GSTV

રબ ને બના દી જોડી: પતિ કરતા ‘થોડી’ વધુ ઊંચી છે પત્ની તો બની ગયો વર્લ્ડ રેકોર્ડ

Last Updated on June 25, 2021 by Pritesh Mehta

કહેવાય છે કે જોડીઓ સ્વર્ગમાં બને છે, ધરતી પર તો માત્ર દિલ મળે છે. આવી જ કંઈક વાત છે બ્રિટનના જેમ્સ અને ક્લોઈની. આ બંનેની રબને બના ડી જોડી છે જે એકદમ અનોખી છે. પતિ અને પત્નીની હાઈટમાં ઘણું અંતર હોવા છતાં બંને પ્રેમના તાંતણે બંધાયા. હાઈટનો મોટો ફેર હોવા છતાં બંને વચ્ચે અખૂટ પ્રેમ છે. તો હાઈટમાં મોટા ફેર વાળા આ પતિપત્નીનું નામ ગિનીઝ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં પણ સામેલ થયું છે.

જોડી

ગિનીઝ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડએ ખુલાસો કર્યો છે કે વિવાહિતોની શ્રેણીમાં આ જોડાની ઊંચાઈમાં અંતર દુનિયામાં સૌથી વધુ છે. તેમની વચ્ચે ઊંચાઈમાં લગભગ 2 ફૂટનું અંતર છે. જ્યાં પત્ની ક્લોની ઊંચાઈ 5 ફુટ 5 ઇંચ છે તો પતિ જેમ્સની ઊંચાઈ લગભગ 2 ફુટ ઓછી 3 ફુટ 7 ઇંચ છે.

33 વર્ષીય જેમ્સ એક એક્ટર છે જયારે તેમનીપાતની 27 વર્ષીય ક્લોઈ એક શિક્ષિકા છે. બંનેની મુલાકાત સૌથી પહેલા વર્ષ 2012માં એક લોકલ પબમાં થઇ હતી. તેમને મ્યુચ્યુઅલ ફ્રેન્ડે તેમની મુલાકાત કરાવી હતી. બાદમાં બંનેની ઓળખાણ વધતી ગઈ અને મુલાકાતોનો દૌર શરૂ થયો.

જોકે, શરૂઆતમાં બંને રિલેશનમાં આવવાને લઈને ઘણા કન્ફ્યુઝ હતા. પરંતુ ડિસેમ્બર 2013માં બંનેએ એકબીજા સામે ખુલીને આવી ગયા. તેના સાત મહિના પછી નોર્થ વેલ્સની એક ટુર દરમ્યાન જેમ્સે ક્લોઈને લગ્ન માટે પ્રપોઝ કરી તો તે પણ લગ્ન માટે સહમત થઇ ગઈ.

2016માં બંને એ લગ્ન કરી લીધા. હવે તેમની એક ઓલિવિયા નામની એક દીકરી પણ છે જેની ઉન્મત્ત 2 વર્ષ છે. ક્લોઈ વીતેલા દિવસો અંગે વાત કરતા જણાવે છે કે તે ચોક્કસ વધુ હાઈટ વાળા યુવકો પ્રત્યે આકર્ષિત હતી પરંતુ જેમ્સને મળ્યા બાદ તેની દુનિયા બદલાઈ ગઈ.

ક્લોઈ એ જણાવ્યું કે મને આશા હતી કે અમારી લવસ્ટોરી લોકોને ઘણું શીખવી જાય છે કે તમે ક્યારેય કોઈ પુસ્તકને તેના કવરથી જજ ન કરી શકો અને દરેકે દરેક વ્યક્તિની પોતાની વ્યક્તિગત સ્ટોરી હોય છે.

જેમ્સ કહે છે કે જયારે તે મોટા થઇ રહ્યા  હતા ત્યારે તેને શંકા હતી કે તે કયારેય લગ્ન નહીં કરી શકે. પરંતુ હવે તેઓ કહે છે તેમનો સંબંધ સાબિત કરે છે કે દરેકને માટે કોઈને કોઈ છે.

તેમણે જણાવ્યું કે તે બીજા બધાના જેવા જ બનવા માંગતા હતા અને તે પોતાના નાના કદ સાથે મોટું જીવન જીવવા માંગતા હતા.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

MUST READ:

Related posts

માઈક્રોસોફ્ટના વૈશ્વિક સરવેમાં ખૂલાસો, વિશ્વમાં સાઇબર હુમલાનો ભોગ બનનારાઓમાં ભારતીયો મોખરે

Damini Patel

અમદાવાદમાં રોજના 50થી વધુ લોકો બની રહ્યાં છે ઇ-ચિટિંગનો ભોગ, ફરિયાદોને ઉકેલવા પોલીસ સ્ટાફનો અભાવ

Dhruv Brahmbhatt

અફઘાનિસ્તાને તાલિબાની આતંકીઓ પર લગામ કસવા લીધો મોટો નિર્ણય, 31 પ્રાંતોમાં લગાવ્યો નાઇટ કર્ફ્યુ

Bansari
Do NOT follow this link or you will be banned from the site!