GSTV
Home » News » ACB ટ્રેપમાં ફસાયેલાં ACPને કોર્ટે આપ્યો ઝટકો, આગોતરા જામીન કર્યા નામંજૂર

ACB ટ્રેપમાં ફસાયેલાં ACPને કોર્ટે આપ્યો ઝટકો, આગોતરા જામીન કર્યા નામંજૂર

લાંચ કેસમાં ફસાયેલા ACP જે. એમ. ભરવાડને કોર્ટે ઝટકો આપ્યો છે.  કોર્ટે જે. એમ. ભરવાડના આગોતરા જામીન નામંજૂર કર્યા છે.  ACB ટ્રેપમાં ફસાયા બાદ જે. એમ. ભરવાડ ફરાર છે. જ્યારે કે અમદાવાદના સોલા પાસેથી તેમની કાર મળી હતી. જેમાં એસીપી ભરવાડની વર્દી મળી આવી હતી.

વાસ્તવમાં રાજકોટ જીલ્લાનાં જેતપુરમાં DySP ભરવાડ અને જેતપુર સીટી પોલીસ સ્ટેશનનાં કોન્સ્ટેબલ વિશાલ સોનારાને 8 લાખ રૂપિયાની લાંચ લેતાં અમદાવાદની ACB ટીમે ઝડપ્યા છે. હથિયારના ગુનામાં માર ન મારવા તેમજ વધારે પુછપરછ ન કરવા માટે બંને આરોપીઓ પાસેથી 10 લાખની લાંચની માંગણી કરવામાં આવી હતી. જેના અંતે 8 લાખ રૂપિયામાં વાયદો નક્કી કરાયો હતો.

ધોરાજી પાસે રાજકોટ પોરબંદર હાઈવે પર આવેલ આવકાર રેસ્ટોરન્ટ આગળની જાહેર જગ્યામાં બંને આરોપી DySP ભરવાડ અને કોન્સ્ટેબલ વિશાલ સોનારા લાંચ સ્વીકારતાની સાથે જ બંનેને ઝડપી પાડવામાં આવ્યા હતા. અમદાવાદ ACBના વી.એ. દેસાઈ અને મદદનીશ નિયામક એન.ડી. ચૌહાણ તથા ટીમ દ્વારા ટ્રેપ ગોઠવવામાં આવી હતી.

READ ALSO

Related posts

કેવડિયા ખાતે ઇન્ડિયા આઈડિયાઝ કોન્કલેવમાં ભાગ લેવા પહોંચ્યા આ રાષ્ટ્રીય નેતાઓ

Nilesh Jethva

ગુજરાતના મહેમાન બનેલા બોલિવૂડના આ જાણીતા સીંગરે દિલ્હી હિંસા મામલે આપ્યું નિવેદન

Nilesh Jethva

અમદવાદના બાપુનગર વિસ્તારમાં એક સાથે 20 દુકાનોમાં આગ લાગતા મચી અફરા તફરી

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!