GSTV
World

Cases
6915765
Active
11731633
Recoverd
721007
Death
INDIA

Cases
619088
Active
1427005
Recoverd
42518
Death

નરેન્દ્ર મોદીના પૂર્વ મુખ્ય આર્થિક સલાહકારનો GDP વિકાસ દર અંગે ચોંકાવનારો દાવો

નાણાકીય વર્ષ ૨૦૧૧-૧૨થી ૨૦૧૬-૧૭ સુધી દેશનો જીડીપી વિકાસ દર ૨.૫ ટકા વધારીને દેખાડવામાં આવ્યો હતો તેમ નરેન્દ્ર મોદીના પૂર્વ મુખ્ય આર્થિક સલાહકાર અરવિંદ સુબ્રમણ્યમે જણાવ્યું છે. 

પોતાના નવા રિસર્ચ પેપરમાં તેમણે દાવો કર્યો છે કે આ પાંચ વર્ષોમાં જીડીપી વિકાસ દર ૨.૫ ટકા વધારીને દેખાડવામાં આવ્યો છે. આ રિસર્ચ પેપરને હાવર્ડ યુનિવર્સિટીમાં પ્રકાશિત કરવામાં ઔઆવ્યો છે.

સુબ્રમણ્યમે જણાવ્યું છે કે ૨૦૧૧ અને ૨૦૧૬ની વચ્ચે જીડીપી વિકાસ દર ૬.૯ ટકા દર્શાવવામાં આવ્યો છે. જો કે હકીકતમાં આ સમય દરમિયાન વિકાસ દર ૩.૫ ટકા અને ૫.૫ ટકાની વચ્ચે રહ્યું હોવાની સંભાવના છે. 

આ રિસર્ચ પેપરમાં જણાવવામાં આવ્યું છે કે અનેક પ્રકારના પુરાવા એ વાતના સંકેત આપે છે કે ૨૦૧૧ પછીના વર્ષોમાં જીડીપી ૨.૫ ટકા વધારે બતાવવામાં આવ્યો છે.  રિસર્ચ પેપરમાં દાવો કરવામાં આવ્યો છે કે ૯૫ ટકા વિશ્વાસ સાથે જણાવવામાં આવી શકે છે કે જીડીપી એેક ટકા વધારીને બતાવવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે સીએસઓ દ્વારા જારી કરાયેલા આંકડામાં નાણાકીય વર્ષ ૨૦૧૮-૧૯ના ચોથા કવાર્ટરમાં જીડીપી ૫.૮ ટકા દર્શાવવામાં આવ્યો છે. જે પાંચ વર્ષમાં સૌથી ઓછો વૃદ્ધિ દર છે. 

જીડીપી વિકાસ દર ઘટવાને કારણે ભારત હવે વિશ્વમાં સૌથી ઝડપથી વિકાસ પામતો દેશ રહ્યો નથી. તે આ બાબતમાં ચીનથી પાછળ થઇ ગયું છે. જીડીપી વિકાસ દર ઘટવામાં કૃષિ અને મેન્યુફેકચરિંગ સેક્ટરનો નબળા દેખાવ જવાબદાર છે. મેન્યુફેકચરિંગ સેક્ટરના આંકડામાં સૌથી વધારે ખામી જોવા મળી છે.

READ ALSO

Related posts

સુરતમાં ટ્રાફિક બ્રિગેડના જવાનોની હપ્તાખોરીનો વીડિયો વાયરલ થતા નાયબ પોલીસ કમિશનરે કરી મોટી કાર્યવાહી

Nilesh Jethva

જમ્મુ કાશ્મીરમાં તમામ કર્માચારીઓને મળશે 25 હજારનું વધારાનું ભથ્થુ, નવા બનેલા ઉપરાજ્યપાલે આપી મોટી ભેટ

Pravin Makwana

બોસે પીએફના પૈસા આપવામાં સમય લીધો, કર્મચારીએ બોસના નામે અશ્લિલ સામગ્રી ઓર્ડર કરી ડેટિંગ સાઈડ પર નાંખી દીધો નંબર

Karan
Do NOT follow this link or you will be banned from the site!