દિલ્હીની એક કોર્ટે એનએસઈ કો-લોકેશન કેસમાં સંડોવાયેલ એનએસઈના ભૂતપૂર્વ એમડી અને સીઈઓ ચિત્રા રામકૃષ્ણની જામની અરજી પર બે સપ્તાહમાં સીબીઆઈને જવાબ આપવા જણાવ્યું છે. વિશેષ ન્યાયાધીશ સંજીવ અગ્રવાલે આ અંગે સીબીઆઈને નોટિસ પાઠવી હતી અને ૮મી એપ્રિલ સુધીમાં ચિત્રાની જામીન અરજી પર જવાબ આપવા નિર્દેશ આપ્યા હતા.
એનએસઈના જીઓઓ અને કથિત ‘હિમાલયી યોગી’ આનંદ સુબ્રમણ્યનની જામીન અરજી કોર્ટે ગુરુવારે ફગાવી દીધી હતી. એનએસઈના પૂર્વ એમડી અને પૂર્વ સીઈઓ ચિત્રા રામકૃષ્ણે જામીન અરજીમાં દાવો કર્યો હતો કે એનએસઈના કો-લોકેશન કેસમાં હવે પૂછપરછ માટે ચિત્રાની જરૂર નથી, તેથી તેમને કેદ રાખવાનો કોઈ આશય પૂરો નહીં થાય. કોર્ટે ચિત્રાની આગોતરા જામીન નકારી કાઢ્યા પછી સીબીઆઈએ કો-લોકેશન કેસમાં ધરપકડ કરી હતી. હવે આ કેસમાં અદાલતે સીબીઆઈનો જવાબ માગ્યો છે.

એનએસઈના ભૂતપૂર્વ સીઈઓ ચિત્રા રામકૃષ્ણ પર પણ અનેક ગંભીર આરોપ છે. ચિત્રા રામકૃષ્ણ એપ્રિલ ૨૦૧૩થી ડિસેમ્બર ૨૦૧૬ સુધી એનએસઈનાં એમડી અને સીઈઓ હતાં. ચિત્રા પર હિમલાયન યોગીના ઈશારે એનએસઈનું સંચાલન કરવા અને સંવેદનશીલ માહિતી પૂરી પાડવાનો આરોપ છે.
એનએસઈ કો-લોકેશન કેસમાં વર્ષ ૨૦૧૮માં એફઆઈઆર નોંધાઈ હતી. હકીકતમાં એનએસઈના કેટલાક બ્રોકરોને એવી સુવિધા અપાઈ હતી, જેથી તેમને અન્યોની સરખામણીમાં શૅરોની કિંમતોની માહિતી થોડીક વહેલા મળી જતી હતી. તેનો લાભ ઉઠાવીને તેઓ ભારે નફો કરી રહ્યા હતા. તેનાથી સંભવતઃ એનએસઈના ડીમ્યુચ્યુલાઈઝેશન અને પારદર્શિતા આધારિત માળખાનો ભંગ થયો હતો. એનએસઈમાં શૅરોની ખરીદી-વેચાણમાં તેજીને ધ્યાનમાં રાખતા આ કૌભાંડની રકમ પાંચ વર્ષમાં ૫૦,૦૦૦ કરોડ રૂપિયા હોવાનો અંદાજ છે.
Read Also
- અમદાવાદ અને ગેટવિક વચ્ચે સીધી ફ્લાઇટ શરૂ, કેન્દ્રીય ઉડ્ડયન મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાએ કર્યું ઉદ્ઘાટન
- રાજકારણ / શરદ પવારની સલાહ પછી સાંસદ રાઉત રાહુલને સમજાવશે, સાવરકરના મુદ્દે રાહુલ ગાંધી સાથે કરશે ચર્ચા
- IPL 2023 / રોહિત શર્માની જગ્યાએ અમુક મેચોમાં સૂર્યકુમાર યાદવ સંભાળશે ટીમની કમાન, આ છે મોટું કારણ
- નોઈડામાં આંતરરાષ્ટ્રીય સ્તરનું ક્રિકેટ સ્ટેડિયમ બનાવવા મંજૂરી અપાઈ, 40000 દર્શકો માટે હશે બેઠક વ્યવસ્થા
- ભાવનગર / લોન આપવાના નામે અમેરિકાના નાગરિકો સાથે છેતરપિંડી કરનારા ત્રણ શખ્સોને પોલીસે ઝડપી પાડ્યા