GSTV

#CoupleChallenge ને લઈ કરી પોસ્ટ અને ખુલી ગઈ કિસ્મત, પ્રખ્યાત હોલીવુડ અભિનેત્રીએ કર્યુ આ કામ

સોશિયલ મીડિયા પર વર્તમાન દિવસોમાં CoupleChallenge અને સિંગલ ચેલેન્જ ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહી છે. આ વચ્ચે એક શખ્સની કિસ્મત પણ ખુલી ગઈ છે. ખરેખર લોકો સોશિયલ મીડિયા પર વર્તમાન કપલ ચેલેન્જ ટ્રેંડમાં પોતાના પાર્ટનર સાથે ફોટો સોશીયલ મીડિયા પર શેર કરી રહ્યા છે. આ વચ્ચે જે સિંગલ છે, તેમના માટે આ સમસ્યા આવી રહી છે.

એક ફોટો પોતાની સાથે શેર કરી

જોકે, આ શખ્સે તેનું પણ સમાધાન કાઢ્યુ છે. ટ્વિટર પર આકાશ નામના યૂઝરે કપલ ચેલેન્જ એક્સેપ્ટ કરતા પોતાની પસંદીદા હોલીવુડ અભિનેત્રીની સાથે પોતાની ફોટો પણ શેર કરી હતી. આકાશે ફોટોશોપથી પોતાની પસંદીદા હોલીવુડ અભિનેત્રી Alexandra Daddario ની એક ફોટો પોતાની સાથે શેર કરી હતી.
આકાશની ક્રિએટિવિટિ જબરદસ્ત છે.

ખેતીની વચ્ચો-વચ્ચ કરી દીધુ છે

આ ફોટોમાં આકાશ માસ્કમાં નજર આવી રહ્યા છે. આ ફોટોમાં ફેમસ અમેરિકન અભિનેત્રી Alexandra Daddarioને તેમણે ફોટોશોપની મદદથી ખેતીની વચ્ચો-વચ્ચ કરી દીધુ છે. ફોટો ફોટોશોપ્ડ છે, પરંતુ આકાશની ક્રિએટિવિટિ જબરદસ્ત છે. આ ફોટોની સાથે તેમણે કેપ્શન પણ ખૂબ જ જોરદાર આપ્યુ છે. આકાશે ફોટોના કેપ્શનમાં લખ્યુ છે કે, “जलने वाले तो यही कहेंगे कि यह तस्वीर फोटोशॉप्ड है.”

આકાશની આ પોસ્ટ ટ્વિટર પર વાયરસ

આ પોસ્ટ એટલી જોરદાર છે કે, ખુદ અભિનેત્રીએ પોતાની પોસ્ટ જોઈ લીધી અને રિટ્વિટ કરતા કમેન્ટ પણ કરી દીધુ છે. Alexandraએ જેવા જ આ ફોટો રિટ્વીટની, આકાશની આ પોસ્ટ ટ્વિટર પર વાયરસ થઈ ગઈ છે. લોકો તેમની આ પોસ્ટને ખૂબ જ પસંદ કરી રહ્યા છે અને આ શખ્સની ક્રિએટિવિટીની ખૂબ જ વખાણ કરી રહ્યા છે.

READ ALSO

Related posts

બોલિવૂડમાં ડ્રગ્સ કનેકશન: દીપિકા પાદુકોણની મેનેજરના ઘરે એનસીબીના દરોડા

pratik shah

હાથરસ ગેંગરેપ કેસ: અલ્હાબાદ હાઇકોર્ટની દેખરેખ હેઠળ થાય સીબીઆઈ તપાસ, સુપ્રીમ કોર્ટનો મહત્વનો નિર્ણય

pratik shah

આ વખતે ટેકાના ભાવે મગફળી ખરીદવાની પ્રકિયા માત્ર રહી ગઈ ફોર્માલિટી, ખેડૂતોએ આ કરાણે ન દેખાડ્યો રસ

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!