GSTV

સેક્સ દરમિયાન યુગલોએ કોરોનાથી કેવી રીતે બચવું, વૈજ્ઞાનિકોએ આપી આ ખાસ સલાહ

Last Updated on June 4, 2020 by Mansi Patel

કોરોના મહામારીથી વિશ્વ આખું લોકડાઉનમાં ફસાયું હતું. હવે ધીમે ધીમે છૂટછાટો સાથે વિશ્વ ખુલી રહ્યું છે. કોરોનાનું સંક્રમણ વધે નહીં તે માટે વૈજ્ઞાનિકો વિવિધ રિસર્ચ કરી રહ્યા છે. વિશ્વભરમાં લોકડાઉનને લઈને હવે રાહતો આપવામાં આવી રહી છે પરંતુ કોરોના વાયરસનો ખતરો યથાવત છે. આ કિસ્સામાં હાર્વર્ડ યુનિવર્સિટીના વૈજ્ઞાનિકોએ સેક્સ દરમિયાન કોરોના વાયરસથી બચવા યુગલોને કેટલીક વિશેષ સલાહ આપી છે.

દરેક સમયે ચુંબન કરવાનું ટાળવું

એક અભ્યાસ બાદ વૈજ્ઞાનિકોએ કોરોનાથી બચવા માટે કપલ સેક્સ ટાળવાની સલાહ પણ આપવામાં આવી હતી. કારણ કે સેક્સમાં પણ અમુક હદે કોરોના ચેપનું જોખમ રહેલું છે. જો કે હાર્વર્ડ યુનિવર્સિટીના સંશોધનકારોએ કહ્યું છે કે યુગલોએ દરેક સમયે ચુંબન કરવાનું ટાળવું જોઈએ અને સેક્સ દરમિયાન દરેક વખતે માસ્ક પહેરવું જોઈએ. સેક્સ પછી યુગલોને નહાવા સલાહ આપવામાં આવે છે. હાર્વર્ડ યુનિવર્સિટીના સંશોધકોએ જણાવ્યું છે કે ઘરથી બહાર રહેવાવાળી વ્યક્તિ સાથે સેક્સ કોરોના સંક્રમણ માટે હાઈરિસ્ક કેટેગરીમાં આવે છે.

ગર્ભનિરોધકના ઉપયોગની સાથે માસ્ક પણ પહેરવા

રિસર્ચરોએ પોતાના અભ્યાસમાં માન્યું છે કે લોકો માટે સેક્સથી સંપૂર્ણ અંતર રાખવું શક્ય નથી એટલે તેઓએ સાવચેતી રાખવી જોઈએ. આ અભ્યાસ Annals of Internal Medicine માં પ્રકાશિત થયો છે. અધ્યયનના મુખ્ય સંશોધનકર્તા જેક ટર્બેને કહ્યું કે ગર્ભનિરોધકના ઉપયોગની સાથે માસ્ક પણ પહેરવા જોઈએ. થોડા સમય પહેલા, થાઇલેન્ડના મેડિકલ એક્સપર્ટ વીરાવત મનૌસુત્થીએ સલાહ આપી હતી કે લોકોએ કોરોનામાંથી સ્વસ્થ થયા પછી 30 દિવસ સુધી સેક્સથી દૂર રહેવું જોઈએ.

READ ALSO

Related posts

દિલ્હી મુલાકાત / મુખ્યમંત્રી મમતા બેનર્જીએ વડાપ્રધાન મોદી સાથે કરી મુલાકાત, બુધવારે કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી સાથે ‘ચાય પે ચર્ચા’

Zainul Ansari

2021ના અંત સુધીમાં ભારતને મળશે કુલ 35 રાફેલ, 2022માં સોલો ફાઇટર જેટ થશે સામેલ

Zainul Ansari

કામની વાત / DL, પાસપોર્ટ, આધારકાર્ડ અને પાનકાર્ડ મેળવવા હવે દલાલોની જરૂર નહી, સરકારે લીધું એક મોટું પગલું

Vishvesh Dave
Do NOT follow this link or you will be banned from the site!