GSTV
Gujarat Government Advertisement

ટૂંક સમયમાં બાળકો પણ થશે કોરોના વાયરસથી સુરક્ષિત: બાળકો માટે કોરોના રસીનું ટ્રાયલ ટૂંક સમયમાં, એક્સપર્ટ ટીમે કરી ભલામણ

Last Updated on May 12, 2021 by Pravin Makwana

ભારત બાયોટેક ટૂંક સમયમાં જ 2-18 વર્ષના બાળકો માટે વેક્સિન ટ્રાયલ શરૂ કરી શકે છે .ગત મંગળવારે એક્સપર્ટ પેનલે આ ઉંમરના બાળકો માટે ભારત બાયોટેકની વેક્સિનના બીજા અને ત્રીજા તબક્કા માટે ક્લિનિકલ ટ્રાયલ કરવાની ભલામણ કરી હતી. ખાસ વાત તો એ છે કે, ફાર્મા કંપનીએ થોડા સમય પહેલા આ ટ્રાયલને મંજૂરી માગી હતી. હાલમાં એક્સપર્ટ ચિંતા જતાવી રહ્યા છે કે, ત્રીજી લહેર સૌથી વધારે બાળકોને પ્રભાવિત કરશે.

રસી

સેંટ્રલ ડ્રગ્સ સ્ટેડર્ડ કંટ્રોલ ઓર્ગેનાઈઝેશન (CDSCO) ની સબ્જેક્ટ એક્સપર્ટ કમિટી એટલે કે, SEC એ મંગળવારે ક્લિનિકલ ટ્રાયલ્સની ભલામણ કરી હતી. હૈદરાબાદ સ્થિત ભારત બાયોટેકે 2થી 18 વર્ષના બાળકોને સુરક્ષા, પ્રભાવો અને રોગ પ્રતિરોધક ક્ષમતાની જાણકારી લેવા માટે ટ્રાયલ્સની મંજૂરી માગી હતી.ખબર એવી પણ આવી હતી કે, આ ટ્રાયલ દિલ્હી એઈમ્સ, એઈમ્સ પટના સહિટ કેટલીય જગ્યાએ 525 સબજેક્ટ પર કરવામાં આવી શકે છે.

સૂત્રોએ જણાવ્યુ હતું કે, ઉંડો વિચાર વિમર્શ કર્યા બાદ કમિટીએ 2થી 18 વર્ષના બાળકો માટે ફેઝ 2/3ની ટ્રાયલ કરવાની ભલામણ કરી હતી કે, કંપની સ્ટડીના ફેઝ 3 ટ્રાયલ શરૂ કરતા પહેલા CDSCO ને DSMB ભલામણો સાથે ફેઝ 2 ક્લીનિકલ ટ્રાયલ સેફ્ટી ડેમા જમા કરાવશે. આ અગાઉ કંપનીને 24 ફેબ્રુઆરીના રોજ આયોજીત થયેલી SEC ની મીટિંગમાં કંપનીને રિવાઈઝ્ડ ક્લીનિકલ ટ્રાયલ પ્રોટોકોોલ જમા કરવા માટે કહેવાયુ હતું.

ત્રીજી લહેરમાં બાળકો માટે જોખમ

દેશમાં કોરોના મહામારીની બીજી લહેર બેકાબૂ બનતી જઇ રહી છે. દરરોજ કોરોના સંક્રમિત દર્દીઓની સંખ્યા વધી રહી છે. એક તરફ જ્યાં દેશમાં કોરોનાની બીજી લહેરે કોહરામ મચાવી રાખ્યો છે, ત્યાં વિશેષજ્ઞોએ અત્યારથી જ ત્રીજી લહેરની આશંકા વ્યક્ત કરી છે. વિશેષજ્ઞો અનુસાર કોરોનાની ત્રીજી લહેર બાળકો માટે જીવલેણ સાબિત થઇ શકે છે. વિશેષજ્ઞો અનુસાર દેશમાં કોરોનાની પહેલી લહેર વૃદ્ધો માટે ખતરો બની હતી જ્યારે બીજી લહેર યુવાનો માટે ખતરનાક સાબિત થઇ હતી. વિશેષજ્ઞોનું માનવુ છે કે કોરોનાની ત્રીજી લહેર બાળકો માટે જીવલેણ સાબિત થઇ શકે છે. વિશેષજ્ઞોએ આશંકા વ્યક્ત કરી છે કે ભારતમાં કોરોનાની ત્રીજી લહેર સપ્ટેમ્બર સુધીમાં આવી શકે છે.  

કોરોના

કોરોનાની ત્રીજી લહેર બાળકો માટે ઘાતક સાબિત થઇ શકે છે

એક રિપોર્ટ અનુસાર, બાળ ચિકિત્સા અને સંક્રામક રોગોના વિશેષજ્ઞોનું કહેવુ છે કે કોરોનાની ત્રીજી લહેરને જોતા બાળકોના રસીકરણનો કાર્યક્રમ શરૂ કરી દેવો જોઇએ. જો સરકારે આ અંગે જલ્દી કોઇ પગલા ન લીધા તો કોરોનાની ત્રીજી લહેર બાળકો માટે ઘાતક સાબિત થઇ શકે છે. સંક્રામક રોગોનાના વિશેષજ્ઞનું કહેવુ છે કે, એવા સમયમાં જ્યારે કોરોનાની ત્રીજી લહેર વિશે આશંકા વ્યક્ત કરવામાં આવી છે, તેવામાં રસીકરણ ન થવાથી બાળકોમાં જોખમ વધી જશે. જણાવી દઇએ કે કોરોના વેક્સિનને આ સમયે કોરોનાથી બચવાનું સૌથી મોટુ હથિયાર માનવામાં આવી રહ્યું છે.

કોરોના

ત્રીજી લહેર આવી તો સૌથી વધુ ખતરો આ જ બાળકોને થશે

વિશેષજ્ઞોએ કહ્યું કે કોરોનાનું નવુ સંક્રમણ ભલે બાળકોમાં કોઇ પ્રકારની ગંભીર સમસ્યા પેદા ન કરી રહ્યું હોય, પરંતુ કોરોનાની બીજી લહેરમાં બાળકો બીમાર જરૂર પડી રહ્યાં છે. પહેલી લહેરની અપેક્ષાએ જી લહેરમાં મુંબઇ પુણે જેવા શહેરોમાં બાળકો વધુ સંક્રમિત થયા છે. તેવામાં જો ત્રીજી લહેર આવી તો સૌથી વધુ ખતરો આ જ બાળકોને થશે. તેવામાં આપણે હવે બાળકોને રસી આપવાની જરૂર છે.

દેશભરમાં કોરોનાનો કહેર

સ્વાસ્થ્ય મંત્રાલયે મંગળવારે જણાવ્યું હતું કે, દેશમાં લગભગ ૧૪ દિવસ પછી કોરોનાના દૈનિક કેસમાં ઘટાડાનો ટ્રેન્ડ જોવા મળ્યો છે. દેશમાં મંગળવારે કોરોનાના નવા કેસ ઘટીને ૩.૨૫ લાખ થયા હતા. આ સાથે કુલ કેસની સંખ્યા ૨.૩૩ કરોડને પાર થઈ હતી. ભારતમાં છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાના વધુ ૩,૬૭૮ દર્દીના મોત થયા હતા. આ સાથે કુલ મૃત્યુઆંક ૨.૫૩ લાખ થયો છે. દેશમાં છેલ્લા ૨૪ કલાકમાં એક્ટિવ કેસમાં પણ ૩૦ હજાર જેટલો ઘટાડો આવ્યો છે.

કોરોના

દેશમાં મંગળવારે કોરોનાના એક્ટિવ કેસ ઘટીને ૩૭.૦૫ લાખ થયા હતા, જે કુલ કેસના ૧૬.૧૬ ટકા જેટલા છે. દેશમાં છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાના ૩.૨૭ લાખથી વધુ દર્દી સાજા થયા છે. આ સાથે દેશમાં અત્યાર સુધીમાં કોરોનાના ૧.૯૩ કરોડથી વધુ દર્દીઓ સાજા થયા છે. કોરોનાનો રાષ્ટ્રીય રીકવરી દર પણ સુધીને ૮૨.૭૫ થયો છે જ્યારે મૃત્યુદર ૧.૦૯ ટકા છે.

દરમિયાન કેન્દ્ર સરકારે મંગળવારે જણાવ્યું હતું કે, કોરોનાના દૈનિક કેસ અને મોચના આંકડાઓમાં ઘટાડાનો પ્રારંભિક ટ્રેન્ડ દેશ માટે રાહતજનક છે. મહારાષ્ટ્ર, ઉત્તર પ્રદેશ, દિલ્હી, રાજસ્થાન, બિહાર, ગુજરાત અને તેલંગાણા સહિત ૧૮ રાજ્યોમાં કોરોનાના કેસમાં નોંધપાત્ર ઘટાડો આવ્યો છે.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

ભાજપ કાર્યકરો આપમાં જોડાઇ રહ્યાની સતત જાહેરાતો બાદ નેતાઓ થયા દોડતા, ભાજપના નેતાઓએ દાવાને નર્યુ જુઠ્ઠાણું ગણાવ્યું

pratik shah

નવી આફત / કોરોના વાઇરસના નવા વેરિએન્ટે વધાર્યું ટેન્શન, ભારત સહિત 9 દેશોમાં ફેલાઇ ચુક્યો છે મ્યુટેશન

Zainul Ansari

ઘાતક કોરોનાની બીજી લહેર હવે પડી ધીમી , છેલ્લા 24 કલાકમાં 135 કેસો નોંધાયા, આજ સાંજ સુધીમાં કુલ 4,53,300 વ્યક્તિઓનું થયું રસીકરણ

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!