GSTV
India News Trending

માનહાનિ કેસ/ કોર્ટે ફરિયાદીને જ ફટકાર્યો દંડ, રાહુલ ગાંધીને આટલા રૂપિયા ચુકવવાનો આપ્યો આદેશ

રાહુલ

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS)ના એક નેતાએ રાહુલ ગાંધીને 1,000 રૂપિયા દંડ પેટે ચુકવવા પડશે. થાણેના ભિવંડીની એક કોર્ટે આ પ્રકારનો આદેશ આપ્યો છે. ન્યાયિક મેજિસ્ટ્રેટની કોર્ટે સંઘના નેતા રાજેશ કુંતેને આ દંડ ફટકાર્યો છે. કોર્ટે અગાઉ કુંતેને 500 રૂપિયાનો દંડ ફટકાર્યો હતો જે તેમણે હજુ સુધી નથી ભર્યો. કોર્ટમાં તે અંગે પણ ઉલ્લેખ થયો હતો.

રાહુલ

હવે આગામી 10 મેના રોજ કોર્ટમાં આ કેસ ચાલશે. મેજિસ્ટ્રેટે જણાવ્યું કે, આગામી તારીખે ફરિયાદકર્તાએ પુરાવા સાથે આવવું પડશે. હાલ ફરિયાદકર્તાએ આરોપી (રાહુલ ગાંધી)ને 1,000 રૂપિયા આપવા પડશે. રાહુલ ગાંધીના વકીલ નારાયણ અય્યરે જણાવ્યું કે, કોર્ટે સુનાવણી માટે આગામી 10 મેની તારીખ નિર્ધારિત કરી છે અને તે દિવસે ફરિયાદકર્તાની પુછપરછ કરવામાં આવશે.

કુંતેએ આજે તે કેસને સ્થગિત કરવા માટે અરજી કરી હતી જેને કોર્ટે ફગાવી દીધી હતી અને 1,000 રૂપિયાનો દંડ ફટકાર્યો હતો. અરજીકર્તાના વકીલે કહ્યું હતું કે, મેજિસ્ટ્રેટના ઓર્ડર સામેની તેમની રિટ પિટિશન બોમ્બે હાઈકોર્ટમાં પેન્ડિંગ છે માટે કેસને સ્થગિત કરવાની ભલામણ કરવામાં આવી છે.

રાહુલ

શું છે કેસ

વર્ષ 2014માં રાહુલ ગાંધીએ પોતાના ભાષણમાં મહાત્મા ગાંધીની હત્યા પાછળ RSSને જવાબદાર ઠેરવ્યું હતું. ત્યાર બાદ ભિવંડી કોર્ટમાં એક માનહાનિનો કેસ દાખલ થયો હતો. વર્ષ 2018માં રાહુલ ગાંધી પોતે કોર્ટ સમક્ષ હાજર થયા હતા અને તેમણે પોતાની જાતને નિર્દોષ ગણાવી હતી. જોકે કુંતેએ પોતાની અરજીમાં એવો દાવો કર્યો હતો કે, રાહુલ ગાંધીના આ નિવેદનના કારણે RSSની છબિ ખરડાઈ છે.

Read Also

Related posts

‘બળજબરીથી થતા ધર્માંતરણને રોકવા, બિલ તૈયાર કરવાનો કેન્દ્ર સરકારનો નિર્દેશ

Padma Patel

Weight Loss Tips: શું તમે પણ મૂંઝવણમાં રહો છો કે રોટલી ખાવાથી વજન વધે છે કે નહી? જાણો શું કહે છે નિષ્ણાંત

Kaushal Pancholi

સુકી ઉધરસ માટે રામબાણ ઈલાજ છે આ દાદીના આ નુસખા

Padma Patel
GSTV