મંદિરના પરિસરમાં એક માસની બાળકી સાથે ફક્ત 3 મિનિટમાં જે થયું, તે જોઇને થથરી જશો

કળિયુગના દંપતિના સંબંધોને શર્મસાર કરે તેવી એક ઘટના સામે આવી છે. મધ્યપ્રદેશમાં આ ઘટનાએ હલચલ મચાવી દીધી છે. એક કપલ 1 મહિનાની દૂધપીતી બાળકીને બેગમાં મુકી અને કડકડતી ઠંડીમાં ભગવાન ભરોસે મંદિરની બહાર મુકીને ચાલ્યું ગયુ. આ ઘટના મધ્યપ્રદેશના ટીકમગઢ જિલ્લાના ઓરછા ગામની છે.

મધ્યપ્રદેશના ટિકમગઢ જિલ્લાની પર્યટન તથા ધાર્મિક નગરી ઓરછાના રામરાજા મંદિરના પરિસરમાં આશરે એક મહિનાની બાળકી બેગમાં લાવારિસ હાલતમાં મળી આવી. જ્યારે મંદિર પાસે લોકોએ લાવારિસ હાલતમાં પડેલી બેગ જોઇ તો હલચલ મચી ગઇ. બાળકીના રડવાનો અવાજ સાંભળીને શ્રદ્ધાળુઓએ બેગ ખોલીને જોયું તો તેમાં નવજાત બાળકી હતી.

મંદિર પાસે લાગેલા સીસીટીવીમાં જોયુ તો એક યુગલ બેગ લઇને આવે છે. યુવકના હાથમાં બેગ છે તો મહિલા ઉભેલી નજરે પડે છે. પહેલાં કપલ બેગ લઇને આવતું દેખાય છે અને પછી મંદિરની સીડી પર બેસી જાય છે. આશરે 40 સેકેન્ડ બેસ્યા બાદ તેઓ બેગ લઇને જતાં જોવા મળે છે. તે પછી રોડ પર યુવક મહિલા સાથે જતો જોવા મળે છે પરંતુ તે સમયે તેના હાથમાં બેગ નથી.


આ ઘટના સવારના આશરે 6.30 કલાકની છે. જ્યારે કડકડતી ઠંડીના કારણે રોડ પર કોઇ ખાસ અવરજવર ન હતી. તે જ સમયે આ યુગલ બાળકીને ત્યજીને ચાલ્યું જાય છે.

લોકોએ બેગમાંથી બાળકી મળી આવી હોવાની જાણ પોલીસને કરી. પોલીસે બાળકીને સ્વાસ્થ્ય કેન્દ્રમાં દાખલ કરી. મેડિકલ ઑફિસરે બાળકીની ઉંમર આશરે એક મહિનાની જણાવી. હાલ બાળકી સૂંપૂર્ણ રીતે સ્વસ્થ છે. બેગમાંથી બાળકીના કપડા, ડાયપર અને દૂધની બોટલ પણ મળી આવી છે.

Read Also

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter