GSTV
Home » News » આ હૉટ એક્ટ્રેસ સાથે દારૂડિયા પતિએ કરી મારપીટ, સીધો કરવા કોર્ટે આપ્યું આવુ ફરમાન

આ હૉટ એક્ટ્રેસ સાથે દારૂડિયા પતિએ કરી મારપીટ, સીધો કરવા કોર્ટે આપ્યું આવુ ફરમાન

જાણીતી અભિનેત્રી અદિતી ગોવિત્રીકરની બહેન તથા ટીવી અને ફિલ્મ સ્ટાર આરઝૂ ગોવિત્રિકરના પતિ અભિનેતા સિદ્ધાર્થ સભરવાલ સામે મુંબઇ પોલીસની દાદર શાખાએ ડોમેસ્ટિક હિંસાનો કેસ નોંધ્યો હોવાની માહિતી મળી હતી.

આ કિસ્સો આમ તો છેલ્લા બે માસથી ચર્ચાતો રહ્યો છે. સિદ્ધાર્થને શરાબની ટેવ હોવાથી આરઝૂ વારંવાર એને રોકતી હતી કે બહુ શરાબ પીવો સારો નહીં. આટલી વાત પર થયેલી બોલાચાલી બાદ સિદ્ધાર્થે આરઝૂને બાથરૃમમાં ઘસડી લઇ જઇને મારપીટ કરી હતી. આરઝૂએ આ વાતની જાણ પોતાની બહેન અભિનેત્રી અદિતિ ગોવિત્રિકરને કરતાં અદિતિએ એને પોલીસ ફરિયાદ કરવાની સલાહ આપી હતી અને તદનુસાર બંને બહેનોએ પોલીસ ફરિયાદ કરી હતી.

સિદ્ધાર્થ પત્નીને થપ્પડ મારી રહ્યો છે એવી વિડિયો ક્લીપ પણ આરઝૂએ પોતાની ફરિયાદના સમર્થનમાં રજૂ કરી હતી. દાદર મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટે સિદ્ધાર્થને આરઝૂના ફ્લેટમાં પ્રવેશ કરવા પર પ્રતિબંધ ફરમાવ્યો હતો.

થોડા દિવસ પછી મામલો શાંત થતાં સિદ્ધાર્થ ફરી ઘરમાં આવ્યો હતો અને થોડા દિવસ બધું બરાબર ચાલ્યું હતું. ફરી એકવાર શરાબના મામલે બંને વચ્ચે બોલાચાલી થતાં સિદ્ધાર્થ ગુસ્સામાં પત્ની પર થૂંક્યો હતો. એ સામે આરઝૂએ નારાજી વ્યક્ત કરતાં ફરી આરઝૂના મોં પર થૂંક્યો હતો.

ત્યારબાદ ફરી મારપીટ શરૃ થતાં આરઝૂએ ઇન્ડિયન પીનલ કૉડની ૧૨૫મી કલમ હેઠળ ડોમેસ્ટિક વાયોલન્સનની ફરિયાદ પોલીસ સ્ટેશનમાં કરી હતી.

Read Also

Related posts

ભારતમાં બંધ થઈ રહ્યા છે પોપ્યુલર બ્રાન્ડનાં આ સિરીઝનાં ફોન, જાણો તે કયા છે ફોન

Path Shah

શું રવિ શાસ્ત્રી અને સપોર્ટ સ્ટાફને હટાવવાની તૈયારી થઈ રહી છે, બીસીસીઆઈએ આપ્યો આ સંકેત

Nilesh Jethva

મોનસુનમાં આ વસ્તુનુ ધ્યાન રાખશો તો રહેશો બીમારીઓથી દુર

Kaushik Bavishi
Do NOT follow this link or you will be banned from the site!