GSTV

સુધરી જજો / કારમાં રોમાન્સ કરતા સમયે ખરાબ રીતે ફસાયું કપલ, ફક્ત એક ભૂલ અને ખતરનાક મુસીબત ગળે પડી

Last Updated on September 23, 2021 by Zainul Ansari

રોમાન્સ કરવા માટે કપલ ઘણી વખત અજીબોગરીબ જગ્યાની પસંદગી કરે છે અને પછી તેઓને તેનો પછતાવો થાય છે. ઈંગ્લેન્ડના ડર્બીશાયરમાં આ જ પ્રકારની એક ઘટના સામે આવી છે. એક કપલ કારમાં સેક્સ કરતા સમયે ખરાબ રીતે ફસાઈ ગયું. આ કપલ સૂનસાન વિસ્તારમાં રોમાન્સ કરી રહ્યું હતું ત્યારે કાર સ્લિપ થઈ અને એક નાની ટેકરી નીચે પડી ગઈ. કાર પલટી ખાઈ ગઈ, જેના કારણે કપલ બહાર નીકળી શક્યું નહીં. જોકે બાદમાં પોલીસે તેમને બચાવીને બહાર કાઢ્યા હતા.

સૂનસાન રસ્તા પર રોમાન્સ કરી રહ્યું હતું કપલ

એક અહેવાલ મુજબ ડર્બીશાયરના એક સૂનસાન વિસ્તારમાં એક નાની ટેકરી પાસે એક કપલ હેન્ડબ્રેક લગાવી રોમાન્સ કરી રહ્યું હતું. રોમાન્સ દરમિયાન કપલ દ્વારા ભૂલથી હેન્ડબ્રેક હટી ગયુ અને પછી કાર લપસીને રસ્તા પર આવી ગઈ. કાર એવી સ્થિતિમાં ઉભી થઈ ગઈ કે તેમાંથી બહાર નીકળવું મુશ્કેલ હતું.

ખરાબ રીતે ફસાયા તો પોલિસે રેસ્કયૂ કર્યું

ડર્બીશાયર પોલીસે કપલને બચાવ્યા પછી ટ્વીટર પર તેની તસવીર શેર કરી. જેમા જોઇ શકાય છે કે એક કાર વિચિત્ર સ્થિતિમાં રોડ પર ઉભી છે. પોલીસે ટ્વીટમાં લખ્યુ ડર્બીશાયરના અજાણ્યા વિસ્તારમાં કારમાં એક કપલ પોતાના સંબંધોને મજબૂત કરી રહ્યા હતા, આ દરમિયાન અચાનક ગાડી હેન્ડબ્રેક પરથી હટી ગઈ અને ફ્લિપ થઈ ટેકરી પરથી નીચે ઉતરી, ત્યારે આ કપલ તેમા ફંસાઇ ગયા. કોઈને ઇજા નથી આવી.

સોશિયલ મીડિયા પર લોકોએ મશ્કરી કરી

સોશિયલ મીડિયા પર લોકો આ કપલની મશ્કરી રહ્યા છે. એક યુઝરે લખ્યું કે કૃપ્યા સેફ સેક્સની પ્રેક્ટિસ કરો અને હેંડબ્રેક ચાલુ રાખો. જ્યારે અન્ય એક યુઝરે લખ્યું કે જે કોઈ પણ તેમના સંબંધોને મજબૂત કરવા આવ્યું હશા, તેમને શાનદાર અનુભવ મળ્યો હશે. .

Read Also

Related posts

ખુશખબર/ હવે આ મહિલા કર્મચારીઓને મળશે 2 દિવસની Period Leave, અહીં જાણો તમામ જાણકારી

Damini Patel

છેલ્લાં કેટલાંય વર્ષોથી ગ્રંથપાલની ભરતી ન થતા ડિગ્રીધારકોની સ્થિતિ કફોડી, વારંવાર રજૂઆત કરતા બેરોજગારો અકળાયાં

Dhruv Brahmbhatt

IND vs PAK: વિરાટ કોહલીની કેપ્ટન્સીથી લઇને ઓપનરોનો ફ્લોપ શૉ, આ છે ટીમ ઇન્ડિયાની કારમી હારના 5 મોટા કારણો

Bansari
Do NOT follow this link or you will be banned from the site!