GSTV
India News ટોપ સ્ટોરી

કોરોના હારશે / આવતીકાલથી 15-18 વર્ષની વયના બાળકોને અપાશે રસી; અત્યાર સુધીમાં નોંધાયા 3.15 લાખ, જાણો પ્રક્રિયા

દેશમાં કોરોનાના વધતા જતા કેસોએ લોકોની ચિંતા વધારી દીધી છે. શનિવારે કુલ સક્રિય કેસ એક લાખને વટાવી ગયા. આવી સ્થિતિમાં, જોખમને ટાળવા માટે, સરકાર દ્વારા 3 જાન્યુઆરીથી 15-18 વર્ષના બાળકો માટે રસીકરણ અભિયાન શરૂ કરવાનું એક મહત્વપૂર્ણ પગલું માનવામાં આવે છે. દરમિયાન, બાળકોને રસી આપવા માટે કોવિન પોર્ટલ પર નોંધણીની પ્રક્રિયા શનિવારથી શરૂ થઈ હતી. કોરોના વાયરસના નવા પ્રકાર ઓમિક્રોનના ખતરાને ધ્યાનમાં રાખીને કેન્દ્ર સરકારે 3 જાન્યુઆરી એટલે કે સોમવારથી બાળકો માટે રસીના ડોઝ માટે માર્ગદર્શિકા પણ જારી કરી છે.

COVID-19 Vaccine For Children In India Know Important Details Of Kids  Vaccine

COWIN પોર્ટલ પર રજીસ્ટ્રેશન શરૂ

કેન્દ્રીય આરોગ્ય મંત્રી ડૉ. મનસુખ માંડવિયાએ ટ્વીટ કર્યું છે કે “બાળકો સુરક્ષિત છે, દેશનું ભવિષ્ય સુરક્ષિત છે! નવા વર્ષ નિમિત્તે, 15 થી 18 વર્ષની વયજૂથના બાળકોના રસીકરણ માટે COWIN પોર્ટલ પર રજીસ્ટ્રેશન શરૂ થઈ રહ્યુ છે.’ 

અત્યાર સુધીમાં 3.15 લાખ બાળકો થયા રજીસ્ટર

શનિવારે રાત્રે 11.30 વાગ્યા સુધીના કોવિનના ડેટા અનુસાર, 15-18 વર્ષના 3,15,416 બાળકોએ રજીસ્ટ્રેશન કરાવ્યું છે, જેમને આવતીકાલ એટલે કે સોમવારથી રસી આપવાનું શરૂ થશે.

બાળકોને આપવામાં આવશે માત્ર ‘Covaxin’ ના ડોઝ

કેન્દ્રીય આરોગ્ય સચિવે તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને જાણ કરી છે કે 15-18 વર્ષ વય જૂથ બાળકોને અત્યારે માત્ર ભારત બાયોટેક કંપની દ્વારા તૈયાર કરવામાં આવેલી ‘Covaxin’ ના ડોઝ આપવામાં આવશે.

10 કરોડ બાળકો રસીકરણ માટે પાત્ર

કેન્દ્ર સરકારના સત્તાવાર અંદાજ મુજબ 15-18 વર્ષની વય જૂથના અંદાજિત 10 કરોડ બાળકો રસીકરણ માટે પાત્ર છે.  

રસીકરણ કેન્દ્ર જઈને પણ સીધી કરાવી શકો છો નોંધણી

રસીકરણ કરાવવ બાળકોએ 1 જાન્યુઆરી, 2022 થી Co-WIN પોર્ટલ પર પોતાનું રજીસ્ટ્રેશન કરાવવું પડશે. આ ઉપરાંત, 3 જાન્યુઆરી, 2022 થી, તમે રસીકરણ કેન્દ્રની મુલાકાત લઈને પણ સીધા નોંધણી કરાવી શકો છો. 

વર્ષ 2007 કે તે પહેલા જન્મેલા બાળકોને જ આપવામાં આવશે રસી

સરકાર દ્વારા ઉંમર અંગે માહિતી આપવામાં આવી છે કે માત્ર વર્ષ 2007 કે તે પહેલા જન્મેલા બાળકોને જ આપવામાં આવશે રસી . આ રસી 15 વર્ષથી ઓછી ઉંમરના બાળકોને આપવામાં આવશે નહીં.

28 દિવસ પછી જ રસીનો બીજો ડોઝ મળશે

ભારત બાયોટેકની કોવાક્સીન બાળકોને આપવામાં આવશે અને બે ડોઝ વચ્ચે માત્ર 28 દિવસનો સમયગાળો રહેશે. જો કે, Covaxin નો બીજો ડોઝ પણ પુખ્ત વયના લોકોને 28 દિવસ પછી જ આપવામાં આવે છે. 

જાણો રજીસ્ટ્રેશનની પ્રક્રિયા

15-18 વર્ષની વયના બાળકો માટે રસીનો સ્લોટ બુક કરવા માટે, સૌપ્રથમ કો-વિન એપ પર નોંધણી કરાવવી પડશે. તમારે તમારા મોબાઈલ નંબરથી લોગીન કરવું પડશે. રસી બુક કરાવવા માટે બાળકનું ફોટો પ્રમાણપત્ર પણ જરૂરી રહેશે. આ પછી તમે સ્લોટ બુક કરી શકશો. જો નાના બાળકો પાસે મતદાર આઈડી જેવા દસ્તાવેજો નથી, તો આધાર કાર્ડનો ઉપયોગ કરવામાં આવશે. 

સ્કૂલ આઈડી કાર્ડથી પણ વેક્સિન સ્લોટ થશે બુક

આ સિવાય સ્કૂલ આઈડી કાર્ડથી પણ વેક્સિન સ્લોટ બુક કરી શકાશે .

માતા-પિતાનો મોબાઈલ નંબરનો કરી શકો છો ઉપયોગ

એવા બાળકો જેમની પાસે મોબાઈલ નથી તેઓ માતા-પિતાના મોબાઈલ નંબરથી રજીસ્ટ્રેશન કરાવી શકે છે. નિયમો અનુસાર એક મોબાઈલથી 4 લોકોનું રજીસ્ટ્રેશન થઈ શકે છે.

બાળકોને અડધો કલાક ઓબ્ઝર્વેશન હેઠળ રાખવામાં આવશે

કેન્દ્ર સરકાર દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર, 15-18 વર્ષની વય જૂથમાં રસીકરણ માટે નિર્ધારિત તમામ નિયમોનું પાલન કરવાનું રહેશે. રસીકરણની અસર જોવા માટે બાળકોને અડધા કલાક સુધી નિરીક્ષણ હેઠળ રાખવામાં આવશે.  

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અનેટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ તમારા મોબાઈલ પર તમામ સમાચારમેળવવા માટે અમારી Android App ડાઉનલોડકરો…

MUST READ:

Related posts

નીતિશ ના માન્યા / નીતિશને મનાવવા ભાજપે શાહને શરણે જવું પડ્યું, ડેમેજ કંટ્રોલ ન ફળ્યું

Hardik Hingu

મહારાષ્ટ્ર / એકનાથ શિંદે ફરી ભાજપ પર હાવી, રાઠોડ સામે ચિત્રાને વાંધો

Hardik Hingu

70 વર્ષની મહિલાએ બાળકને આપ્યો જન્મ, લગ્નના 54 વર્ષ પછી ઘરના આંગણામાં ખુશીઓ છલકાઈઃ 75 વર્ષે બન્યા બાપ બન્યાનો આનંદ

GSTV Web Desk
GSTV