GSTV
Gujarat Government Advertisement

ચૂંટણીઓ પૂરી/ હવે લોકડાઉન તરફ આગળ વધવા લાગ્યો છે દેશ, બે રાજ્યોએ કરી દીધી જાહેરાત

કોરોના

Last Updated on May 3, 2021 by Harshad Patel

પાંચ રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણી અને ઉત્તરપ્રદેશમાં પંચાયતની ચૂંટણીના પરિણામો બાદ હવે દેશ કોરોના સંક્રમણની ચેન તોડવા લોકડાઉન તરફ આગળ વધી રહ્યો છે. રવિવારે રાષ્ટ્રીય ટાસ્ક ફોર્સે ફરીથી બે અઠવાડિયા માટે રાષ્ટ્રીય લોકડાઉન કરવાની ભલામણ કરી છે. આ સાથે જ હરિયાણા, ઓડિશા સહિત કેટલાક રાજ્યોએ પણ લોકડાઉન કરવાની જાહેરાત કરી છે.

લોકડાઉન

150 જિલ્લાઓમાં સંક્રમણ દર 15 ટકાથી વધુ

હકીકતમાં, છેલ્લા પાંચ અઠવાડિયાથી ભારત કોરોના મહામારીની બીજી લહેરનો સામનો કરી રહ્યો છે. ઓચિંતાના જ ઝડપથી ફેલાયેલા સંક્રમણે અત્યાર સુધીમાં મોટાભાગના રાજ્યોને ઘેરી લીધા છે. 12 રાજ્યોમાં કોરોનાથી સ્થિતિ સૌથી ગંભીર છે. આરોગ્ય મંત્રાલયના જણાવ્યા મુજબ, 150 જિલ્લાઓમાં સંક્રમણ દર 15 ટકાથી વધુ છે. જ્યારે 250 જિલ્લામાં સંક્રમણ દર 10 થી 15 ટકાની વચ્ચે છે. તેથી, આ વિસ્તારોમાં સખત લોકડાઉન જરૂરી છે.

રાષ્ટ્રીય ટાસ્ક ફોર્સે સરકારને સંક્રમણ પ્રભાવિત જિલ્લાઓમાં લોકડાઉન કરવાની ભલામણ કરી

બે અઠવાડિયા પહેલા રાષ્ટ્રીય ટાસ્ક ફોર્સે સરકારને સંક્રમણ પ્રભાવિત જિલ્લાઓમાં લોકડાઉન કરવાની ભલામણ કરી હતી પરંતુ એવું કહેવામાં આવી રહ્યું છે કે પશ્ચિમ બંગાળ, આસામ, તામિલનાડુ અને પંચાયતની ચૂંટણી સહિત પાંચ રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણીને લીધે અને ઉત્તર પ્રદેશમાં સ્થાનિક ચૂંટણીને લીધે તેના તરફ કોઈ વિચાર કરવામાં આવ્યો નહોતો. હવે ફરી એકવાર ટાસ્ક ફોર્સે ઓછામાં ઓછા બે અઠવાડિયા માટે રાષ્ટ્રીય સ્તરનું લોકડાઉન કરવાની ભલામણ કરી છે. ટીમમાં નવી દિલ્હી સ્થિત ઓલ ઈન્ડિયા ઈન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સિસ (એઈમ્સ) ના ડાયરેક્ટર ડો.રણદીપ ગુલેરિયા પણ શામેલ હતા. જેઓ એક દિવસ પહેલા જ કડક લોકડાઉન કરવાની હિમાયત કરી છે.

છેલ્લા વિકલ્પ તરીકે લોકડાઉનનો ઉપયોગ કરવા જણાવ્યું

પીએમ મોદીએ દેશના નામે 20 એપ્રિલના રોજ કરેલા સંબોધનમાં પણ કહ્યું હતું કે, સરકાર લોકડાઉન લાદવા માંગતી નથી. તે લોકડાઉન મૂકવાના પક્ષમાં નથી. તેમણે રાજ્યોને છેલ્લા વિકલ્પ તરીકે લોકડાઉનનો ઉપયોગ કરવા જણાવ્યું હતું. અત્યારે દેશ માટે દવા અને દુવાની જરૂર છે.

આ રાજ્યોએ જાહેરાત કરી

હરિયાણાના ગૃહમંત્રી અનિલ વિજે જાણકારી આપી હતી કે, 3 મેથી સમગ્ર રાજ્ય માટે સાત દિવસ માટે લોકડાઉન લાગુ કરવામાં આવ્યું છે. ગયા વર્ષની જેમ આ સમયગાળા દરમિયાન પણ રાજ્ય સંપૂર્ણ રીતે બંધ રહેશે. તે જ સમયે, ઓડિશા સરકારે 5 થી 19 મે સુધી સંપૂર્ણ લોકડાઉન લાગુ કરવાનો નિર્ણય લીધો છે. દેશની રાજધાની દિલ્હીમાં 10 મે સુધી કર્ફ્યુ લાદવામાં આવ્યો છે, જેને લોકડાઉનમાં પણ રાજ્ય સરકાર બદલી શકે છે. મળતી માહિતી મુજબ ટૂંક સમયમાં અન્ય રાજ્યોમાં આંશિક કે પૂર્ણ કક્ષાના લોકડાઉનની જાહેરાત કરવામાં આવી શકે છે.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને  કેસ ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

જાતીય જીવન/ સંભોગમાં મહિલાઓનો રસ ઓછો થવા પાછળ આ એક કારણ છે જવાબદાર

Bansari

કામનું/ LICની આ પોલિસીમાં કરો રોકાણ, નહિ રહે મંથલી ખર્ચનું ટેન્શન! દર મહિને મળશે 9 હજાર રૂપિયા

Damini Patel

ગુજરાતમાં તંત્રના વાંકે ‘નરસંહાર’: કોરોના પોઝિટીવ દર્દીઓને નેગેટિવ રિપોર્ટ પધરાવ્યા, આટલા લોકોના મોતની છે આશંકા

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!