GSTV

મોટા ડ્રગ્સ રેકેટનો ખુલાસો/ કોરોના મહામારીમાં 860 કરોડના હેરોઈન સાથે એક કપલની ધરપકડ, કારમાંથી મળ્યું આટલા કિલો ડ્રગ્સ

Last Updated on May 11, 2021 by Pritesh Mehta

દિલ્હીમાંથી ૮૬૦ કરોડના ડ્રગ્સ-હેરોઈન સાથે પોલીસે અફઘાનિસ્તાનના પતિ-પત્નીની ધરપકડ કરી હતી. આ દંપતીએ દિલ્હી-પંજાબમાં ડ્રગ્સનું રેકેટ બિછાવ્યું હતું. ડ્રગ્સના આ રેકેટમાં અસંખ્ય સ્થાનિક લોકો સંડોવાયેલા હોવાની શક્યતાના પગલે પોલીસે તપાસ હાથ ધરી હતી. દિલ્હી પોલીસના જણાવ્યા પ્રમાણે એક અફઘાનિસ્તાનનું દંપતી ૧૨૫ કિલો ડ્રગ્સ કારમાં ભરીને સપ્લાય માટે જતું હતું.

ડ્રગ્સ

મોહમ્મદ સાફી અને તરીના નામના આ પતિ-પત્નીને પોલીસે દિલ્હીના ખ્યાલા નજીકના નાળા પાસે ઝડપી લીધા હતા. પોલીસને કેટલાય સમયથી બાતમી મળતી હતી કે એ વિસ્તારમાં મોટું ડ્રગ્સનું રેકેટ ચાલી રહ્યું છે, પરંતુ દરેક વખતે આરોપીઓ હાથતાળી આપીને છટકી જતા હતા. પોલીસે અગાઉથી જાળ બિછાવી રાખી હતી. આરોપી કપલ કારમાં હેરોઈનનો ૧૨૫ કિલોનો જથ્થો ભરીને વઝિરાબાદથી ખ્યાલા તરફ જતું હતું. પોલીસે ગાડીને અધવચ્ચે આંતરીને તપાસ કરી હતી. એ વખતે ૮૬૦ કરોડની કિંમતનું ડ્રગ્સ બરામત થયું હતું.

કારમાં સાત પ્લાસ્ટિકની બેગમાં ડ્રગ્સનો જથ્થો ભરવામાં આવ્યો હતો. તેને અન્ય ડ્રગ્સ ડીલર સુધી પહોંચાડવાની ફિરાકમાં હતા ત્યારે જ પકડી લેવાયા હતા. આરોપી મોહમ્મદ સાફીએ કબૂલ્યું હતું કે, તેનું આ ડ્રગ્સનું રેકેટ દિલ્હી ઉપરાંત પંજાબ સુધી ધમધમતું હતું.

પોલીસ તપાસમાં જણાયું હતું કે આ દંપતી મૂળ અફઘાનિસ્તાનના કંધારમાં રહે છે પરંતુ છેલ્લાં ઘણાં સમયથી દિલ્હીના વઝિરાબાદમાં મકાન ભાડે રાખીને રહે છે. આ રેકેટમાં અસંખ્ય સ્થાનિક આરોપીઓ સંડોવાયેલા હોવાથી પોલીસે અફઘાનિસ્તાન મૂળના દંપતીની પૂછપરછના આધારે આગળની તપાસ હાથ ધરી છે. સ્થાનિક આરોપીઓને ઝડપી લેવા માટે પોલીસે કાર્યવાહી શરૂ કરી છે.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

MUST READ:

Related posts

LAC / અરુણાચલ પ્રદેશમાં તૈનાત કોણ છે સરિયા અબ્બાસી, સોશિયલ મીડિયા પર ફોટો થઈ રહ્યો છે વાયરલ

Zainul Ansari

ઠંડીની ઋતુમા બાળકોને રાખવા છે શરદી અને ઉધરસથી સુરક્ષિત, કરો આ દેશી ઓસડિયાનું સેવન અને મેળવો ફાયદા

Zainul Ansari

આર્યન ખાન ડ્રગ્સ કેસ/ સમીર વાનખેડે-એનસીપી નેતા આમને-સામને, NCB અધિકારી કથિત આરોપોને લઈને કરશે કાનૂની કાર્યવાહી

Pritesh Mehta
Do NOT follow this link or you will be banned from the site!