GSTV
Gujarat Government Advertisement

ભાગેડુ નીરવ મોદીને મોટો ફટકો: આટલા કરોડની સંપત્તિ જપ્ત કરવાનો કોર્ટનો આદેશ

નીરવ

Last Updated on June 9, 2020 by Bansari

પંજાબ નેશનલ બેંકમાં 13 હજાર કરોડ રૂપિયાથી વધારેનો ગોટાળો કરી ફરાર થઈ જનારા ડાયમંડ કારોબારી ભાગેડૂ નીરવ મોદીને PMLAની વિશેષ કોર્ટે મોટો ઝટકો આપ્યો છે. પીએમએલએ કોર્ટે મની લોન્ડ્રિંગ કેસ હેઠળ નીરવ મોદીની સંપત્તિઓ જપ્ત કરવાનો આદેશ સરકારને આપ્યો છે. જપ્ત કરવામાં આવેલી સંપત્તિઓ પર હવે ભારતમાં રહેલી નીરવ મોદીની દરેક સંપત્તિ પર ભારત સરકારનો કબ્જો હશે.

ED દ્વારા કોર્ટમાં નીરવ મોદીની સંપત્તિ વિશે આપવામાં આવેલી જાણકારી પ્રમાણે નીરવ મોદીની મુંબઈ, દિલ્હી, જયપુર, અલીબાગ, સુરતમાં સંપત્તિ છે. લગભગ 1400 કરોડની સંપત્તિ પર ભારત સરકારનો અધિકાર હશે.

આ શહેરોમાં નીરવ મોદીના નામે ઘર, ફ્લેટ્સ, કરોડોના એપાર્ટમેન્ટ્સ, ઓફિસ અને અનેક પ્લોટ્સ સામે છે. આ પહેલા આ વર્ષે માર્ચ 2020માં EDએ નિરવ મોદીની ઘણી સંપત્તિઓ જપ્ત કરી હરાજી કરી હતી. જેમાંથી EDને લગભગ 51 કરોડ મળ્યા હતા.

Read Also

Gujarat Government Advertisement

Related posts

રાજ્યવ્યાપી દરોડા: ગર્ભપાતની કીટનું ગેરકાયદેસર રીતે થઈ રહ્યુ હતું ઓનલાઈન વેચાણ, કરોડોનો માલ થયો જપ્ત

Pravin Makwana

ચીનમાં 1500 વર્ષથી એક પહાડી પર લટકતું છે આ મંદિર, જાણો તેની પાછળનું કારણ

Vishvesh Dave

1 જુલાઈથી બદલાશે ચેક બુક સંબંધિત આ નિયમો, તમારા ખિસ્સા પર પડશે તેની સીધી અસર

Vishvesh Dave
Do NOT follow this link or you will be banned from the site!