GSTV
Home » News » ટોચના ઉદ્યોગપતિ નેસ વાડિયા સામે આ અભિનેત્રીએ કરેલો છેડતીનો કેસ, જાણો વિગત

ટોચના ઉદ્યોગપતિ નેસ વાડિયા સામે આ અભિનેત્રીએ કરેલો છેડતીનો કેસ, જાણો વિગત

મુંબઈઃ મુંબઈ હાઈ કોર્ટે બુધવારે ઉદ્યોગપતિ નેસ વાડિયા દ્વારા દાખલ કરવામાં આવેલ અરજી પર અભિનેત્રી પ્રીતિ ઝિંટા પાસે જવાબ માગ્યો છે. જેમાં નેસ વાડિયા વિરૂદ્ધ દાખલ કરવામાં આવેલ છેડતીની અરજી રદ કરવાની માંગ કરી છે. અભિનેત્રીએ 2014માં પોતાની છેડતી કરી હોવાનો આરોપ નેસ વાડિયા પર લગાવ્યો હતો અને તેની વિરૂદ્ધ કેસ દાખલ કર્યો હતો.

નેસ વાડિયાના વકીલે કોર્ટમાં જણાવ્યું કે, બન્ને જૂની વાતોને ભૂલવા માંગે છે. વાડિયાના વકીલ આબાદ પોંડાએ કોર્ટમાં જણાવ્યું કે, વાડિયા જૂની વાતો ભુલવા માંગે છે. પ્રીતિ ઝિંટા હવે પરણીત છે અને પોતાના જીવનમાં આગળ વધી ગઈ છે. બન્ને હવે આઈપીઓલમાં ખેલાડીઓની હરાજી દરમિયાન ટેબલ પર એક સાથે બેસે છે.

જજ આર એમ સાવંત અને રેવતી મોહિતે-દેરેની બેન્ચે ફરિયાદી (ઝિંટા)ને અરજી પર પોતાનો પક્ષ રાખવાની માગ કરી છે અને આ કેસમાં આગામી સુનાવણી 20 ઓગસ્ટના રોજ થશે. આ ઘટના મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં 30 મે 2014ના રોજ આઈપીએલ દરમિયાન ઘટી હતી. ઝિંટા અને વાડિયા કિંગ્સ ઇલેવન પંજાબ આઈપીએલ ટીમના સહ માલિક છે.

Related posts

આડેધડ વિટામિન્સની ગોળીઓ લેવી પડશે ભારે, થઇ શકે છે કેન્સર જેવી ગંભીર બિમારી

Bansari

કોઇપણ કામમાં અડચણો આવતી હોય તો ધારણ કરી લો આ રત્ન, જાણો તેની ખાસિયત

Bansari

રાજ્ય મહેસુલ કર્મચારી મહામંળ દ્વારા તેમની પડતર માંગણીઓને લઈ સરકાર સામે ચઢાવી બાંયો

Path Shah
Do NOT follow this link or you will be banned from the site!