GSTV

અઢળક દારૂ ઢીંચ્યા બાદ કપલ ભાન ભૂલી ઉત્તેજનામાં આવી જતા કાર પર ચઢી સંબંધો બાંધવા લાગ્યું

થોડા સમય પહેલા જ કોરિયામાં ગૂગલની ભૂલના કારણે કારની બોનેટ પર ચઢી સંબંધો બાંધી રહેલા કપલની વાત ઓસરી નથી ત્યાં બ્રિટનનો એક કિસ્સો સામે આવ્યો છે. બ્રિટનના વેસ્ટ સસેક્સમાં એક કપલ કારની ઉપર ચઢી સંબંધો માણવા બદલ કોર્ટે 30 હજાર રૂપિયાનો દંડ ફટકાર્યો છે. 51 વર્ષીય ડેવિડ મેન્ડેનવિલે અને 38 વર્ષની લૂસી એલિસે પાર્કિંગમાં કારને ઉભી રાખી સંબંધો બાંધ્યા હતા.

આ પહેલા રેસ્ટોરન્ટની બહાર નીકળેલું કપલ પહેલાથી જ એવી હરકતો કરી રહ્યું હતું જે જોઈ લોકો પણ મોં મચકોડી લે. રાતના દસ વાગ્યે આ કપલ હોટશોટ નામની રેસ્ટોરન્ટની બહાર નીકળ્યા. જે પછી તેમની તમામ ગતિવિધિઓ સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ. તેમણે વધારે માત્રામાં દારૂનું સેવન કરેલું હોવાના કારણે તેમણે ઉત્તેજનામાં આવી આ પગલું ભર્યું.

પોલીસ દ્રારા કપલ પર અઢળક આરોપ લગાવવામાં આવ્યા છે. કોર્ટમાં બચાવ પક્ષના વકિલ દ્રારા એવી દલીલ કરવામાં આવી હતી કે, કપલ એકબીજાને 20 વર્ષોથી ઓળખે છે. બંન્નેએ ખૂબ જ દારૂ ઢીંચી લીધો હોવાના કારણે કંઈ ધ્યાન ન રહ્યું અને આવી હરકત કરી બેઠા. તેમણે કરેલા કૃત્ય પર તેમને પછતાવો છે.

ડેવિડ અને લ્યૂસીએ પણ આ સ્વીકારી લીધું જે પછી સાર્વજનિક મર્યાદાના ઉલ્લંઘન કર્યા હોવાનું માન્યું. એ પછી જજ દ્રારા આ બંન્ને પર 30 હજાર રૂપિયાનો જુર્માનો લગાવવામાં આવ્યો છે.

READ ALSO

Related posts

કાળા બજારીઓએ માર્કેટમાં કૃત્રિમ અછત ઉભી કરતા, ડુંગળી બટાટાના ભાવ આસમાને પહોંચ્યા

Nilesh Jethva

દીવા તળે અંધારું : અમદાવાદ મનપાની ઓઢવ સ્થિત સબ ઝોનલ કચેરીની સામે છેલ્લા બે મહિનાથી ડ્રેનેજ ઓવરફલો

Nilesh Jethva

રાજ્યમાં વિધાનસભાની આઠ બેઠકો પરની પેટા ચૂંટણીનું ચિત્ર થયું સ્પષ્ટ, 8 બેઠકો પર કુલ 81 ઉમેદવારો મેદાને

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!