GSTV
Gujarat Government Advertisement

મોટી રાહત / કોરોનાની બીજી લહેર વચ્ચે આવ્યા સારા સમાચાર, આ ભારતીય રસી યુકે-બ્રાઝિલ વરિઅન્ટ સામે અસરકારક

કોરોના

Last Updated on April 21, 2021 by Bansari

દેશમાં કોરોનાની બીજી લહેર વચ્ચે એક સારા સમાચાર સામે આવી રહ્યાં છે. ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચને પોતાના એક અભ્યાસમાં જાણવા મળ્યું છે કે, ભારતમાં બનેલી પ્રથમ સ્વદેશી કોરોના વેક્સિન કોવેક્સિન કોરોના વાઈરસના યુકે તથા બ્રાઝિલ વેરિએન્ટ ઉપરાંત ડબલ મ્યૂટેન્ટ વિરુદ્ધ અસરકારક છે.

કોરોના

દેશમાં કોરોનાની બીજી અને ઘાતક લહેર પાછળ ડબલ મ્યૂટેન્ટ વેરિએન્ટ જ જવાબદાર હોવાનું નિષ્ણાંતો માને છે. દેશમાં 1 મેનાં રોજથી 18 વર્ષ કે તેથી વધુ વયના તમામ લોકોને વેક્સિન આપવામાં આવશે. તે અગાઉ કોવેક્સિન અંગેના અભ્યાસના પરિણામથી કોરોના વાઈરસ સંક્રમણની ઘાતક લહેર પર નિયંત્રણ મેળવવાની આશા વધી છે.

રસી લેનારા લોકો પર કોરોનાનું જોખમ ઓછું

કોરોનાની વેક્સિન લીધી હોય તેવા કેટલાક લોકોમાં સંક્રમણના કેસ સામે આવી રહ્યા છે પરંતુ આવા મોટા ભાગના લોકોને હોસ્પિટલમાં દાખલ કરવાની જરૂર નથી પડી રહી. આવા લોકો પર વાયરસનો ખાસ કોઈ પ્રભાવ નથી જણાઈ રહ્યો. નિષ્ણાંતોના કહેવા પ્રમાણે વેક્સિનના પ્રભાવથી શરીરમાં રોગપ્રતિકારક ક્ષમતા વધુ રહે છે. આ કારણે વેક્સિન લીધી હોય તેમનામાં અન્ય દર્દીઓની સરખામણીએ ઓછા લક્ષણો જોવા મળે છે અને તેઓ જલ્દી સ્વસ્થ થઈ જાય છે.

જેમણે વેક્સિનનો એક અથવા બંને ડોઝ લઈ લીધા છે તેઓ અન્ય સંક્રમિતોની સરખામણીએ જલ્દી સાજા થઈ રહ્યા છે

દિલ્હીમાં અનેક એવા સંક્રમિતો છે જેમણે કોરોના વેક્સિનના બે અથવા સિંગલ ડોઝ લીધેલો છે. પરંતુ તફાવત એ છે કે, વેક્સિન ન લીધી હોય તેવા લોકોએ વધુ મુશ્કેલી વેઠવી પડે છે. તેઓ વધુ દિવસ સુધી સારવાર મેળવ્યા બાદ સ્વસ્થ થઈ શકે છે. પરંતુ જેમણે વેક્સિનનો એક અથવા બંને ડોઝ લઈ લીધા છે તેઓ અન્ય સંક્રમિતોની સરખામણીએ જલ્દી સાજા થઈ રહ્યા છે.

કોરોના

સફદરજંગ હોસ્પિટલના કોમ્યુનિટી મેડિસિન વિભાગના અધ્યક્ષ ડૉક્ટર જુગલ કિશોરના કહેવા પ્રમાણે વેક્સિન વિશે પહેલેથી જ કહી દેવામાં આવ્યું હતું કે, એવું જરૂરી નથી કે તેને લગાવ્યા બાદ લોકો સંક્રમિત નહીં થાય, પરંતુ સંપૂર્ણ વેક્સિનેટેડ થયા બાદ જે લોકો સંક્રમિત થઈ પણ રહ્યા છે તેમનામાં કોરોનાના ખૂબ જ હળવા લક્ષણો છે.

Read Also

Gujarat Government Advertisement

Related posts

પાંચ રાજ્યોમાં વાવાઝોડાની અસરનો ખતરો, ગુજરાત અને કેરળ માટે ઓરેન્જ અને રેડ એલર્ટ

pratik shah

રાહુલ ગાંધીનો આકરો પ્રહાર/ સમસ્યાનો વધારો કરી રહી છે ભારત સરકારની રસીકરણની નીતિ, જે ભારત સહન કરી શકે તેમ નથી

pratik shah

કુદરતી આફત/ વાવાઝોડાને લઈ ગૃહરાજ્ય મંત્રી એક્શનમાં, રાજ્યના પોલીસ વડા સહિત 14 જિલ્લાના કલેક્ટર સાથે લીધા મહત્વના નિર્ણયો

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!