GSTV

મહિલાઓનું યૌન શોષણ કરનાર આરોપીના જામીન મંજૂર કરવા બદલ કોર્ટે મૂકી ગજબ શરત, કરવી પડશે નાળાની સાફ સફાઇ

નાળા

Last Updated on September 25, 2021 by Bansari

બિહારની એક અદાલતે ગત મહિને નાળાની સાફ-સફાઇ અને દેખરેખ રાખવાની શરત પર મહિલાનું યૌન શોષણ કરનાર આરોપી એક વ્યક્તિના જામીન મંજૂર કર્યા. મધુબનીના ઝંઝારપુરના એડિશનલ સેશન્સ જજ અવિનાશ કુમારે અરજદારના વકીલના નિવેદનને ધ્યાનમાં લેતા આ શરત મૂકી કે પોતાના ઘરની સામે સ્થિત નાળાની સફાઇ, દેખરેખ અને જાળવણી કરશે.

જામીન અરજી અરજદાર રુસ્તમ દ્વારા કરવામાં આવી હતી જે 24 એપ્રિલ 2021થી જેલમાં કેદ છે. આરોપી પર આઇપીસીની ધારા 341, ધારા 323, ધારા 308, ધારા 324 (સ્વેચ્છાએ ખતરનાક હથિયારો અથવા સાધનોથી ઇજા પહોંચાડવી), 354 બી (આક્રમણ કરવાના ઇરાદે મહિલા પર હુમલો અથવા આપરાધિક બળનો ઉપયોગ), 379 (ચોરી), ધારા 504, ધારા 506 (આપરાધિક ધમકી) સાથે જ ભારતીય દંડ સંહિતાની ધારા 34 અંતર્ગત કેસ નોંધવામાં આવ્યો છે.

શું છે સમગ્ર મામલો

FIRમાં આરોપ અનુસાર ફરિયાદકર્તા મોહમ્મદ અમજદનું કહેવુ છે કે 11 ઓગસ્ટ 2020ના રોજ પોતાની દિકરીના લગ્નના અવસરે આરોપી-અરજદારે કથિતરૂપે અનેક મહિલાઓનું યૌન શોષણ કર્યુ અને ફરિયાદ કરનાર પક્ષ પર કથિતરૂપે હુમલો કરીને મારપીટ કરી હતી. અરજદારના વકીલે રજૂઆત કરી કે તે પોતાના અધિકારના પૂર્વગ્રહ વિના પોતાની વાસ્તવિકતા રજૂ કરવા માટે કેટલીક સામાજિક સેવા કરવા માટે તૈયાર છે. તેથી એ.પી.પીના સૂચન પર અરજદારના વકીલે સહમતિ વ્યક્ત કરી કે અરજદાર પોતાના ઘરની સામે સ્થિત નાળાની સફાઇ, જાળવણી અને દેખરેખ રાખશે.

નાળા

કોર્ટે આવો આદેશ આપીને જામીન મંજૂર કર્યા

‘…તેને નીચલી અદાલતની સંતુષ્ટિ અનુસાર 10,000 રૂપિયાના બે જામીનદારો સાથે 10,000 રૂપિયાના જામીન બોન્ડ રજૂ કરવા પર જામીન પર મુક્ત કરવાનો નિર્દેશ આપવામાં આવે છે, આ શરત સાથે કે અરજદારના વકીલના નિવેદન અનુસાર અરજદાર પોતાના ઘરની સામે સ્થિત નાળાની સફાઇ, જાળવણી અને દેખરેખ રાખશે.’

Read Also

Related posts

UP Opinion Polls / ભાજપ અને સપા વચ્ચે જબરદસ્ત ટક્કર, કોણ મારશે બાજી? જાણો યુપીના 11 લાખ લોકોએ શું આપ્યો જવાબ

GSTV Web Desk

UP ચૂંટણી! શું ભાજપ આવશે કે જશે? મત વિસ્તારના લોકોનો રોષ જોઈને ભાગવું પડ્યું નેતાને! હાથ જોડીને કારમાં બેસીને થયા પલાયન

pratik shah

મોટી સફળતા/ ભારતમાં પશુઓ માટે કોરોનાની પહેલી વેક્સિન તૈયાર, જાણો ક્યારે માર્કેટમાં આવશે

Bansari
Do NOT follow this link or you will be banned from the site!