પોતાના વિવાદના કારણે ચર્ચામાં રહેતી અભિનેત્રી પાયલ રોહતગીને નહેરુ પર વિવાદિત નિવેદનના કારણે ધરપકડ બાદ જામીન મળી ગયા છે. ત્યારે તેણે પોતાના નિવેદન પર સ્પષ્ટતા આપી છે અને પોતાનો બચાવ કર્યો છે. તેણે કહ્યુ છે કે, તેમણે કરેલુ નહેરુ પરિવાર અંગેનું નિવેદન અંગત બાબત ન હતી. તે તેમના પોતાના વિચારો પણ ન હતા. નહેરુ પર વિવાદિત ટિપ્પણીને લઈને રાજસ્થાનની બૂંદીની પોલીસે તેમની અમદાવાદથી ધરપકડ કરી હતી.

21 સપ્ટેમ્બર 2019ના દિવસે પાયલ રોહતગીએ એક વીડિયો અને પોસ્ટ મુકી હતી. જેમાં પૂર્વ સ્વતંત્ર્ય સેનાની મોતીલાલ નેહરુ અને પૂર્વ પીએમ જવાહરલાલ નહેરુ તેમજ ઈંન્દિરા ગાંધીને લઈને વિવાદિત ટિપ્પણી કરી હતી. જેને લઈને પાયલ રોહતગી સામે સમાજસેવી અને યુથ કોંગ્રેસ નેતા ચર્મેશ શર્માએ ફરિયાદ નોંધાવી હતી. અમદાવાદથી તેની ધરપકડ થઈ હતી અને બાદમાં તેને કોર્ટમાંથી જામીન પણ મળી ગયા.પોતાની ધરપકડના અહેવાલ પણ તેણે ટ્વિટ કરીને આપ્યા હતા. તે સમયે તેણે સવાલ ઉઠાવતા લખ્યુ હતુ કે શું અભિવ્યક્તિની આઝાદી એક મજાક છે.

READ ALSO
- કોરોના સંક્રમણ અટકાવવા નવી ટેક્નિક, airport પર ભીડ વધતા જ વાગવા લાગશે અલાર્મ
- આ કારણે કપિલ શર્માથી ક્યારેય નારાજ ના હોઈ શકે સુનીલ ગ્રોવર, કોમેડી કિંગ અંગે કહ્યું કે- ‘કપ્પુ એવો માણસ છે કે…’
- હાર્યા બાદનું ડહાપણ/ ઓસ્ટ્રેલિયન કોચને લાગ્યો મોટો ઝાટકો, કહ્યું- ટીમ ઈન્ડિયાને હવે ક્યારેય હળવાશમાં નહીં લઈએ
- ઘરેલૂ ઉપાય/ નખની આજૂબાજૂમાં ઉખડતી ચામડીથી હવે પરેશાન થવાની જરૂર નથી, આવી રીતે મળશે રાહત
- ગુપકાર ગઠબંધનને પ્રથમ મોટો ઝાટકો, સજ્જાદ લોને આ આરોપ લગાવતા છોડ્યો સાથ