GSTV
Gujarat Government Advertisement

કારમાં સેક્સ માણી રહ્યું હતું કપલ, વિચારી પણ નહી હોય મળી એવી ખતરનાક સજા

Last Updated on December 11, 2019 by Mayur

કારમાં સેક્સ કરી રહેલા એક કપલને તેની ખતરનાક સજા મળી. કારમાં સંબંધ બાંધી રહેલા આ કપલને ગોળીઓથી વીંધી નાંખવામાં આવ્યાં અને ચોર તેની SUV લઇને ફરાર થઇ ગયા. આ ઘટના યુક્રેનના ગુટિરિવકા નામના સ્થળે ઘટી. આ મામલે એક સ્થાનિક કોર્ટે મુખ્ય આરોપીને આજીવન કારાવાસ અને સહ આરોપીને 12 વર્ષની જેલની સજા ફટકારી છે.

પોલ્તાવા રીજનલ કોર્ટમાં જણાવવામાં આવ્યું કે કપલ અઠવાડિયાના કેટલાંક ખાસ દિવસોએ તે સ્થળે જતાં હતા. ગુનેગારોને તે વાતની જાણ હતી અને એક દિવસ ઘાત લગાવીને તેમણે હુમલો કર્યો.

રિપોર્ટ અનુસાર, એન્ડ્રીવે યૂરીના માથાના ભાગે ગોળી મારી અને તેની પ્રેમિકાના પોતાના સોનાના ઘરેણા આપવા કહ્યું હતુ. જેવા તેણે ઘરેણા આપ્યાં, ચોરોએ તેના પણ માથામાં ગોળી મારી દીધી.

ઘટના બાદ આરોપી કારને ઘરે લઇ ગયાં અને ગેરેજમાં છુપાવી દીધી. ઘટનાના એક વર્ષ બાદ એન્ડ્રીવે કારના પાર્ટ્સ ઓનલાઇન વેચવાનો પ્રયાસ કર્યો. તે બાદ પોલીસને આ મામલે જાણ થઇ.

એક અહેવાલ અનુસાર, પોલીસ પ્રવક્તા રસલન બિરયુકોવે કહ્યું કે ગોળી માર્યા બાદ ચોરોએ કપલને જીવતા દફનાવી દીધાં. દફનાવવા દરમિયાન પ્રેમી-પ્રેમિકાએ એકબીજાનો હાથ પકડી રાખ્યો હતો.

જૂન 2016માં ઘટેલી ઘટનાના 1 વર્ષ બાદ જ્યારે ચોરોએ Volkswagen SUVના પાર્ટ્સ અલગ અલગ વેચવાનું શરૂ કર્યુ તો તેમનો આ અપરાધ ઉજાગર થયો. પોલીસે 36 વર્ષના રસલન ક્લેમેન્ચુક અને 38 વર્ષના ગેન્નેડી એન્ડ્રીવની ધરપકડ કરી લીધી.

કોર્ટે ગત અઠવાડિયે ગેન્નેડી એન્ડ્રીવને આજીવન કારાવાસની સજા ફટકારી, જ્યારે ક્લેમેન્ચુકને 12 વર્ષની જેલની સજા ફટકારવામાં આવી છે.

Read Also

Gujarat Government Advertisement

Related posts

VIDEO: માસ્ક નહીં પહેરવા બદલ મળી આવી સજા, લોકો કહી રહ્યા છે આ મશીન ભારતમાં ખૂબ ચાલશે

Pravin Makwana

બદલાવ/ 1 જુલાઇથી બદલાઇ જશે તમારા રોજિંદા જીવનને લગતા આ 5 નિયમો, તમારા ખિસ્સા પર પડશે સીધી અસર

Bansari

BIG NEWS / લાહોરમાં આતંકી હાફીઝ સઇદના ઘર નજીક જોરદાર બ્લાસ્ટ, 1નું મોત અને 16 ઘાયલ

Dhruv Brahmbhatt
Do NOT follow this link or you will be banned from the site!