સુરતના પાંડેસરામાં વર્ષ 2018માં રેપ વિથ ડબલ મર્ડર કેસમાં કોર્ટ 7મી માર્ચે સજાનું એલાન કરશે. કોર્ટમાં બચાવ પક્ષના વકીલે જણાવ્યુ કે, આરોપીના પિતા હયાત છે. અને આરોપી ઉપર તેના પરિવારની જવાબદારી છે. જેથી આરોપીને ઓછામાં ઓછી સજા કરવામાં આવે. અને અમે આ કેસને લઈને હાઈકોર્ટમાં જઈશું. તો બીજી તરફ સરકારી વકીલે દલીલ કરી કે, આવા કૃત્ય કરવાવાળા આરોપીને ફાંસીની સજા સિવાય કોઈ સજા હોય ન શકે. માસુમ બાળકીએ રડતી આંખે આ દુનિયામાંથી વિદાય લીધી. બાળકીના શરીર પરથી 78 ઇજાના નિશાન મળ્યા. સહારો આપનાર જયારે ઘાતક નીવડે ત્યારે માફીની આશા ન હોય. કોર્ટ બંને આરોપીઓ હરસસાઈ ગુર્જર અને હરિઓમ ગુર્જરને દોષી જાહેર કર્યા છે…

શું છે સમગ્ર મામલો
૧૧ વર્ષીય સગીર વયની કિશોરી અને તેણીના માતા સાથે દુષ્કર્મ આચરી હત્યા કરવામાં આવી હતી. પોલીસે આ કેસના આરોપી હરસસાઈ ગુર્જર અને હરીઓમ ગુર્જરની રાજસ્થાનથી ધરપકડ કરી હતી. આરોપીઓએ ટાઇલ્સ ફિટિંગના બહાને કામ અપાવવાનું કહી માતા-પુત્રીને સુરત બોલાવી હતી. અને કામરેજમાં આવેલા માન સરોવર સોસાયટીમાં માતા-પુત્રીને રાખવામાં આવી હતી. હરસસાઈ ગુર્જર અને બાળકીની માતા વચ્ચે પ્રેમ પાંગર્યો હતો. અને લગ્નની જીદ કરતી માતાની બાળકીની નજર સમક્ષ જ ગળે ટૂંપો આપી હત્યા કરી દેવામાં આવી હતી.
હત્યા કરાયેલી લાશ સચિન મગદલ્લા હાઇવે નજીક અવાવરું જગ્યાએ ફેંકી દેવામાં આવી હતી. જે બાદ બાળકીની પણ હત્યા કરી દેવામાં આવી હતી.અને બાળકની લાશને ભેસ્તાનમાં આવેલા ક્રિકેટ ગ્રાઉન્ડની ઝાડીમાં ફેંકી દેવામાં આવી હતી. પોલીસે અલગ અલગ જગ્યાએથી મળી આવેલ લાશોના ડી.એન.એ ટેસ્ટ કરતા બંને માતા-પુત્રી હોવાનું બહાર આવ્યું હતું.

પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે આરોપીઓનું પગેરૂં મેળવ્યું હતુ. પોલીસે બાળકી સાથે રેપ વિથ મર્ડર કેસમાં 546 પાનાની ચાર્જશીટ સુરત કોર્ટમાં રજુ કરી હતી. જેમા કુલ 146 જેટલા સાક્ષીઓનો સમાવેશ કરાયો હતો. આરોપીઓ વિરુદ્ધ ફોરેન્સિન્ક, મેડિકલ, ટેક્નિકલ અને સંયોગિક પુરાવા સહિત નજરે જોનારા સાક્ષીઓના નિવેદન લેવામાં આવ્યા હતા.
Read Also
- Chanakya Niti: આ 5 લોકો પાસે ક્યારેય નથી ટકતા પૈસા, જીવનભર રહે છે પરેશાન
- “ધીરજ સાહુ ભાજપમાં જોડાય તો ક્લીનચીટ ન આપી દેતા”, સાંસદ પ્રિયંકા ચતુર્વેદીના ચાબખા
- અમેરિકા: રાષ્ટ્રપતિની ચૂંટણીના સર્વેમાં ડોનાલ્ડ ટ્રમ્પે હાલના રાષ્ટ્રપતિ બાઈડનને છોડી દીધા પાછળ
- જેલમાં બંધ નરગિસ વતી તેના બાળકો નોબેલ પ્રાઈઝ સ્વીકારશે, 31 વર્ષથી ઈરાનની જેલમાં છે નરગિસ
- Vishnu Deo Sai / જાણો છત્તીસગઢના નવા મુખ્યમંત્રી વિષ્ણુદેવ સાય વિશે