GSTV
Home » News » અમેરીકન દંપતિ આપતા હતા બાળકોને ત્રાસ , પછી થયું શું…

અમેરીકન દંપતિ આપતા હતા બાળકોને ત્રાસ , પછી થયું શું…

બાળકોને ટોર્ચર કરવાનાં આરોપસર અમેરિકન દંપત્તિને 25 વર્ષની જેલની સજા સંભળાવવામાં આવી છે. દંપત્તિ પર કેલિફોર્નિયામાં પોતાના ઘરમાં બાળકોને વર્ષો સુધી ગોંધી રાખવા અને તેમને યતના આપવાનાં કેસમાં દોષી જાહેર કરાયા હતા. તેમની એક દિકરીએ સુનવણી દરમ્યાન કહ્યુ હતુકે, મારા માતા-પિતાએ મારી પાસેથી મારી પુરે-પુરી જીંદગી લઈ લીધી છે. ત્યારે હવે હું મારી જીંદગી ફરી જીવવા માગુ છુ.


તે બંને બાળકોમાંથી એક છે, જે કોલેજમાં ભણે છે.. તે પોતાનાં માતા-પિતા ડેવિડ અને લુઈસ પર્ટિન દ્વારા કેવી રીતે ટોર્ચર કરાયા હતા તેનું નિવેદન આપવા આવી હતી. દંપત્તિના બે વર્ષથી 29 વર્ષ સુધીનાં બાળકોમાંથી બે બાળકો ભાગવામાં સફળ રહ્યા બાદ દંપત્તિની ગયા વર્ષે ધરપકડ કરવામાં આવી હતી.

અધિકારીઓએ જણાવ્યુ હતુકે, ભાઈ-બહેનને મેડિકલ કેર, ભોજનથી વંચિત રખાતા હતા.બાળકોને ક્યારેક ક્યારેક સપ્તાહ સુધી તો ક્યારેક મહિનાઓ સુધી બાંધીને રાખવામાં આવતા હતા. પિડિતોએ તપાસકર્તાઓને જણાવ્યુ હતુકે, શરૂઆતમાં તેમને દોરડાથી બાંધવામાં આવતા હતા. પરંતુ એક બાળક ભાગવામાં સફળ થઈ જતાં માતા-પિતાએ બાળકોને સાંકળ અને પેડલોકથી બાંધવાનું શરૂ કર્યુ હતુ. બાળકોએ કોર્ટમાં કહ્યુ હતુકે, અમે જે પીડા સહન કરી છે, તેને શબ્દોમાં વર્ણવી મુશ્કેલ છે.

READ ALSO

Related posts

કેન્સર અને ડાયાબિટીસ જેવા ગંભીર રોગોમાં રામબાણ ઇલાજ છે આ ખાસ પાણી, દરરોજ કરો સેવન

Bansari

લોઢાની વીંટી કયા જાતકોને કરે છે લાભ અને કોના માટે છે અશુભ જાણો શાસ્ત્રોક્ત નિયમ

Bansari

ગુજરાતમાં ભાજપને નુકસાન થાય તેવું કોઇ મજબૂત કારણ નથી

Riyaz Parmar
Do NOT follow this link or you will be banned from the site!