દિલ્હી હાઈકોર્ટે આઈએનએક્સ મીડિયા કેસમાં જેલમાં બંધ કોંગ્રેસના વરિષ્ઠ નેતા પી. ચિદંબરમને કોઈ રાહત નથી આપી. કોર્ટે સોમવારે પૂર્વ નાણાં મંત્રીની જામીન અરજી નામંજૂર કરી હતી. આઈએનએક્સ મીડિયા કેસનો સામનો કરી રહેલા પૂર્વ નાણાં મંત્રી અને કોંગ્રેસના વરિષ્ઠ નેતા પી. ચિદંબરમ હાલ જેલમાં છે. દિલ્હી હાઈકોર્ટે સોમવારે તેમની જામીન અરજી ફગાવી દીધી હતી અને સીબીઆઈ દ્વારા ચિદંબરમને જામીન આપવાનો વિરોધ કરવામાં આવ્યો હતો.
આ ઉપરાંત કોર્ટે તે સાક્ષીઓને પ્રભાવિત કરી શકે છે તેવી સંભાવના પણ વ્યક્ત કરી હતી. તિહાડ જેલમાં બંધ ચિદંબરમની જામીન અરજી નામંજૂર થવાના કારણે તેમણે હજુ જેલમાં જ રહેવું પડશે. ગત 21 ઓગષ્ટના રોજ સીબીઆઈએ ચિદંબરમની ધરપકડ કરી હતી.
સીબીઆઈ અને ઈડીએ આઈએનએક્સ મીડિયાની પ્રમોટર ઈંદ્રાણી મુખર્જી અને તેના પતિ પીટર મુખર્જીના નિવેદનોના આધારે ચિદંબરને સકંજામાં લીધા હતા. 2007માં ચિદંબરમ નાણાં મંત્રી હતા તે સમયે તેમણે આઈએનએક્સ મીડિયા ગુ્રપને 305 કરોડ રૂપિયાનું વિદેશી ધન હાંસલ કરવા એફઆઈપીબીની મંજૂરી મેળવવામાં મદદ કરી હતી.
READ ALSO
- પાકિસ્તાન પર ચીનનું લગભગ 1.5 બિલિયન ડૉલરનું દેવું, ચીન આપી ખુલ્લી ધમકી
- માગશર અમાસે કરો આ કામ, માતા લક્ષ્મી વરસાવશે કૃપા
- મૂળાંક 5ની ખાસિયતો જાણીને તમને આશ્ચર્ય થશે, 5, 14 કે 23 તારીખે જન્મેલા લોકો હોય છે ખૂબ જ બુદ્ધિશાળી
- અમદાવાદમાં NCDCની રાષ્ટ્રીય કક્ષાની મિટિંગ યોજાઈ, દલિત ખ્રિસ્તીઓને SC સ્ટેટસ અપાવવા લડે છે લડત
- ભારત – સાઉથ આફ્રિકાની પ્રથમ ટી-20 મેચ વરસાદમાં ધોવાઈ