ઉત્તર પૂર્વીય દિલ્હી ખાતે થયેલા રમખાણ મામલે ગુરૂવારે પહેલી સજા સંભળાવવામાં આવી હતી. દિલ્હીની કડકડડૂમા કોર્ટે દિનેશ યાદવ નામના શખ્સને 5 વર્ષની સજા સંભળાવી છે. ફરિયાદી પક્ષના વકીલ આરસીએસ ભદૌરિયાએ આ વાતની પૃષ્ટિ કરી હતી. દિનેશ યાદવને એક મહિલાના ઘરમાં લૂંટ અને આગજની મામલે 5 વર્ષની કેદની સજા ફટકારવામાં આવી છે.
કોર્ટે દિનેશ યાદવને દિલ્હીના ગોકલપુરી ખાતે ભાગીરથી વિહારમાં રહેતા 70 વર્ષીય મહિલા મનોરીના ઘરે લૂંટફાટ અને આગજની કરવાના આરોપસર 5 વર્ષની સજા સંભળાવી. દિનેશ યાદવ પણ તે વિસ્તારમાં જ રહે છે અને ઉત્તર પૂર્વીય દિલ્હી ખાતે થયેલા ભીષણ રમખાણોમાં કોઈને સજા સંભળાવવામાં આવી હોય તેવો આ પહેલો કેસ છે.
25 ડિસેમ્બર, 2020ના રોજ મનોરી નામની એક મહિલાના ઘરમાં લૂંટફાટ બાદ આગ ચાંપી દેવામાં આવી હતી. દંગાઈઓ તેમના ઢોર-ઢાંખર પણ ચોરી ગયા હતા. 70 વર્ષીય મનોરીએ છત પરથી કૂદીને એક હિંદુ પરિવારમાં સંતાઈને પોતાનો જીવ બચાવ્યો હતો. ત્યાર બાદ પોલીસે કોઈક રીતે તેમના પરિવારને બચાવ્યો હતો અને આખો પરિવાર 2 સપ્તાહ સુધી દિલ્હીથી બહાર રહ્યો હતો.
આ કેસમાં કોર્ટે 2 પોલીસ કર્મચારીઓના નિવેદનને આધારરૂપ માન્યું છે. તેમણે જણાવ્યું હતું કે, દિનેશ હિંસા કરવા પર ઉતરી આવેલી ભીડનો હિસ્સો હતો. જોકે તેમણે દિનેશને મનોરીનું ઘર સળગાવતા નહોતો જોયો. પરંતુ કોર્ટે કહ્યું હતું કે, જો કોઈ ગેરકાયદેસર ભીડનો હિસ્સો છે તો તે બાકીના તોફાનીઓની માફક હિંસા માટે સમાન જવાબદાર છે.
રમખાણ સાથે સંકળાયેલા અન્ય એક કેસમાં ચુકાદો સંભળાવી દેવાયેલો છે પરંતુ તેમાં આરોપીને નિર્દોષ જાહેર કરવામાં આવ્યા હતા.
READ ALSO
- મહત્વનો નિર્ણય / નાઇટ શિફ્ટ માટે મહિલાઓની સંમતિ લેવી પડશે, સરકારી અને ખાનગી ક્ષેત્ર બંને પર થશે લાગુ આ નિયમ
- મોંઘવારી સામે લડવા ઓઈલ કંપનીઓ પાસે વધુ ટેક્સ વસૂલવા સરકારની તૈયારી
- રશિયા-યુક્રેન યુદ્ધને કારણે ભારતીય ઓઈલ કંપનીઓના ડિવિડન્ડના રૂ. 1000 કરોડ અટવાયા
- પૈસા ખર્ચ્યા વિના જુઓ વેબ સિરીઝ અને ફિલ્મ, આ એપ છે બિલકુલ ફ્રી, નેટફ્લિક્સ, એમેઝોન પ્રાઇમને પણ ભૂલી જશો
- એન્ડ્રોઇડ યુઝર્સ સાવધાન! / ખતરનાક મેલવેયર વાયરસ ઈઝ બેક, જાણો કંઈ રીતે પહોંચે છે તમારા સ્માર્ટફોનમાં