GSTV
Home » News » ઘરમાં એકલી જોઇને લીધો ગેરલાભ, હેવાને રક્ષાબંધન પર 16 વર્ષીય બહેનને પીંખી નાંખી

ઘરમાં એકલી જોઇને લીધો ગેરલાભ, હેવાને રક્ષાબંધન પર 16 વર્ષીય બહેનને પીંખી નાંખી

ઉત્તર પ્રદેશના કાનપુરમાં એક 16 વર્ષીય પિતરાઇ બહેન સાથે કથિતરૂપે રેપનો મામલો સામે આવ્યો છે. જણાવવામાં આવી રહ્યું છે કે રક્ષાબંધનના દિવસે કિશોરીની મા અન્ય પરિવારજનો સાથે પિયર ગઇ હતી. કિશોરીને ઘરમાં એકલી જાણીને પિતરાઇ ભાઇએ તકનો ગેરલાભ લીધો અને તેના પર બળાત્કાર ગુજાર્યો.

ઘટના બાદ કિશોરીએ તેના કાકાના પરિવારને ફરિયાદ કરી. પરંતુ કાકાના પરિવારે કિશોરીને જ દોષી ઠેરવી. તે બાદ રાતે કિશોરીએ ગળે ફાંસો ખાઇને આત્મહત્યા કરી લીધી.

પોલીસે કિશોરીના શબને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યુ છે. આરોપી યુવકની ધરપકડ માટે પ્રયાસો કરવામાં આવી રહ્યાં છે. આ ઘટના કાનપુર જિલ્લાના ધાર્મિક નગરી બિઠુરની છે.

મૃત કિશોરીના મામાએ જણાવ્યું કે આરોપીએ કિશોરીના સાબુ લાવવાના બહાને બોલાવી હતી. જ્યારે કિશોરી બાથરૂમમાં ગઇ તો ત્યાં જ આરોપીએ તેની સાથે બળાત્કાર ગુજાર્યો. આરોપી ઘટના સમયે નશામાં હતો.

પોલીસે જણાવ્યું કે આ મામલે અત્યાર સુધી પરિવારજનો તરફથી કોઇ લેખિત ફરિયાદ નથી મળી. પોસ્ટમોર્ટમ રિપોર્ટ બાદ કિશોરીના મોત સાથે સંબંધિત વધુ વિગતો સામે આવશે.

Read Also

Related posts

ઈલેક્ટ્રીક ડિવાઈસોમાં આ રીતે થાય છે સોનાનો ઉપયોગ

Dharika Jansari

બ્રિટનમાં દાક્તરની કરવા માગતા લોકો માટે ખુશ ખબર, હવે નહીં આપવી પડે આ બે પરિક્ષાઓ

Mayur

મુર્ખ પાકિસ્તાન : કોઈ પણ પેસેન્જર વિના ગગનમાં પ્રદક્ષિણા કરતાં પાક વિમાનો

Mayur
Do NOT follow this link or you will be banned from the site!