GSTV
Home » News » આ દેશમાં બાજ અને ઘુવડ કરે છે રાષ્ટ્રપતિ ભવનની સુરક્ષા, કારણ જાણવા જેવું હો…

આ દેશમાં બાજ અને ઘુવડ કરે છે રાષ્ટ્રપતિ ભવનની સુરક્ષા, કારણ જાણવા જેવું હો…

આપણે હંમેશા જોતા હોઈએ છીએ કે કોઈ પણ દેશમાં રાષ્ટ્રપતિ, રાષ્ટ્રપતિ ભવનની સુરક્ષા ખુબ વધારે હોય છે. રાષ્ટ્રપતિ અને વડાપ્રધાનની સુરક્ષામાં ટ્રેઈન્ડ કમાન્ડોને તહેનાત કરાય છે. કોઈ પણ પ્રકારની સુરક્ષા ચૂક ન થાય તે માટે સુરક્ષા એજન્સીઓ દ્વારા દેશના રાષ્ટ્રપતિ અને વડાપ્રધાન પર ડ્રોન કેમેરા દ્વારા નજર રખાય છે. પરંતુ રશિયામાં રાષ્ટ્રપતિ ભવન ક્રેમલિન અને તેમની આસપાસના રહેલા પ્રમુખ સરકારી ઈમારતોની સુરક્ષા માટે દેશના રક્ષા વિભાગે બાજ અને ઘુવડની એક ટીમ બનાવવામાં આવી છે.

શિકારી પક્ષીઓની આ ટીમ વર્ષ ૧૯૮૪માં બનાવવામાં આવી હતી, હાલના સમયમાં ૧૦થી વધુ બાજ અને ઘુવડ આ ટીમમાં છે. આ બાજ અને ઘુવડોને સુરક્ષા માટે ખાસ પ્રકારની ટ્રેનિંગ અપાય છે. જેથી કરીને સુરક્ષામાં કોઈ પણ કમી ન રહી જાય. રિપોટ્‌ર્સનું માનીએ તો રાષ્ટ્રપતિ ભવનને કાગડાઓથી બચાવવા માટે આ બાજ અને ઘુવડોની તહેનાતી કરાય છે.

વાસ્તવમાં કાગડાઓના મળ મૂત્રથી રાષ્ટ્રપતિ ભવન અને તેની આસપાસની ઈમારતો ગંદી થાય છે, ત્યારબાદ તેની સફાઈ અને અન્ય કામગીરી માટે ખુબ મહેનત અને પૈસા ખર્ચવા પડે છે. આથી આવા કાગડાઓથી રાષ્ટ્રપતિ ભવનને બચાવવા માટે અહીં બાજ અને ઘુવડોની તહેનાતી કરાઈ છે.

રાષ્ટ્રપતિ ભવનની સુરક્ષા માટે તૈનાત પક્ષીઓની  ટીમમાં ૨૦ વર્ષની એક માદા બાજ ‘આલ્ફા’ અને ‘ફાઈલ્યા’ નામનો ઘુવડ છે જે ખાસ વિશેષતા ધરાવે છે. તેઓ રાષ્ટ્રપતિ ભવનની આસપાસ કાગડાનો અવાજ પણ સાંભળી લે કે તેને આકાશમાં મંડરાતા જુએ તો તે કાગડાનું તો પછી આવી જ બને. તરત જ આ બાજ અને ઘુવડ તેમના પર તૂટી પડે છે અને કાં તો દૂર ભગાડી દે અથવા તો મારી નાખે છે.

રાષ્ટ્રપતિ ભવનની સુરક્ષા રાખતા પાવેલ માલ્કોવનું  કહે છે કે શ\આતમાં આ ઈમારતોની સુરક્ષા માટે કાગડાઓને મારી નાખવા ગાર્ડ  રાખવામાં આવ્યા હતા, સાથે ડરાવવા માટે શિકારી પક્ષીઓને રેકોર્ડેડ અવાજનો ઉપયોગ કરવામાં આવતો હતો પરંતુ આ તમામ રીતો નિષ્ફળ જતા આ પક્ષીઓને એક ખાસ ટ્રેનિંગ આપવામાં આવી છે.

Read Also

Related posts

જામિયા યૂનિવર્સિટીમાં મારપીટ-તોડફોડ, આરોપ-પ્રત્યારોપ વચ્ચે સુલેહનો નિષ્ફળ પ્રયાસ

Bansari

ધનતેરસ પર ધનપ્રાપ્તિનો યોગ, આ વિશેષ ઉપાયથી મળશે 13 ગણો ધનલાભ

Bansari

જલ્દીથી માર્કેટમાં આવવાનું છે “Smart બ્લેન્કેટ”, જે ફોનથી થશે ગરમ

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!