દેશભરમાં શનિવારથી કોરોના સામે રસીકરણ અભિયાન શરૂ થઈ ગયું છે. અનેક રાજ્યોમાં સ્વાસ્થ્ય કર્મચારીઓને કોવેક્સિનની રસી અપાઈ હતી. કોવેક્સિનની અસરકારક્તા સામે અગાઉ સવાલો ઊભા થયા હતા અને અભિયાન શરૂ થતાં જ તેની અસર દેખાવા લાગી. હરિયાણામાં કોવેક્સિન રસી લીધા પછી બે મહિલાઓ બીમાર પડી ગઈ હતી જ્યારે દિલ્હીમાં આરએમએલ હોસ્પિટલના ડોક્ટરો કોવેક્સિન લેતા અચકાયા હતા.

કોવેક્સિનની અસરકારક્તા સામે અગાઉ સવાલો ઊભા થયા
દેશમાં રસીકરણ અભિયાનના ભાગરૂપે હરિયાણાના ગુરુગ્રામમાં ભારત બાયોટેક દ્વારા ઉત્પાદિત કોવેક્સિન રસી લીધા પછી બે મહિલાઓનું સ્વાસ્થ્ય કથળ્યું હતું. ડીપીએસજી પાલમ વિહારમાં બનેલા રસીકરણ કેન્દ્ર પર રસી લગાવ્યા પછી એક આંગણવાડી કાર્યકર આનંદલતાનું બ્લડ પ્રેશર વધતા તેને શ્વાસ લેવામાં તકલીફ થઈ હતી. નિરિક્ષણ દરમિયાન ડૉક્ટરોની ટીમે દવા આપ્યાના દોઢ કલાક પછી તેની તબિયત સારી થઈ હતી. બીજીબાજુ અન્ય એક આશા કાર્યકરને રસી લીધા પછી ગભરાટ થવા લાગ્યો હતો. જોકે, દવા આપ્યા પછી તે નોર્મલ થઈ ગઈ હતી. આ બંને મહિલાઓને કોવેક્સિન રસી અપાઈ હતી. કોવેક્સિન રસી આપતા પહેલાં સ્વાસ્થ્ય કર્મચારીઓ પાસે સંમતી પત્ર ભરાવાયું હતું.

નિરિક્ષણ દરમિયાન ડૉક્ટરોની ટીમે દવા આપ્યાના દોઢ કલાક પછી તેની તબિયત સારી થઈ
દરમિયાન દિલ્હીમાં રામમનોહર લોહિયા (આરએમએલ) હોસ્પિટલના ડોક્ટરોએ કોવેક્સિન લેવાનો ઈનકાર કરી દીધો હતો. આરએમએલના રેસિડેન્ટ ડોક્ટર્સ એસોસિએશને મેડિકલ સુપરીટેન્ડેન્ટને પત્ર લખીને તેમને માત્ર ઓક્સફર્ડ-એસ્ટ્રાજેનેકાની કોવિશિલ્ડ રસી આપવાની માગણી કરી હતી. ઓક્સફર્ડ-એસ્ટ્રાજેનેકાની રસીનું ઉત્પાદન ભારતની સીરમ ઈન્સ્ટિટયૂટ દ્વારા કરવામાં આવે છે. પત્રમાં રેસિડેન્ટ ડોક્ટરોએ કહ્યું કે આપણી હોસ્પિટલમાં કોવિશિલ્ડની જગ્યાએ કોવેક્સિનને પ્રાથમિક્તા અપાઈ રહી છે.

પરંતુ કોવેક્સિન અંગે રેસિડેન્ટ ડોક્ટરો ખચકાટ અનુભવી રહ્યા છે. આ રસીની ટ્રાયલ હજી પૂરી નથી થઈ. તેથી તેઓ મોટી સંખ્યામાં રસીકરણ અભિયાનમાં જોડાવા માગતા નથી. તેનાથી રસીકરણ અભિયાનને નુકસાન પહોંચી શકે છે. તેથી અમે અપીલ કરીએ છીએ કે અમને કોવિશિલ્ડ રસી આપવામાં આવે.
READ ALSO
- પ્રધાન કુંવરજી બાવળિયાએ પણ કર્યું મતદાન, મતદારોને કરી આ અપીલ
- ચૂંટણી પહેલા અસમમાં ભાજપને મોટો ઝટકો, મુખ્ય સહયોગી પાર્ટી છેડો ફાડી કોંગ્રેસ સાથે મેળવ્યો હાથ
- સૌરાષ્ટ્રના 61લાખથી વધુ મતદારો કરશે પાંચ હજાર ઉમેદવારોના ભાવિનો ફેંસલો, સાંજ સુધી ઈવીએમમાં કેદ થઈ જશે ભવિષ્ય
- કામની વાત/ માર્ચ મહિનાની આ તારીખોને અત્યારે જ નોંધી લો! આ કામ નહીં પતાવો તો દોડતા થઇ જશો
- ટીપ્સ/ જાપાનના લોકો આ ટ્રીકથી ઘટાડે છે પોતાનો વજન, ફરી ક્યારેય નહી થાય મોટાપાનો શિકાર