GSTV

ક્યારેક બાથરૂમમાં તો ક્યારેક બ્લેન્કેટમાં વટાવી હદ, બિગબૉસ હાઉસમાં ભાન ભૂલ્યાં આ સ્ટાર્સ

બિગ બૉસ 13ના ઘરમાં પ્રેમનો પવન ફૂંકાઇ રહ્યો છે. શૉમાં એક્સ કપલ વિશાલ આદિત્ય સિંહ અને મધુરિમા તુલી રોમેન્ટિક અંદાજમાં નજરે આવ્યાં છે. બંને બ્લેન્કેટની અંદર છુપાઇને કિસ કરતાં નજરે આવ્યા.

પરંતુ આવું પહેલીવાર નથી બન્યું જ્યારે એક્ટર્સ રોમેન્ટિક થયાં છે. અગાઉની સીઝન્સમાં પણ ઘણાં સ્ટાર્સ ઘરમાં એકબીજાની નજીક આવ્યાં છે.

બંદગી કાલરા-પુનીશ શર્મા

બિગ બૉસ 11માં બંદગી કાલરા અને પુનીશ શર્માનો રોમાન્સ લાઇમલાઇટમાં રહ્યો હતો. બંને દિવસ-રાત એકબીજા સાથે જોવા મળતાં હતાં. શૉમાં ઘણીવાર તેમને હદ પાર કરતાં જોવામાં આવ્યાં છે. ઘરમાંથી બહાર આવ્યાં બાદ પણ તેમનો સંબંધ અકબંધ છે.

ગોહર ખાન-કુશલ ટંડન

ગૌહર ખાન અને કુશાલ ટંડનની લવ સ્ટોરી બિગ બૉસમાં ઘણી ચર્ચામાં રહી. ઘરની અંદર બંને એકબીજાને કિસ કરતાં અને હગ કરતાં નજરે આવ્યાં હતા. જો કે હવે બંનેએ પોતાના રસ્તા અલગ કરી લીધાં છે.

ગૌતમ ગુલાટી- ડાએન્ડ્રા સોરેસ

બિગ બૉસ 8માં ગૌતમ ગુલાટી અને ડાએન્ડ્રા સોરેસ એકબીજાના પ્રેમમાં પડ્યા હતાં. તેઓ બાથરૂમમાં મેકઆઉટ કરતાં નજરે આવ્યાં હતાં.

કીથ-રોશેલ

 બિગ બૉસના ઘરમાં કીથ અને રોશેલ વચ્ચેનું અંતર ઘટ્યુ. બંને હાલ હેપ્પીલી મેરીડ કપલ છે.

તનીષા મુખર્જી-અરમાન મલિક

તનીષા મુખર્જી અને અરમાન કોહલીનો રોમાન્સ પણ બિગ બૉસ હાઉસમાં છુપો ન રહ્યો. તેમની વચ્ચેનો રોમાન્સ પણ શૉમાં સાફ જોવા મળ્યો.

વીણા મલિક-અશ્મિત પટેલ

બિગ બૉસમાં પાકિસ્તાની એક્ટ્રેસ વીણા મલિક અને અશ્મિત પટેલની ઇન્ટીમસી ઘણીવાર જોવા મળી.

કરિશ્મા તન્ના-ઉપેન પટેલ

કરિશ્મા તન્ના અને ઉપેન પટેલની લવ સ્ટોરી બિગ બૉસની હિસ્ટ્રીની પોપ્યુલર લવ સ્ટોરીઝમાંથી એક છે. ઘરમાં કરિશ્મા-ઉપેન અડધી રાતે કિસ કરતાં જોવા મળ્યાં હતા. જો કે ઘરમાંથી બહાર આવ્યાં બાદ તેમનુ રિલેશન વધુ લાંબો સમય ટક્યુ નહી.

Read Also

Related posts

અમેરિકાના આ વૈજ્ઞાનિકે કર્યો દાવો, શોધી લીધી કોરોના વાયરસની વેક્સીન

Ankita Trada

ધોની અને વિરાટે ક્યારેય સપોર્ટ નથી કર્યો : રિટાયરમેન્ટ બાદ આ ધાકડ ખેલાડીએ કર્યો ઘટસ્ફોટ

Bansari

કાલે PM મોદી દરેક રાજ્યોના CM સાથે કરશે વાત, જાણો Coronaને લઈને શું હશે મુદ્દાઓ?

Arohi
Do NOT follow this link or you will be banned from the site!