સમગ્ર દેશમાં કોરોનાનો કહેર યથાવત જોવા મળી રહ્યો છે,ત્યારે આ મહામારી વચ્ચે ચોમાસું બેસવાની શક્યતા છે. ત્યારે દિલ્હી સહિત ઉત્તર ભારતના કેટલાક ક્ષેત્રોમાં ગુરૂવારે હળવા વરસાદના કારણે લોકોને ગરમીથી રાહત મળી હતી. ત્યારે હવામાન વિભાગે આગામી 24 કલાકમાં પંજાબ, હરિયાણા, રાજસ્થાન, મધ્ય પ્રદેશ, ઉત્તર પ્રદેશ, બિહાર, ઝારખંડ, દિલ્હી અને પશ્ચિમ બંગાળ સહિત ઉત્તર ભારતના અનેક રાજ્યોમાં ગાજવીજ સાથે આંધી-તોફાન અને હળવા વરસાદની આગાહી કરેલી છે.
અનેક રાજ્યોમાં ગાજવીજ સાથે આંધી-તોફાન અને હળવા વરસાદની આગાહી
ભારતીય હવામાન વિજ્ઞાન વિભાગે (આઈએમડી) ઉત્તર-પશ્ચિમ અને મધ્ય ભારતના મેદાની ક્ષેત્રોમાં શુક્રવારે ગરમીનું પ્રમાણ વધું નીચુ ઉતરશે તેવી આગાહી કરી હતી. સાથે જ આગામી બે દિવસ સુધી પશ્ચિમ બંગાળમાં વરસાદ અને ભારે પવનની આશંકા વ્યક્ત કરી હતી.
પહેલી જૂને ચોમાસાનું આગમન
આ દરમિયાન ચોમાસાના આગમનનો અણસાર પણ વર્તાવા લાગ્યો છે. હવામાન વિભાગના અહેવાલ પ્રમાણે બંગાળની ખાડી ઉપર ચક્રવાતની સ્થિતિ સર્જાવાના કારણે કેરળમાં પહેલી જૂનથી દક્ષિણ પશ્ચિમી ચોમાસાનું આગમન થઈ શકે છે. સામાન્ય રીતે કેરળમાં પહેલી જૂનથી ચોમાસાનું આગમન થાય છે પરંતુ બંગાળની ખાડી ઉપર ચક્રવાતની સ્થિતિ સર્જાવાના કારણે ચોમાસાની પ્રગતિમાં મદદ મળી શકે છે. હવામાન વિભાગના અહેવાલ પ્રમાણે 31મી મે સુધીમાં દક્ષિણ દ્વીપકલ્પીય ભારતના ક્ષેત્રોમાં ભારે વરસાદની શક્યતા છે. સાથે જ 30 અને 31મી મેના રોજ કેરળ અને લક્ષદ્વીપમાં પણ ભારે વરસાદ થઈ શકે છે. તે સિવાય ત્રિપુરા, મિઝોરમ, આસામ-મેઘાલયમાં આગામી 24 કલાક દરમિયાન ભારે વરસાદ વરસવાનું અનુમાન છે.
દિલ્હીમાં વરસાદની આગાહી
રાજધાની દિલ્હી-એનસીઆરમાં 29-30મી મેના રોજ 60 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન સાથે ધૂળ-રજકણો સાથે તોફાન અને ગાજવીજવાળા વરસાદની આગાહી છે. તે સિવાય 31મી મે સુધી ઉત્તરાખંડ, હિમાચલમાં ભારે પવન સાથે વરસાદની શક્યતા છે. પંજાબ, હરિયાણા, મધ્ય પ્રદેશ, રાજસ્થાન, પશ્ચિમ બંગાળ સહિતના ક્ષેત્રોમાં પણ આગામી બે દિવસ દરમિયાન ભારે પવન સાથે વરસાદની આગાહી છે.
READ ALSO
- વડગામ/ દેવીપૂજક સમાજના સ્મશાન પર ભાજપ પ્રમુખે કબ્જો કર્યાનો આક્ષેપ, સ્મશાન પરત કરવા મુખ્યમંત્રીને કરી રજૂઆત
- LAC પર કોઈ ઉશ્કેરણીજનક કાર્યવાહી થઈ તો અમે ચુપ નહી બેસીએ, ભારતે આપી ચીનને સીધી ધમકી
- જલ્દી કરો/ બાળકોનું આધાર કાર્ડ બનાવવામાં મોડું ન કરતા, આ ડૉક્યૂમેન્ટ્સની પડે છે જરૂરિયાત
- સ્માર્ટ સિટી અમદાવાદની હકીકત: બાપુનગર વિકાસ ઝંખી રહ્યુ છે, સમસ્યાઓથી જનતા છે પરેશાન
- દોસ્તીના સંબંધ પર કલંક : જાણો તુર્કીએ એવું તે શું કર્યું કે ઇમરાન ખાનની થું-થું થઈ ગઈ