GSTV
Gujarat Government Advertisement

અજબ પ્રેમ કી ગજબ કહાની/ ચાલતી ટ્રેનમાં ટોયલેટ સામે કરી લીધા લગ્ન, પ્રેમીને પામવા પરિણીતાએ કર્યું કંઈક આવું

પ્રેમ

Last Updated on June 11, 2021 by Damini Patel

પ્રેમ કરવા વાળાને કોઈ રોકી શકતું નથી. પરિવાર, સમાજ તમામ બંધનો છતાં કપલ એક-બીજાને મળીને રસ્તો શોધી જ કાઢે છે. એવા જ એક કિસ્સામાં એક પરણિત છોકરીએ ટ્રેનના ટોયલેટ સામે પોતાના પ્રેમી સાથે લગ્ન કરી લીધા. કિસ્સો બિહારના સુલતાન ગંજનો છે. જ્યાં એક યુવતીએ ચાલતી ટ્રેનમાં પોતાના પ્રેમી સાથે લગ્ન કરી બધાને ચોંકાવી દીધા.

કિસ્સો ભિરખુર્દના ઉંધાડિયા ગામનો છે, જતા આશુ કુમાર નામના એક છોકરાનું ગામની અનુ કુમારી સાથે ઘણા વર્ષથી અફેર ચાલી રહ્યું હતું. છોકરીના પરિવાર વાળાને જયારે જાણકારી મળી તો એના ઘર બહાર નીકળવા પર રોક લગાવી દેવામાં આવી. આ વચ્ચે એપ્રિલમાં ઘરના લોકોએ અનુના લગ્ન કિરણપુર ગામના એક યુવક સાથે કરાવી દીધી. જેના 2 મહિના પછી એક દિવસે તે સાસરેથી ફરાર થઇ પ્રેમીને મળી. પ્રેમી આશુ કુમારએ ચાલતી ટ્રેનમાં ટોયલેટ સામે એની સાથે લગ્ન કર્યા અને માથામાં સિંદૂર ભર્યું.

લગ્ન પછી અનુએ પોતાના પતિ સાથે રહેવાથી ઇનકાર કરી દીધો. મોકો મળતા જ બંને ફરાર થઇ ગયા. બંને સુલ્તાનગંજ સ્ટેશન પહોંચી ટ્રેનથી બેંગ્લોર માટે રવાના થઇ ગયા અને આ દરમિયાન અનુના દબાણ પર આશુએ ચાલતી ટ્રેનમાં લગ્ન કરી લીધા. ત્યાર પછી પોતાના પતિને પણ છોડી દીધો. લગ્ન પછી બંનેની ફોટો સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઇ રહી છે.

Read Also

Gujarat Government Advertisement

Related posts

જામનગર/ જર્જિરત ઇમારતોને નોટિસ આપવાનું નાટક, દર વર્ષે નોટિસ આપીને સંતોષ માને છે તંત્ર !

pratik shah

આધાર કાર્ડ અપડેટ / તમે સ્વ-સેવા પોર્ટલ પર જઈને જાતે નામ, સરનામું અને જન્મ તારીખ અને લિંગને અપડેટ કરી શકો છો, જાણો અહીં

Vishvesh Dave

ટેક / Google પરથી કોન્ટેક્ટ ડિલીટ થઇ ગયા છે! તો આવી રીતે કરો રિસ્ટોર, જાણો આખી પ્રોસેસ

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!