કેટલીક સેકન્ડોમાં સારી રીતે સાફ થઈ જાય છે. કોવિડથી બચવા માટે 20 સેકન્ડ સુધી હાથ ધોવાનું કહેવામાં આવી રહ્યું છે.

ઓસીડીમાં લોકોમાં આ પ્રકારની આદતો આવે છે સામે
- વારંવાર હાથ ધોવુ
- ન્હાવામાં કલાકો કરવી
- આખો દિવસ સફાઈમાં લાગેલું રહેવું
- પોતાના ઉપર ભરોસો ન થવા ઉપર બીજાની પુષ્ટી કરાવવી, સફાઈ સારી રીતે થઈ છે કે નહીં

હાલાત થઈ શકે છે બદતર
ડોક્ટર સમીર જણાવે છે આ ડિસ ઓર્ડરના કાલણે લોકોની જિંદગી ગંભીર રીતે પ્રભાવિત થવા લાગે છે. કેટલાક લોકો ડિટરજન્ટના ફીણ કે કપડા ધોવાના સાબુથી ન્હાવા લાગે છે. તેને માનવામાં નથી આવતું કે રોજબરોજનો સાબુથી સફાઈ સારી રીતે નથી થઈ. જ્યારે આ સમસ્યામાં વધારો થાય ત્યારે તે માનસિક અને શારિરીક રીતે નુકશાનદાયક છે.

શું છે સારવાર ?
ડોક્ટર સમીરનું જણાવવું છે ઓસીડીની સારવાર જરૂરી છે. જેમાં દર્દીને દવાઓ આપવામાં આવે છે. સાથે જ દર્દીનું કાઉન્સેલીંગ અને બિહેવીયર થેરેપી દેવામાં આવે છએ. તેમને જે કામ વારંવાર કરવાની આદત છે તેને રોકવામાં આવે છે. આ સારવારથી તેની બિમારી ઠીક થઈ શકે છે.
- Amitabh-Jaya Anniversary/ પિતાની આ શરત પર કર્યા હતા લગ્ન, જણાવ્યું સફળ લગ્નજીવનનું રહસ્ય
- જાણો બાફેલા દેશી ચણા ખાવાના ફાયદા, દિવસમાં એક વખત ભોજનમાં કરો સામેલ
- તમાલપત્રની મદદથી દરેક મનોકામના પૂર્ણ થશે, આજે જ કરો આ ઉપાયો
- ઓડિશા રેલવે અકસ્માત / રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવ ઘટનાસ્થળે પહોંચીને માહિતી લીધી, જાણો વિપક્ષના સવાલ પર શું કહ્યું
- BSF / બોર્ડર સિક્યુરિટી ફોર્સમાં ભરતી માટે કઈ લાયકાત છે જરૂરી? ઉમેદવારની પસંદગી કેવી રીતે થાય છે?