GSTV
World

Cases
7066882
Active
12271724
Recoverd
735674
Death
INDIA

Cases
639929
Active
1583489
Recoverd
45257
Death

AGR વિવાદ : ટેલીકોમ કંપનીઓની મુશ્કેલી વધી, ગણતરીના કલાકોમાં જ આપવા પડશે 1.48 લાખ કરોડ

સુપ્રિમ કોર્ટે AGR કેસના અગાઉના ઓર્ડરની અવગણના કરવા બદલ સરકાર, ટેલિકોમ મંત્રાલય અને ટેલિકોમ કંપનીઓની ઝાટકણી કાઢતા હવે ચોતરફ હલચલ મચી રહી છે. PTIના અહેવાલ અનુસાર AGR કેસના બાકીના નાણાં ચૂકવવા માટે વોડાફોન-આઈડિયા, એરટેલ અને અન્ય બધી જ ટેલિકોમ કંપનીઓને શુક્રવાર રાત્રે 12 વાગ્યા સુધીનો સમય આપ્યો છે. જોકે આજે સવારે સુપ્રિમ કોર્ટમાં યોજાયેલ સુનાવણીમાં કોર્ટે આગમી સુનાવણી સુધી એટલેકે 17મી માર્ચ સુધી પૈસા વસૂલવા સરકાર, ટેલિકોમ મંત્રાલય અને પૈસા જમા કરાવવા ટેલિકોમ કંપનીઓને આદેશ કર્યો હતો.

સરકારના નેજા હેઠળના જ DoTના આ આદેશ બાદ હવે ટેલિકોમ કંપનીઓ તરફથી અને ખાસ કરીને વોડાફોન-આઈડિયા તરફથી શું પ્રતિક્રિયા આવે છે,તેના પર સૌની નજર મંડાયેલી છે. પ્રાપ્ત અહેવાલો અનુસાર ભારતી એરટેલે 20 ફેબ્રુઆરી સુધીમાં રૂ.10 કરોડની ચૂકવણી કરવાની પ્રતિબદ્ધતા દર્શાવી છે. ભારતી એરટેલે જણાવ્યું કે, 17મી માર્ચ સુધી બધા જ 22 સર્કલમાં એજીઆરપેટે ચૂકવવાના બાકી રહેતા રૂપિયા, તેની પેનલ્ટી અને વ્યાજ, વ્યાજ પરની પેનલ્ટીનું આંકલન થઇ જશે.

સરકારે કરોડો રૂપિયા AGR પેટે લેવાના નીકળે છે

ટેલિકોમ કંપનીઓને AGRની ચૂકવણી મામલે સુપ્રીમકોર્ટ તરફથી પણ ફટકાર પડી છે અને બાકી પેમેન્ટ ચૂકવવા આદેશ કર્યો છે. AGR પેમેન્ટ પેટે સરકારે હાલની કાર્યરત ટેલીકોમ વોડાફોન-આઇડિયા, ભારતી એરટેલ અને રિલાયન્સ જીઓ ઉપરાંત અગાઉ કામગીરી કરનાર અને જિયોની એન્ટ્રી બાદ બંધ પડી ગયેલી ગણી ટેલિકોમ કંપનીઓ પાસેથી સરકારે કરોડો રૂપિયા AGR પેટે લેવાના નીકળે છે. આજે સસંદમાં કઇ ટેલિકોમ કંપની પાસેથી વ્યાજ અને પેનલ્ટી વગર AGR પેટે રૂપિયા લેવા છે તેના આંકડા રજૂ કરાયા હતા. જેની માહિતી અત્રે પ્રસ્તુત છે.

ટેલિકોમ કંપનીAGR પેમેન્ટ
એરસેલરૂ.7852.68 કરોડ
ભારતી એરટેલરૂ.21682.13 કરોડ
BSNLરૂ.2098.72 કરોડ
એતિસાલાત ડીબી ટેલિકોમરૂ.29.24 કરોડ
આઇડિયા સેલ્યુલરરૂ.8485.02 કરોડ
લૂપ ટેલિકોમરૂ.232.51 કરોડ
MTNLરૂ.2537.48 કરોડ
ક્વાડરેન્ટ ટેલિવેન્ચર્સરૂ.116.17 કરોડ
રિલાયન્સ કોમ્યુનિકેશન્સરૂ.16456.47 કરોડ
રિલાયન્સ જિયોરૂ.13.35 કરોડ
એસ ટેલ પ્રાઇવેટ લિમિટેડરૂ.42.43 કરોડ
સિસ્ટેમા શ્યામ ટેલિસર્વિસિસરૂ.301.93 કરોડ
ટાટા ગ્રૂપ ઓફ કંપનીઝટાટા ગ્રૂપ ઓફ કંપનીઝ
ટેલિનોર ઇન્ડિયારૂ.1950.11 કરોડ
વિડિયોકોન ટેલિકોમ્યુનિકેશન્સરૂ.1032.62 કરોડ
વોડાફોનરૂ.19823.72 કરોડ
કુલ રૂ.92641.61 કરોડ

READ ALSO

Related posts

દિવાળી સુધી શાળાઓ નહીં ખૂલે: 58 ટકા વાલીઓ કરી રહ્યા છે ઈનકાર, અનલોક-4માં પણ રહેશે પ્રતિબંધ

Mansi Patel

આ છે દુનિયાનો જોખમી રોગ, આ 9 લક્ષણોને અવગણશો તો ટ્રાન્સપ્લાન્ટ સિવાય નહીં બચે ઉપાય

Dilip Patel

સ્વાતિ રડાર : 50 કિ.મી.ની ત્રિજ્યામાં દુશ્મનના ઉડતા વિમાનોનું આવી બનશે

Dilip Patel
Do NOT follow this link or you will be banned from the site!