GSTV

કોવિડ-19: યાત્રા-પર્યટન ક્ષેત્રમાં વૈશ્વિક સ્તરે 17.4 કરોડ નોકરીઓ જવાની શક્યતા, WTTCએ લગાવ્યો અંદાજો

કોવિડ-19 સંકટના કારણે વર્તમાનમાં પ્રતિબંધો લગાવવામાં આવ્યાં છે. તો આ વર્ષે વૈશ્વિક સ્તર પર યાત્રા અને પર્યટન ઉદ્યોગમાં 17.4 કરોડ રોજગારી જવાનું અનુમાન છે. વિશ્વ યાત્રા અને પર્યટન પરિષદ WTTCએ શુક્રવારે કહ્યું છે કે, આ પહેલા અનુમાન કરતા ઓછું છે. તેના કારણે ચીન અને અન્ય દેશોમાં ડોમેસ્ટિક પર્યટનમાં સુધારો થવાનો છે. પરિષદે જૂનમાં પર્યટન ક્ષેત્રે 19.7 કરોડ રોજગાર જવાનું અનુમાન લગાવવામાં આવ્યું હતું.

વૈશ્વિ જીડીપીમાં યોગદાન રહેશે ઓછું

પરિષદે કહ્યું કે યાત્રા પ્રતિબંધોના કારણે આ વર્ષે ક્ષેત્રનું વૈશ્વિક જીડીપીમાં યોગદાન 4700 અરબ ડોલરથી ઓછું થઈ શકે છે. જે પાછલા વર્ષની યોગદાનની તુલનામાં આ 53 ટકા ઘટી શકે છે. પરિષદના અધ્યક્ષ અને મુખ્ય કાર્યકારી અધિકારી ગ્લોરિયા ગુએવરાએ કહ્યું કે ક્ષેત્રની હાલત સુધરવામાં મોડુ થઈ શકે છે. ઘણી વધારે નોકરીઓ જઈ શકે છે. તે તેના પર નિર્ભર કરે છે કે પ્રવાસ પછી અલગ રહેતા લોકોની પરિસ્થિતિ કેટલી ઝડપથી બદલાય છે. તે જ સમયે મુસાફરી પહેલાં અને પછી, એરપોર્ટ પર કોવિડ -19ની તપાસ કેટલી સસ્તી છે.

વિશ્વમાં 4.58 કરોડ લોકો થયા સંક્રમિત, લાખોના મોત

વિશ્વમાં કોરોના વાયરસ મહામારીની કેસની સંખ્યામાં દિન પ્રતિદિન વધારો થઈ રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં વિશ્વમાં કુલ 5,48,856 નવા કેસો સામે આવ્યાં છે. તો 7157 દર્દીઓના મોત નીપજી ચુક્યાં છે. વિશ્વમાં અત્યારસુધઈમાં 4.58 કરોડ લોકો સંક્રમિત થઈ ચુક્યાં છે. તો 11 લાખ 93 હજારથી વધારેના મોત ચોપડે નોંધાઈ ચુક્યાં છે. અમેરિકામાં અત્યારસુધીમાં કુલ 59 લાખ 83 હજાર લોકો સ્વસ્થ થઈ ચુક્યાં છે. ભારતમાં કુલ 73 લાખ 71 હજાર લોકો સ્વસ્થ થયાં છે. તો બ્રાઝિલમાં 4 લાખ 96 હજાર લોકો, રશિયામાં 11 લાખ 86 હજાર લોકો અને ફ્રાંસમાં 1 લાખ 15 હજાર લોકો સ્વસ્થ થઈ ચુક્યાં છે.

Related posts

આણંદ તાલુકાના આ ગામની શાળાના 6-7 વર્ગને મર્જ કરવાનો નિર્ણય કરવામાં આવતા લોકોએ કરી તાળાબંધી

Nilesh Jethva

હળવદના દેવીપુરમાં કોરોનાના 35 કેસ નોંધાતા તંત્રમાં મચી દોડધામ

Nilesh Jethva

તાલાલા ગીરના આદિવાસી યુવાને અરુણાચલ પ્રદેશની સરહદે શહીદી વહોરી

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!