GSTV
Home » News » મહેસાણા દૂધસાગર ડેરીના વિપુલ ચૌધરી સામે કોર્ટ લાલઘૂમ, 22 લોકોને ફટકાર્યો દંડ

મહેસાણા દૂધસાગર ડેરીના વિપુલ ચૌધરી સામે કોર્ટ લાલઘૂમ, 22 લોકોને ફટકાર્યો દંડ

મહેસાણા દૂધસાગર ડેરીના તત્કાલિન સત્તાધીશોને કોર્ટ દ્વારા 2 હજાર રૂપિયાનો દંડ કરવામાં આવ્યો છે. વિપુલ ચૌધરી સહિત 22ને મહેસાણા એડિશનલ ચીફ કોર્ટે રૂપિયા 2 હજારનો દંડ ફટકાર્યો છે. 22 કરોડ રૂપિયાના સાગરદાણ મહારાષ્ટ્રમાં દાન આપવા મામલે મહેસાણા કોર્ટમાં કેસ ચાલે છે. ડેરીના જનરલ મેનેજર નિશત બક્ષી સહિત 22 આરોપીઓ વારાફરથી ખોટી અરજી કરી કોર્ટને ગેરમાર્ગે દોરવા બદલ દંડ ફટકાર્યો હતો.

5 વર્ષથી આ કેસમાં વિપુલ ચૌધરી અને અન્ય 22 આરોપી યેનકેન પ્રકારે ચાર્જફ્રેમ અટકાવતા હતા. હાઇકોર્ટમાં સ્ટે નહીં હોવા છતાં અરજીમાં ખોટી વિગત દર્શાવાઇ હતી. જેથી કોર્ટના જજ પણ લાલઘૂમ થયા હતા. આગામી સમયમાં ચાર્જફ્રેમ કરવા અને આરોપીઓને હાજર થવા હુકમ કરાયો છે. આ કેસમાં સરકાર દ્વારા ખાસ સરકારી વકીલ વિજય બારોટની નિમણૂંક કરાઇ છે. વિજય બારોટની દલીલ આધારે કોર્ટે 2 હજારનો દંડ ફટકાર્યો હતો.

READ ALSO

Related posts

ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે જીવનમાં પહેલી વખત સેલ્ફી લીધી, સોશિયલ મીડિયા પર વાઈરલ

Mayur

ભારતમાં આ કંપની વેચી રહી છે સૌથી સસ્તા સ્માર્ટફોન, કિંમત જાણી ઉડી જશે હોશ

Dharika Jansari

આ કંપનીએ તેના કર્મચારીઓને આપ્યું 70 કરોડ રૂપિયાનું બોનસ, લાલ કવરમાં આપી સરપ્રાઇઝ

NIsha Patel
Do NOT follow this link or you will be banned from the site!